________________
(૧) સ્વામી આદત - ધન સુવર્ણ વગેરે તે તેના માલિકની આજ્ઞા સિવાય લેવામાં આવે તો. (૨) જીવ અદત્ત - મચ્છર, ગાય, ઘેટાં વગેરે જીવોની હત્યા વખતે તેમની અનુજ્ઞા વિના તેમનો પ્રાણ લેવાથી. (૩) તીર્થકર અદત્ત - જૈન હોવા છતાં કાંદા બટાટા વગેરે અનંતકાય-કંદમૂળ ખાવા, રાત્રિભોજન કરવું, આઇસ્ક્રિમ જેવી અભક્ષ્ય વસ્તુ ખાવી, વગેરે કરવાથી તીર્થંકરની આજ્ઞાનો ભંગ થવાથી. (૪) ગુરુ અદત્ત - ગુરુભગવંતની આજ્ઞાનો ભંગ કરી જે કાંઇ કરવામાં આવે છે તે. ચાતુર્માસના દિવસોમાં વિનંતી કરવાથી પધારેલા ગુરુભગવંતની નિશ્રામાં તપ જપ વગેરે આરાધના કરવી જોઇએ. ગુરુની આજ્ઞા મુજબનો તપ કરવો જોઇએ. પ્રવચન શ્રવણાદિ કરવા જોઇએ. તો ગુરુઆજ્ઞા પાલનનો લાભ મળે
ચોર સાત પ્રકારના હોય છે. (૧) ચોરી કરવાવાળો. ૨) ચોરને આજીવિકા આપવાવાળો, (૩) ચોરને ચોરી કરવાની સલાહ આપનાર, (૪) ચોરને ચોરી કરવાનું સ્થાન બતાવનાર, (૫) ચોરીનો માલ ખરીદનાર, (૬) ચોરને ભોજન કરાવનાર, (૭) ચોરને આશરો આપનાર.
વેપારના નામ ચોરીઃ- (૧) ચોરને ચોરી કરવામાં સહાયક બનવું, વ્યાજે પૈસા આપવા. (૨) ચોરીનો માલ ખરીદવો. (૩) દેશમાં જેનો પ્રતિબંધ હોય, તેનો વેપાર કરવો. (૪) મિલાવટ ભેળસેળ કરવી. (૫) તોલમાપમાં ગડબડ કરવી.
આ પણ ચોરી છે:- (૧) કોઇની થાપણને દેવાળું ફૂંકવાના નામે ખાઇ જવી. (૨) કોઇની ગુમ થયેલી વસ્તુને પોતાની ગણી રાખવી, (૩) કોઇ પોતાની મૂલ્યવાન વસ્તુ ભૂલી ગયો હોય તેના માલિક બની બેસવું, (૪) રસ્તામાં જતાં આવતાં કોઇની પડી ગયેલી વસ્તુને ઉપાડી લેવી.
ચોરી કે અનીતિનું ધન અશુદ્ધ છે. એ ધનના વ્યયથી જે આહાર મેળવીએ છીએ તે પણ અશુદ્ધ છે. અશુદ્ધ આહારથી શરીર, મન તથા પાંચ ઇન્દ્રિયો અશુદ્ધ બને છે. અશુદ્ધ દેહથી કરેલી ધર્મક્રિયા પણ અશુદ્ધ છે. અશુદ્ધ ક્રિયાનું ફળ પણ અપૂર્ણ અને અશુદ્ધ મળે છે.
ચોરીના નુકસાનો-(૧) ધન અગ્યારમો પ્રાપ્ય છે. ચોરી કરનાર પ્રાણ લેવારૂપે હિંસા કરે છે - હિંસાના દોષ સેવે છે. (૨) બીજા ભવોમાં બળદ-ભેંસ બનીને કંઇક ગણું વધુ ચૂકવી આપવું પડે છે. (૩) જેની ચોરી કરી, એ લેણદાર બને છે, બીજા ભવોમાં બીમાર પુત્ર વગેરે બની લેણું ચૂકતે કરે છે - અને તમને માનસિક ત્રાસ વગેરે મળે છે. (૪) ચોરીથી મનની પવિત્રતા નાશ પામે છે. (૫) એવું દર્ભાગ્ય ઉદયમાં આવે છે, કે પછી મહેનત કરવા છતાં મજૂરી કરવા છતાં પેટજોગું પણ મળે નહીં. સર્વત્ર નિષ્ફળતા