Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૪૨
તત્વાર્થસૂત્રને સિદ્ધોથી જુદા જે સંસારી જીવે છે તેમની ગતિ સવિગ્રહ અને અવિગ્રહ બંને પ્રકારની હોય છે. આ આશયને પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
જીવની ગતિ બે પ્રકારની છે. સવિગ્રહ અને અવિગ્રહ સામાન્યતયા જીવની બે પ્રકારની ગતિ હોય છે–વિગ્રહ અર્થાત્ વકતાવાળી અને અવિગ્રહ અર્થાત્ સીધી-સરળ. આમાં જે અવિગ્રહગતિ છે તે નિયમથી એક સમય વાળી જ હોય છે આવી ગતિ મેક્ષગામી જીવની જ હોય છે. વિગ્રહવાળી ગતિ એક સમયની બે સમયની અગર તે ત્રણ સમયની હોય છે. જઘન્ય એક સમયની અને ઉત્કૃષ્ટ ત્રણસમયની સમજવી જોઈએ ! આથી એકેન્દ્રિય વગેરે બીજી જાતિમાં સંક્રમણ સમયે અથવા પિતાની જ જાતિમાં સંક્રમણ કરતી વેળાએ સંસારી જીવની વિગ્રહવાળી વક્ર અથવા વગર વિગ્રહની અવગતિ હોય છે.
આ રીતે ક્યારેક વાંકી અને કયારેક સીધી જે ગતિ હોય છે તેનું કારણ ઉપપાતક્ષેત્રની– વિશેષતા જ છે. જે ક્ષેત્રમાં જઈને જીવને જન્મ લે છે તે જે અનુકૂળ હોય તે વચ્ચે ઉપર અગર નીચે, દિશા અગર વિદિશામાં મરીને જેટલી આકાશશ્રેણીમાં અવગાહ હોય તેટલા જ પ્રમાણવાળી શ્રેણને પરિત્યાગ ન કરતે થકે, ચાર વિગ્રહથી પહેલા–પ્રથમ એક બે અગર ત્રણ વિગ્રહ કરીને ઉત્પન્ન થઈ જાય છે પરંતુ એ નિયમ સમઝ જોઈએ નહી કારણ અંતગતિ નિશ્ચિત રૂપથી વિગ્રહવાળી હોય છે પરંતુ જે જીવની ગતિ વિગ્રહવાળી હોય છે તેમની તે વિગ્રહવાળી ગતિ ઉપપાત ક્ષેત્ર મુજબ વધારેમાં વધારે ત્રણ વિગ્રહવાળી હોય છે. આ રીતે સમયની અપેક્ષાથી ચાર (૪) પ્રકારની ગતિ હોય છે એક સમયની અવિગ્રહગતિ, એક વિગ્રહવાળી, બે વિગ્રહવાળી અને ત્રણ વિગ્રહવાળી આનાથી વધુ વિગ્રહવાળી ગતિની શક્યતા નથી કારણકે જીવન એ જ સ્વભાવ છે, પ્રતિઘાતને અભાવ હોય છે અને અધિક વિગ્રહ કરવા માટે જ કઈ કારણ રહેતું નથી.
વિગ્રહને અર્થ છે વકતા, અવગ્રહ અથવા એક આકાશશ્રેણીથી બીજી શ્રેણીમાં જવું. આ તમામ પર્યાયવાચક શબ્દ છે. અભિપ્રાય એવો છે કે ભવાન્તરમાં ઉત્પન્ન થનારા જીવન ઉપપાતક્ષેત્ર જે સમશ્રેણીમાં રહેલું હોય તે તે એજ શ્રેણી અનુસાર કયાય ફંટયા વગર–સીધે જઈને એકજ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. પરંતુ જ્યારે ઉપપાતક્ષેત્ર વિશ્રેણીમાં અર્થાત્ કોઈ બીજી શ્રેણીમાં હોય છે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે એક, બે અગર ત્રણવાર ફંટાય છે, જ્યારે તેને વળવું પડે છે ત્યારે વળાંક મુજબ વધુ સમય લાગે છે. આગમમાં કહ્યું છે—
પ્રશ્ન–ભગવદ્ ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવે આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ ચરમન્તમાં સમુદ્રઘાત કર્યો અને તે આજ રત્નપ્રભા પૃથ્વીના પશ્ચિમ ચરમાન્તમાં અપર્યાપ્ત સૂમ પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થનાર છે તો હે ભગવન્! તે જીવ કેટલા સમયને વિગ્રહ કરીને ઉત્પન્ન થાય છે ?
ઉત્તર–ગૌતમ ! એક સમયનો બે સમયને અથવા ત્રણ સમયને વિગ્રહ કરીને ઉત્પન્ન થાય છે.
પ્રશ્નઃ–ભગવદ્ ! કયા હેતુથી આપે એવું કહે છે? ઉ–ગૌતમ, મેં સાત શ્રેણીની પ્રજ્ઞાપના કરી છે,
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૪૨