________________
અપમાન સહેવાના આવે. (૬) પોતાની પોતાના માટેની સખત મહેનતનું ફળ બીજો જ ઝાપટી જાય છે. અને સંતાપ પેલાને મળે છે. દેવાનંદા બ્રાહ્મણીએ પૂર્વભવમાં રત્નનો દાબડો ચોરેલો...બીજા ભવમાં તીર્થંકર જેવા શ્રેષ્ઠ પુત્રરત્નનું ગર્ભમાંથી જ અપહરણ થયું. શંબૂકે ઉપવાસ સાથે એક મહીના સુધી ઝાડપર ઊંધા માથે લટકાઇ સૂર્યહાસ ખડ્ગ મેળવવાની મહેનત કરી. પણ મળી ગયું એ ખગ લક્ષ્મણને....શંબૂકને તો એ ખડ્ગથી જ માથુ કપાવાથી મોત ને નરક મળ્યા.
માર્ગ ઉપર કોઇની, જેનું વિશેષ મૂલ્ય નથી એવી વસ્તુ કે ૫/૧૦ રૂપિયાની નોટ પડી હોય તો તે લઇ ગરીબને કે ભંડારમાં નાખીએ તો શો વાંધો ? એવી ઘણાં દલીલ કરે છે. પણ જે વસ્તુ તમારી નથી એનું દાન કરી મફતનું પુણ્ય મેળવવા જવું અયોગ્ય છે.
એક-બે સેકન્ડમાં પાકીટમાર પાકીટની ચોરી કરે છે અથવા ગળાની ચેન લૂંટે છે. તેથી હકીકતમાં ચોરનાર માત્ર પાકીટ કે ચેન લેતો નથી પણ તેના પ્રાણ લો છો. પાકીટ કે ચેન દ્વારા બે-પાંચ હજારની રકમ જવાથી એ વ્યક્તિને કેટલું દુઃખ થાય ? કદાચ ચોરનાર પકડાઇ જાય તો આજ કારણે ચોરનારને બે-પાંચ વર્ષની સજા અપાય છે. શાસ્ત્રોમાં મંડિક અને વિજય ચોરના દ્રષ્ટાંત આવે છે. તેઓને આ અપલક્ષણના કારણે શૂળીએ ચઢવું પડ્યું હતું.
રોહણીય ચોર, પ્રભસ્વામી વિ.ની. જેમ જે ગુણવાન વિચારવાન આત્મા બીજાનું ધન ચોરવાની કુટેવને અયોગ્ય માને છે. તેનાથી નિવૃત્ત થવા ભાવના ભાવે છે. જીવનમાં સદ્ગુણોની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે. તે આ લોકમાં પણ અને પરલોકમાં પણ સુખ યશ કીર્તિના અધિકારી બને છે.
પૂર્વકૃત કર્મના કારણે ભલે અમુક સમય સુધી અયોગ્ય આચારોનું પાલન કર્યું પણ જ્યારે સત્ય સમજાય છે, એ માર્ગે જવા અપનાવવા પ્રયત્ન થાય છે. ત્યારે તેવા આત્માનો ઉદ્ધાર થતાં વાર લાગતી નથી.
બીજાનું ધન ચોરી લેવું એ જેમ અયોગ્ય છે તેમ વ્યાજ મર્યાદાથી વધુ લેવું, ગરજવાન જોઇ તેની સાથે અયોગ્ય લેવડ દેવડ કરવી એ પણ ચોરીના કામ જેવું કૃત્ય છે. બીજા શબ્દમાં ધન ચોરવામાં નથી આવતું પણ ધનને લૂંટવામાં આવે છે એમ કહેવાય, આ કારણે અદત્તાદાનના પાંચ અતિચારોથી દૂર રહેવું, એ વ્રતધારી શ્રાવકનું કર્તવ્ય થઇ જાય છે.
પાંચ અતિચાર
૧) તેનાહત ગ્રહણ :- તેના ચોર, આહત - ચોરેલી, હરણ કરેલી, ગ્રહણ
માઁ
૬૨