________________ ભોજનનો આસ્વાદ માણતું કુટુંબ સહર્ષ પાછું ફર્યું. સાંજ વીતી ગઇ રાત પડી. અને પેટમાં ગયેલા વિગઇઓના ભોજને સમસ્ત કુટુંબના સભ્યોમાં વિકારોની આગ લગાડી દીધી, કાળી રાતને ય શરમાવે તેવાં કાળાં કામો ચાલુ થયાં કોઇના સંબંધો પવિત્ર ન રહ્યા.. બાપ દીકરી ભાઇ બહેન આ બધા ય સંબંધોની મર્યાદા તૂટી ગઇ અને આખુંય કુટુંબ અપવિત્રતાના કાદવથી ખરડાઈ ગયું! પેલી કહેવતની ખબર છે ! પાલો પતિ ખાત છે, ઉનકે સતાવે કામ, નિશદિન હલવા નીગલતે, ઉનકી જાને રામ. પાંદડાંઓ ખાઇને જીવન પસાર કરનારા તિર્યંચો પણ કામવાસનાના અજગરથી ગ્રસિત થઈ ગયા તો પછી રોજ રોજ હલવા ખાનારાઓનું શું થતું હશે તે તો રામ જાણે ! માટે જેણે પોતાના જીવનમાં વધુને વધુ પવિત્રતા જાળવવી છે તેણે વિગઇઓનો યથાશક્ય બહિષ્કાર કરતા રહેવું એ જ હિતાવહ છે. સાથે સાથે વિજાતીયના પરિચય પ્રત્યે પણ જરા ય આંખમીંચામણાં કરવા જેવાં નથી. જીવન માટે ઝેરના અખતરા થાય નહિ, તેમ ધર્મસંસ્કારો ટકાવવા પાપક્રિયાઓના અખતરા થાય નહિ.જેણે જેણે આવા અખતરાઓ કર્યા તેણે તેણે પોતાના અણમોલ જીવનને દુર્ગતિઓને રવાડે ચડાવી દીધું. પેલી વિધવા યુવતીએ ચારિત્ર સ્વીકારવાની રજા માંગી. પરંતુ જ્ઞાની આચાર્ય ભગવંતે કહ્યું કે તારે હજી બાળક છે ! વિધવા સ્તબ્ધ ! હિંમત કરીને પૂછ્યું, કોના થકી !' તારી જ દુકાનના મુનિમ થકી !" યુવતી ઘેર આવી. પિતાને સમજાવીને મુનિમને 400-500 માઇલ દૂર રવાના કરાવ્યો.વરસો પછી સંઘયાત્રામાં આ વિધવા નીકળી .જે ગામમાં મુનિમ રહેતો હતો તે જ ગામમાં સંઘ પહોંચ્યો. રસ્તામાં મુનિમ મળ્યો. મુનિએ યુવતીને ઘરે આવા કહ્યું. ઘણી આનાકાની પછી યુવતી ગઇ...મુનિમપત્ની ઘરમાં નહોતી. મુનિએ પોતાના હાથે દૂધ બનાવી તૈયાર કર્યું. યુવતીને પીવડાવવાનો આગ્રહ કર્યો.યુવતી નાં નાં કરતી રહી. મુનિમ આગ્રહ કરતો રહ્યો યુવતીનો હાથ પકડીને કપમાં દૂધ રેડવાનો મુનિમે પ્રયત્ન કર્યો: વિજાતીયનો સ્પર્શ થયો. અને પરિણામ એ આવ્યું...બંને પતિત થઇ ગયા !