________________
લગ્ન કરવાનો તેને વિચાર જાગ્યો.યુવતી પાસે પ્રસ્તાવ મૂક્યો..મંજૂર થઇ ગયો..બન્ને પરણી ગયા..યુવતી પાસેથી તફડંચી કરવાની કળા યુવક શીખ્યો. બન્ને સારામાં સારા નામચીન ઉઠાવગીર થયા..
એક દિવસે યુવતીએ યુવકને કહ્યું કે આપણે આપણા છોકરાને એવી ટ્રેનીંગ આપવી છે કે ઉઠાવગીરીમાં તેને એમેરિકામાં કોઇ પહોંચે નહિ ! તેને કોઇ પોલીસ કે સી.આઇ.ડી. પકડી શકે નહિ ! લગ્ન જીવનના ત્રીજે વરસે યુવતીએ પુત્રને જન્મ આપ્યો.પરંતુ બાળક ચાર મહિનાનો થયો ને કોણ જાણે શું થયું.. છોકરાના જમણા હાથની મુઠ્ઠી બંધ થઈ ગઈ. ડોક્ટર પાસે લઇ ગયા.. પણ મુઠ્ઠી ન ખૂલી..છેવટે થાકીને માનસશાસ્ત્રી પાસે લઇ ગયા..માનસશાસ્ત્રીએ ઘણા ય નુસખાઓ અજમાવ્યા....પણ તે ય સફળ ન થયો. છેલ્લે તેણે પોતાને કાંડે બાંધેલી સોનાના પટ્ટાવાળી ઘડિયાળ છોડી..છેક સૂતેલા છોકરાના બંધ મુઠ્ઠીવાળા હાથ પાસે ઘડિયાળ લાવી, તે પટ્ટાથી ઘડિયાળને હલાવવા લાગ્યો.
અને ચમત્કાર થયો ! એ ઘડિયાળ લેવા માટે છોકરાએ હાથ ઉછાળ્યો.મુઠ્ઠી ખોલી.અને ભારે આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે એ બંધ મુઠ્ઠીમાંથી સોનાની વીંટી બહાર પડી ! એ વીંટી તેની માતાની જ હતી કે જે પહેલા ગુમ થઇ ગયેલી !
માનસશાસ્ત્રી ડોક્ટર.અઠંગ ઉઠાવગીર આ યુવક યુવતી આજુબાજુના માણસો ય સ્તબ્ધ થઇ ગયા ! માત્ર ચાર મહિનાની કુમળી વયમાં ચોરીના આ સંસ્કાર ! માતા પિતાના મનમાં જીવનમાં વ્યાપ્ત થઇ ગયેલ આ ચોરવૃત્તિ પુત્રના જીવનમાં કેવી સાંગોપાંગ ઉતરી ! - વિચાર કરતા કરી દે તેવું આ દષ્ટાંત છે..આડેધડ ચોરીઓ કરતા હોઇએ પુણ્ય જોર કરતું હોય અને કદાચ ન પકડાતા હોઇએ તો ય પરલોકમાં તેનાં પરિણામ કેવા ભયંકર ! આ લોકમાં ય અશાંતિ અજંપા કેટલા ? ચોરી કરતાં પકડાઇ જવાય તો અપયશ....અપકીર્તિ..સજા વગેરેનાં સંભવિત નુકશાનો કેટલાં ? માટે જીવનમાંથી આ પાપને રવાના જ કરી દેવા જેવું છે..અન્યની દેખાદેખી..ઇર્ષા વગેરે પણ ચોરી કરાવનારાં પ્રેરક તત્ત્વો છે..એ બધાયને તિલાંજલિ દઇ દેવાનો નિર્ધાર કરીએ તો જ આ પાપથી છુટાય....આજે હાલત વિચિત્ર છે..બાજુવાળાના દૂધપાકને જોઇને માણસ પોતાની થાળીમાં રહેલ રોટલો ફેંકી દેવા તૈયાર થયો છે. પુણ્યહીન દશાને કારણે દૂધપાક મળતો નથી અને હાથમાં રહેલ રોટલો શાંતિ આપતો નથી.. 1 ચોરી કરતાં પકડાઇ ગયેલા એક ચોરને ફાંસીની સજા જાહેર થઇ...ફાંસીને માંચડે જઇ રહેલો ચોર રડતો હતો..