________________
થાય. કર્મબંધ થાય. કાયાની તંદુરુસ્તી સાથે ધર્મની ચુસ્તતા બેય જોઇએ.
શરીરમાદ્ય ખલુ ધર્મ સાધનના ધર્મનું સાધન શરીર છે. શરીર વિના ધર્મ ન થાય. નિકાચીત કર્મોદય સિવાય કોઇ રોગ ન આવે એની તકેદારી જોઇએ. શરીર વ્યાધિગ્રસ્ત હોય તો કોઇજ આરાધનામાં મજા ન આવે. તપ પણ એટલોજ કરવાનો જેનાથી શક્તિ ક્ષીણ ન થઇ જાય. આંખોના તેજ ખલાસ થઇ જાય તો ૪૯૨ આયંબિલે પણ પારણું કરવાની જિનાજ્ઞા છે.
તંદુરસ્તી જાળવવાના બે ઉપાયો બતાવાયા છે. ૧ નિયમીતતા ૨) નિયંત્રિતતા
અસાધ્ય વ્યાધિઓ શરીરને ઘેરી વળે છે કારણ નિયમીતતા નથી. સવારના ચાર વાગ્યે ઉઠી જવું. બપોરે ૧૨ વાગ્યે જમવું એવું ખરુંને? હોજરીનું કમળ ખીલે ત્યારે જમવું જોઇએ. આજે કેન્સર, બી.પી. ડાયાબિટીશ આદિના રોગો વધી રહ્યા છે એના મૂળમાં આ બેય કારણો હોઈ શકે છે. સૂવાનું ઉઠવાનું અને વાપરવાનું તો અમારે પણ હોય છે. અને તમારે પણ હોય ! આપણા બન્નેમાં ફરક છે સાધુનું બધુંય નિયમિત હોય અને જે હોય એમાં પણ નિયંત્રણ પણ હોય ! જે હોય તે ખાઓ, જ્યારે ત્યારે ખાઓ, ઉભા ઉભા ખાઓ, સૂતા સૂતા ખાઓ, હાલતા ચાલતા ખાઓ આ બ્રેક વિનાની ગાડી જ ઘણાં અકસ્માત સર્જી દે છે. માત્ર આહારની બાબતમાં નિયમિતતા અને નિયંત્રણ નથી. ઉઠવાનું, પહેરવાનું, જાપમાં, સાધનામાં,બધામાં જરૂરી છે. બ્રાહ્મ મૂહૂર્તમાં જાગવાથી લાભો પણ ઘણા મળે છે. માનસિક અને આધ્યાત્મિક શાંતિ પણ વધે ? વિશિષ્ટ શક્તિનો પ્રાદુભાવ પણ વહેલા ઉઠવાથી થાય છે. રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઉઠે વીર
બળ, બુદ્ધિ ધન વધે, સુખમાં રહે શરીર..”
બ્રહ્મમૂહૂર્તમાં ઉઠવાથી બુદ્ધિ વધે, લાભાંતરાય નો ક્ષયોપક્ષમ થવાથી તિજોરી છલકાય.
શ્રાવકના કૂળની મર્યાદા છે રાત્રે ક્યાંય જાય નહિ કુળને ખાનદાનની કલંક લાગે, કામી અને ચોર રાત્રે નીકળે.
“યા નિશા સર્વ ભૂતાનાં, તયાં જાગર્તિસંયમી !' રાત્રે ૧૨ વાગ્યે પણ ટીવી ની ચેનલો ચાલુ હોય રાત્રે પણ દિવસ જેવી દોડાદોડ ખરુ ને ? પંખીઓ પણ સાંજે માળામાં હોય, ઢોરો પણ રાત્રે રખડતા ન હોય પણ આજના નબીરા રાત્રે રખડે ! અનિયમીતતા અને અનિયંત્રતતા બન્ને ખતરનાક દોષો છે. ખાવા પીવામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળનાં નિયમોની ઉપેક્ષાથી તંદુરસ્તીની ઘોર ખોદાઇ ગઇ છે. • ઘરમાં જ ખવાય, બહાર નહીં (ક્ષેત્રની નિયમીતતા) • ભક્ષ્યજ ખવાય, અભક્ષ્ય નહીં (દ્રવ્યની નિયમીતતા)