________________
તું જાતે લઇ શકતો નહોતો ?” આવા મર્મઘાતક વચનોનું પરિણામ એ આવ્યું, કે ઘરમાં કંકાસ થયો. પછીના ભાવમાં પુત્રને નિર્દોષ હોવા છતાં ચોરીના આરોપસર ફાંસીની સજા મળી અને માના હાથમાંથી બંગડી ન નીકળવાથી ચોરોએ તેના હાથ કાપી નાખ્યા.
() એક મહિલાનો પતિ બાર વરસથી પરદેશ હતો. પત્રવગેરેથી કોઇ સમાચાર મળતા નહિ. પતિવ્રતા સ્ત્રી પતિની ગેરહાજરીમાં સાધ્વી જેવું જીવન જીવી રહી હતી. સફેદ કપડાં, આભૂષણનો ઉપયોગ નહિ. મિષ્ટાન્નત્યાગ, પાર્ટીમાં જવું નહિ વગેરે વગેરે. એકવાર એક સાધુ ગોચરી લેવા તેના ઘરે આવ્યા. ગોચરી વહોરાવ્યા પછી, એ સ્ત્રીએ મુનિને પૂછ્યું - મારા પતિ ઘર ક્યારે પાછા આવશે ? પ્રશ્ન વખતની ગ્રહદશા, વાતાવરણ, સ્વર વગેરેના આધાર પર ભાષાસમિતિનો સાવધ નિરવદ્યનો વિચાર કર્યા વિના સાધુએ કહી દીધું, “કાલે સવારે આટલા વાગે તારો પતિ આવશે.” પેલી સ્ત્રી ખૂબ આનંદમાં આવી ગઇ. પતિના સત્કારની તૈયારી રૂપે ઘર સ્વચ્છ કર્યું. બીજે દિવસે પોતે પણ સુંદર વસ્ત્રાભૂષણથી બનીઠનીને તૈયાર થઇ ગઇ. સૂચિત સમય પર ઘોડાપર બેસી તેનો પતિ ઘેર આવ્યો. પત્નીએ સત્કાર કર્યો પણ પતિએ તેના સાજ શણગાર જોઇ તેના ચારિત્ર પર શંકા વ્યક્ત કરી. પત્નીએ સાધુ મહારાજના જ્ઞાનની પ્રશંસા કરી ગઇ કાલે આપેલા સચોટ જવાબની વાત જણાવી. આથી પતિની શંકા વધુ મજબૂત થઇ. શંકા કૃમિ જેવી છે. કેટલું ય સારું ભોજન હોય, પણ પેટમાં રહેલા કૃમિ જ તે ખાઇ જાય ને પુષ્ટ બને. ખાનારો નહીં. શંકાની હાજરીમાં સારી અને સાચી વાત પણ શંકાને પુષ્ટ કરે છે પતિને લાગ્યું કે પત્ની સાધુ સાથે દુરાચારમાં ફસાઈ છે. પતિએ પત્નીને જણાવ્યું - જો તારો સાધુ સાચું કહી શકતો હોય, તો હું તેની પરીક્ષા લઇ ખાતરી કરીશ. તેણે સાધુ પાસે જઇને કહ્યું - જો તમે તમારા જ્ઞાનથી સાચું કહી શકતા હો, તો મારી ઘોડીના ગર્ભમાં નર છે કે માદા તે કહો. પહેલાં પોતાના જ્ઞાનના અહં વડે સાવદ્ય વાત કરનાર સાધુ હવે પોતાની આબરૂ બચાવવા ભાષાસમિતિ ચૂક્યા અને કહી દીધું - તેના ગર્ભમાં નર છે. ઘરે જઈ પત્નીને સાધુની વાત કહી અને ઘોડી પર તલવારનો ઘા કર્યો. ઘોડીનું પેટ ફાટતાં નર બચ્યું તરફડતું બહાર આવ્યું. ઘોડી અને બચ્ચે બંને મર્યા. આ હિંસાથી પીડિત થઇ, અને બાર વરસ પતિના વિરહના કારણએ સાધ્વી જીવન ગાળવા છતાં પતિએ પોતાના શીલપર શંકા કરી, એ વાતથી દુઃખી થઈ સ્ત્રીએ પણ આત્મહત્યા કરી. પતિને સત્યની ખાતરી થતાં શંકા તો દૂર થઇ, પરંતુ પતિવ્રતા પત્નીએ પોતાના કારણે આત્મહત્યા કરી, તેથી દુઃખી થઈ, પતિએ પણ આત્મહત્યા કરી. આ સમાચાર મળતાં સાધુએ પોતાના સાવધવચનનું પરિણામ જાણી આત્મશુદ્ધિમાટે અનશન કર્યું. એક સાવધવચનનું કેવું ભયાનક પરિણામ ! આમ સત્યવન પણ સાવદ્ય વચન હોય, તો એ મૃષાવાદ છે.
નિરવદ્ય હિતકારી મધુર સત્યનો મહિમા અપરંપાર છે. વિશ્વાસની ભૂમિ સત્ય