________________
દર્શનના આઠ આચાર ૧) નિસંકિય - વીતરાગના વચનોમાં શંકા ન કરવી ૨) નિષ્ક્રખિય - પરદર્શનની આકાંક્ષા ન કરવી
૩) નિવિતિ ગિચ્છા - ધર્મના ફળમાં સંદેહ ન કરવો. સાધુઓના શરીરે મેલ આદિ જોઇ ધૃણા ન કરવી.
૪) અમૂઢદિડી - કુતીર્થિઓની ઋદ્ધિ જોવા છતાં પોતાની શ્રધ્ધા દઢ રાખવી. ૫) ઉવધૂહ - ગુણીજનોની પ્રશંસા કરવી, તેવા ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન
કરજો.
૬) થિરીકરણે - ધર્મની આસ્થામાં ડગી જતા આત્માઓને સ્થિર કરવા. ૭) વરછલ્લ - સ્વધર્મનું હિત રાખી સાધર્મિકોની ભક્તિ કરવી. ૮) પભાવ - જૈન ધર્મની પ્રશંસા, ઉન્નતિ થાય તેવો પ્રચાર કરવો.
આ આઠ ગુણો સમ્યક્તના અંગો છે. આના પાલનથી સમકિતને પૂર્ણતા અને પુષ્ટતા મળે છે. શ્રેણિકની વિચારધારા
અંત સમયે શ્રેણિકને રોજ ૧૦૦ હંટર મારવા કોણિક સૈનિકને મોકલે. સૈનિક મારતા મારતા થાકી જાય છે. ત્યારે શ્રેણિક મારનાર ને કહે છે નજીક આવ તારા હાથ દબાવી દઉં.
તારો હાથ દુખે એમાં કોઇ આશ્ચર્ય નથી. માર ખાવા છતાંય મારો હાથ નથી દુઃખતો કારણ હું ત્રિલોકના નાથનો ભક્ત છું જ્યારે તું મગધના રાજા કોણિકનો સેવક છે. દુઃખો તણાં ડુંગર તૂટી પડે મુજ ઉપરે... પણ સર્વકાળે હાથ તારો રહો મુજ ઉપરે..
બસ.. આવી ખુમારી હોય !
૧૨ વ્રતોનો પાયો જ સમ્યક્ત છે ! બેઝમેન્ટ સમકિત છે. મળેલા દેવ ગુરુ ધર્મનો અંતરમાં રૂબાબ હોય ! મારા જેવો સમ્રાટ બીજો કોઇ નથી એવો હૃદયમાં રૂબાબ હોય ! સુંદર મઝાની રૂપાળી પુત્રવધુ મળે તો સાસુસસરાને રૂબાબ હોય ! માણસને સારી ચીજ મળી ગઈ હોય તો તેનો રૂબાબ હોય ! વાલકેશ્વરના એરિયામાં રહેનારને ત્યાંના સ્થાનનો રૂબાબ હોય તેમ દેવ ગુરુ ધર્મ મળ્યાનો રૂબાબ હોય. આપણને ત્રણ અબજની વસ્તીમાં આ ત્રણ અભૂત ચીજો મળી છે. ૧૪ રાજલોકના સ્ટેટમાં આપણી લોટરી લાગી ગઈ.
પ્રભુની કરુણાભરી આંખ અને સૌમ્યતા ભરી વાત ચોર પણ પારખી શકે.