________________
હિંસા કરવી યોગ્ય નથી, હિંસા કરવાનો મને અધિકાર નથી. શું હિંસાનો માર્ગ મારે અપનાવવો યોગ્ય છે ? આ ત્રણ વિચારોથી પાપથી બચી જવાશે. શાસ્ત્રમાં હિંસા (પ્રાણાતિપાત) સંબંધિ માનસિક સંકલ્પ કરવો તેને સંરંભ કહ્યો છે. અન્ય જીવોને પીડા દુ:ખ ઉપજાવવા તે સમારંભ અને જીવને ઉપદ્રવ ને વિનાશ કરવો તે આરંભ તત્વાર્થસૂત્રમાં પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણ એ સૂત્રમાં હિંસાદિના પાપ માટે પ્રમાદને નિમિત્ત ગણાવ્યું છે. જે જીવ અપ્રમત્ત છે. ઉપયોગમાં છે. તે હિંસાદિ પાપથી બચી શકાશે.
કોઇ પણ આત્મા નાની યા મોટી, મનથી, વચનથી અને કાયાથી હિંસા કરે છે ત્યારે તેની વેશ્યા અલ્પાતિઅલ્પ અશુભ હોય છે. ચાર કષાયોમાંથી કોઇ એક કષાયને આધીન બની અકાર્ય કરવા પ્રેરાયેલા હોય. તેથી જ્ઞાનીનો કહે છે કષાયોને વશ ન થતા વધુમાં વધું શુભધ્યાનમાં રહેવાનું છે.
દરેક જીવને એક સરખા પ્રાણ નથી હોતા. એકેન્દ્રિયને ૪ પ્રાણ બેઇન્દ્રિયને ૬ પ્રાણ તે ઇન્દ્રિયને ૭ પ્રાણ ચઉરિન્દ્રિયને ૮ પ્રાણ અસંજ્ઞી પંચેન્દ્રિયને ૯ પ્રાણ સંજ્ઞી પંચેન્ટિયને ૧૦ પ્રાણ હોય છે. તે અનુસાર પાપના બંધની માત્રા પણ ઓછી વધુ થઇ શકે છે.
સંસારમાં ચાલતા, બોલતા, બેસતાં, ખાવા પીવામાં કર્મજ બંધાતું હોય. હિંસા જ થતી હોય તો જીવન વ્યવહાર કેમ ચલાવવું ? ત્યાં જ્ઞાનીઓ જવાબ આપે છે કે આવી કોઇ પણ ક્રિયા સકારણ કરવી હોય તો તે કરતી વખતે જયણા નજરમાં રાખવી. જયણા પૂર્વક કરવામાં આવતી ક્રિયાના પાપ ચીકણાં નહિ બંધાય. જયણાના પાલનના પ્રભાવે દીર્ધાયુષ્ય,નિરોગીતા, સંપત્તિ, ઐશ્વર્ય, રૂપ, સૌભાગ્ય, સુસ્વર, યશ, શાંતિ, સમાધિ, અને સદ્ગતિની પ્રાપ્તિ સુલભ બને છે. દયા એ ધર્મની માતા છે. જીવનમાં દયાના પરિણામો શ્રેષ્ઠકોટિનો વિકાસ પામે છે ત્યારે તે ભાવદયામાં અથવા વિવેકદયામાં પરિણમે છે સત્ય ધર્મ પણ પામે છે. સુક્ષ્મજીવો પ્રતિ દયાનું સ્વરુપ અને વ્યવહાર બતાવનાર જૈન ધર્મ આજે સાચો ધર્મ છે. અને સાચો જૈન ધર્મી એ છે જે પાણી, પવન અગ્નિ, વનસ્પતિનો બને એટલો ઓછો ઉપયોગ કરે ધર્મનો પાયો અહિંસા છે અને સ્વરૂપ દયા છે.
હિંસાના ત્રણ પ્રકારો બતાવાયા છે.