________________
પ્રાણઘાત કરવો, પીડા આપવી અને સંક્લેશ કરાવવો. કોઇનાય પણ પ્રાણનો નાશ કરવો, હત્યા કરવી કરાવવી તે પ્રાણઘાત. કોઇનેય પણ શારીરિક ત્રાસ આપવો તે છે પીડા. કોઇનેય પણ માનસિક ત્રાસ, સંતાપ આપવો તે સંક્લેશ. આ ત્રણેય પ્રકારની હિંસામાં બે બે ભેદ છે ૧) સ્વ ૨) પર
આત્મહત્યાને પણ પ્રાણઘાત હિંસા કહી છે. શારીરિક અનુકૂળતા ન હોય ત્યારે આર્તધ્યાનમાં રહી છાતી કૂટવી ઇત્યાદિ દ્વારા પોતાને કષ્ટ આપવું તે આત્મપીડા છે. ચિત્તમાં અસ્થિરતા લાવવી, સંકલ્પ વિકલ્પ કરવા તે આત્મસંક્લેશ છે. બીજાને શક્તિથી વધુ કામ કરાવવું એદ્રારા કષ્ટ આપવું, મેણા ટોણાં વગેરે દ્વારા માનસિક સંક્લેશ કરાવવો એ પણ પર હિંસા છે.
બાહ્ય નિમિત્તથી કોઇની પણ હત્યા, પીડા કે સંક્લેશને દ્રવ્યહિંસા કહી છે અને આત્યંતર નિમિત્તથી અર્થાત્ મનથી થતી હત્યા, પીડા, સંક્લેશને ભાવ હિંસા કહી છે. દરેક જીવને સ્વતંત્રતા જોઇએ છે. કોઇને પણ પરાધીન રહેવું નથી. એના પર બીજાનું શાસન છે એ જેમ નચાવે તેમ નાચવું પડે છે. ઘણીવાર ઘણા આત્માઓ પોતાના વ્યક્તિત્વ પર પડેલી ચોટને સહન કરી શક્તા નથી કેટલીક વખત તો આત્મહત્યા કરતા પણ અચકાતો નથી.
• મધ્યપ્રદેશમાં એક ગામમાં સસરાના માત્ર ટોણાથી પુત્રવધુએ શરીર પર કેરોસીન છાંટીને મૃત્યુ પામી. પાછળ સંતાનોને નમાયા બનાવી ગઈ.
મનુષ્ય ભવમાં વ્યક્તિત્વને મહત્ત્વ આપનાર ને સામાન્ય અપમાન પણ એને આકરું લાગે છે.
• એક રાજા હતો. એકવાર એક સંન્યાસી સાથે તેની મુલાકાત થઇ. રાજાને જોઇને એ તો ઊંડા વિચારમાં પડી ગયા. રાજાએ પ્રણામ કર્યા છતાં તેમની ગંભીર મુદ્રા દૂર ન થઇ. ત્યારે રાજાએ તેમને ગંભીર રહેવાનું કારણ પૂછ્યું. સંન્યાસીએ કારણ બતાવવાની ના પાડી. રાજાએ અત્યંત આગ્રહ સાથે જણાવ્યું કે ભલે ગમે તે વાત હોય હું સ્વસ્થતા ટકાવી રાખીશ.
અત્યંત આગ્રહને વશ થઇ સંન્યાસીએ તેને તેના માત્ર સાત દિવસના આયુષ્યની વાત જણાવી આ સાંભળતાં રાજા એકવાર વિચલિત થઈ ગયો. પછી જો મૃત્યુ અવશ્યભાવિ છે તો ડરવાથી શું ફાયદો ? એમ સમજી રાજા સ્વસ્થ થઇ ગયો. સંન્યાસીને છતાં ગંભીર જોઈ રાજાએ પાછું કારણ પૂછ્યું. સંન્યાસીએ કહ્યું, 'રાજન, આ વાત તો પહેલી વાત