________________
આંખ બે છે...કામ એક છે...જોવાનું.. જીભ એક છે..કામ બે છે...બોલવાનું...ખાવાનું. આવી પરિસ્થિતિમાં જીભ પર કંટ્રોલ કેવો હોય ?
‘આંધળાના દીકરા આંધળા જ હોય' એ દ્રૌપદીના મશ્કરીના વાક્યે મહાભારતના ખૂંખાર યુદ્ધનાં બીજ રોપી દીધાં એમ અજૈન મહાભારત કહે છે...
પ્રતિસ્પર્ધિરાજાની સભામાં ગયેલા દૂતને તે રાજાએ પૂછ્યું કે,‘તારા રાજામાં અને મારામાં ફેર શું ?'
‘રાજન્ ! ક્યાં અમારો રાજા ક્યાં આપ ?'
‘એટલે ?’
‘એટલે એ જ કે અમારો રાજા તો બીજાના ચન્દ્ર જેવો છે અને આપ તો સોળે કળાએ ખીલી ઉઠેલા પૂર્ણિમાના ચન્દ્ર જેવો છો !’
ખુશ થયેલા રાજાએ લાખ સોનામહોરનું ઇનામ આપ્યું ! આ સમાચાર વાયુવેગે જે રાજાની સેવામાં આ દુત હતો તો રાજાને પહોંચી ગયા...રાજા તો ધૃવાપૂવાં થઇ ગયો !...દૂત આવે એટલી વાર...નાલાયકને તલવારથી ઉડાડી દઉં !
પેલો
ત બે-ચાર દિવસ બાદ આવ્યો.
‘નાલાયક ! દુશ્મન રાજાના દરબારમાં મારી હલકાઇ કરી ?' એમ કહી રાજા ખુલ્લી તલવાર લઇ દૂતને મારવા દોડ્યું.
‘રાજન્ ! મને ખબર નહિ કે આપ પણ મૂરખ હશો !'
‘નીચ ! જીભ સંભાળીને બોલ ! નહિતર આ તલવાર સગી નહિ થાય !' ‘રાજન ! સાંભળો તો ખરા...પ્રતિસ્પર્ધિ રાજાની સભામાં હું જે બોલ્યો છું તેમાં આપનું ગૌરવ મેં ઘટાડ્યું નથી, પરંતુ વધાર્યું છે !’
‘શી રીતે ?’
‘મેં તે રાજાને પૂર્ણિમાના ચન્દ્ર સાથે અને આપને બીજના ચન્દ્ર સાથે સરખાવ્યા..બીજના ચન્દ્રનાં લોકો દર્શન કરે છે..પણ પૂર્ણિમાના ચન્દ્રનાં કોઇ દર્શન નથી કરતું.... વળી, બીજના ચન્દ્રની કળા રોજ રોજ વધતી જાય છે...જ્યારે પૂર્ણિમાનો ચન્દ્ર તો દિવસે દિવસે નાનો થતો જાય છે. હવે બોલો રાજન્ ! બીજના ચન્દ્રની સાથે આપની સરખામણી કરીને આપનું ગૌરવ મેં વધાર્યું છે કે ઘટાડ્યું છે ? તેનો નિર્ણય તો આપ જ કરી લો !
આ સાંભળી રાજા ખુશ થઇ ગયો...