________________
છે..અવસર આવ્યું સત્ય છોડતાં વાર જ નથી લાગતી ! પણ આપણી આ વૃત્તિ પ્રવૃત્તિ આપણને કેટલા નુકશાનમાં ઉતારી રહી છે તેનો આપણને ખ્યાલ નથી... એક જૂઠ સો જૂઠને ખેંચી લાવે છે' એ પંક્તિના આધારે જીવનમાં અનેક જૂઠ્ઠાણાંઓ ધૂસ્યાં. જૂઠનો બચાવ કરવા માયાનો સહારો લીધો...માયાએ મિથ્યાત્વને આમંત્રણ આપ્યું.
“સાચામાં સમકિત વસે છે માયામાં મિથ્યાત્વરે પ્રાણી, મ કરીશ માયા લગાર.” આમ જૂઠ પ્રત્યેની દોસ્તી અનેક અવગુણોને ખેંચી લાવનારી બને છે. !..
બાકી તો આજના કાળમાં સિફતપૂર્વક જૂઠ બોલનારો વધુ હોશિયાર ગણાય છે. પુણ્ય પહોંચે છે ત્યાં સુધી તો કદાચ એ જૂઠના કટુ વિપાકો નહિ દેખાય પરંતુ જે દિવસે પુણ્ય પરવાર્ય અને અસત્યભાષણથી બાંધેલાં કર્મો ઉદયમાં આવ્યાં તે દિવસે બધીય ખબર પડી જશે..
ત્યારે તો જ્ઞાનીઓ કહે છે કે, “બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ?'... કર્મો બાંધતા ખૂબ વિચાર કરજો..ઉદયમાં આવશે ત્યારે સમાધિ જાળવવી ખૂબ મુશ્કેલ બની જશેસમજુ માણસ દુઃખને આમંત્રણ આપતાં પાપોની સામે લાલ આંખ કરીને જીવતો હોય...જ્યારે મૂરખ માણસ માત્ર દુઃખને જ રોતો હોય.... પાપો ખૂબ મજેથી કરતો હોય...
એક જગ્યાએ પોતાની કન્યાનું વેવિશાળ કરવા ઇચ્છતા એક ભાઇએ પોતાના ભાવિ જમાઇના પિતાને પૂછ્યું,...
તમારો દીકરો આમ તો અમને પસંદ છે. પરંતુ જે જગ્યાએ તે નોકરી કરે છે ત્યાં તેનો પગાર કેટલો છે ?'
“એવું છેને કે પગાર તો માત્ર ૧૨૦૦ રૂ. નો જ છે. પરંતુ આડું અવળું કરીને બીજા લગભગ ૧૦૦૦-૧૨૦૦ લાવે છે....બોલો, પૂછવું છે કાંઇ બીજું ?”
ના ના..હવે શું પૂછે ?...તમારા જેવું ખાનદાન (!) કુટુંબ અને આવો હોશિયાર (!) જમાઇ મળતો હોય પછી કોણ બીજે ફાંફાં મારવા જાય ? કરો કંકુના મૂરતિયો પસંદ છે!”
.ખાનદાનીનું અને હોશિયારનું માપ લોકો અત્યારે આમાં માને છે. સત્ય બોલનાર ખાનદાન નહિ, હોશિયાર નહિ, પરંતુ જૂઠ બોલવા છતાં તે જૂઠને જે માણસ ખૂબ ચાલાકીથી સત્યના વસ્ત્રો પહેરાવી શકે તે ખાનદાન.તે હોશિયાર.
જગતના રાહે અનાદિથી ચાલ્યા છીએ...હવે જિનના રાહે ચાલીએ... બાકી તમને ખબર છે ? પાંચેય ઇન્દ્રિયોમાં બળવાનમાં બળવાન ઇન્દ્રિય જીભ કેમ છે? કાન બે છે....કામ એક છે...સાંભળવાનું...