________________
તત્વાર્થ સૂત્રના
તત્ત્વાથ દીપિકા——જીવ અને અજીવના આધાર ક્ષેત્ર લાકાકાશ કહેવાય છે. લેાકાકાશથી આગળ બધી તરફ જે શૂન્ય આકાશ છે તે અલેાકાકાશ કહેવાય છે. અહીં સમ્પૂર્ણ આકાશ અભિપ્રેત છે અર્થાત્ સમ્પૂર્ણ આકાશના અને જીવાનાં અર્થાત્ જ્ઞાન, દર્શન રૂપ ઉપયેગવાળા સકળ નારકી, દેવતા, તિર્યંચા અને મનુષ્યાના અનન્ત જેમના અંત નથી, પ્રદેશ હાય છે અર્થાત્ તેમના ન તા સંખ્યાત પ્રદેશ હાય છે અથવા ન અસંખ્યાતા જ હેાય છે.
૯૬
જે લોક અને અલાકમાં સમ્પૂર્ણ રીતે પ્રકાશમાન હાય છે તે આકાશ કહેવાય છે. ૫ ૭ તત્વાથ નિયુકિત-- પૂર્વ સૂત્રમાં ધ, અધમ, લેાકાકાશ અને એક જીવના અસંખ્યાત પ્રદેશ કહ્યાં છે. હવે સમસ્ત આકાશના અને સમસ્ત જીવાનાં અનન્ત પ્રદેશેાની પ્રરૂપણા કરવા માટે કહીએ છીએ-અલેાક શબ્દ અહી ઉપલક્ષણ છે આથી તેના અર્થ છે સમસ્ત આકાશ જેમાં લોક અને અલાક–બંનેને સમાવેશ થઈ જાય છે. આ રીતે સમ્પૂર્ણ આકાશના તથા નારકી આદિ સમસ્ત જીવસમૂહના અનન્ત પ્રદેશ હાય છે.
શકા——અવગાહ આવું આકાશના ઉપકાર છે; આને ફલિતા એ છે કે અવગાહ આપવાના કારણે જ તે આકાશ કહેવાય છે, આ આકાશનુ લક્ષણ લેાકાકાશમાં જ મળી આવે છે, અલાકાકાશમાં નહી કારણ કે અલાકાકાશમાં કોઈ જીવ અગર પુદ્ગલદિ અવગાઢ નથી આથી ત્યાં અવગાહ થવુ' અશકય છે.
સમાધાન—જેવી રીતે ધમ આદિ સંજ્ઞામાત્ર છે તેવી જ રીતે “આકાશ” પણ એક દ્રવ્યની અનાદિકાળથી ચાલી આવેલી સંજ્ઞા માત્ર જ છે.
અથવા—લાકાકાશમાં પણ અવગાહ આપવાની શક્તિ તા વિદ્યમાન જ છે પરંતુ ત્યાં જીવ પુદ્દગલ આદિ કોઈ અવગાહક નહી. હાવાથી તે શક્તિ પ્રગટ થતી નથી. જો ત્યાં કઈ અવગાહક હાત તેા તે પણ અવગાહ પરિણામથી થાત અર્થાત્ જગ્યા આપત પરંતુ ત્યાં કોઇ અવગાહક છે જ નહીં. આ રીતે અલાકાકાશ પણ અવકાશ આપવાની શક્તિવાળુ' હાવાથી તે આકાશ જ કહેવાય છે.
અથવા—અલાકાકાશની જેમ હાવાથી ઉપચારથી આકાશ કહેવાય છે કારણ કે ત્યાં પેાલાણુ દેખાય છે.
ભાવાર્થ એ છે કે લેાકાકાશ અને અલેાકાકાશ કઈ એ જુદાં જુદાં દ્રવ્ય નથી. આકાશ એક અખડ દ્રવ્ય છે જે સર્વવ્યાપી છે પરંતુ તેના જે ભાગમાં ધર્માદ્વિ દ્રવ્ય અર્થાત્પ ચાસ્તિકાય અવસ્થિત છે, તે ભાગ લાક, અને, જે ભાગમાં ધર્માદિ દ્રબ્ય નથી તે અલેાકાકાશ કહેવાય છે. આ રીતે આકાશના જે બે ભેદ કરવામાં આવ્યા છે તે પરનિમિત્તક છે, સ્વનિમિત્તક નથી. આકાશ પાતાના સ્વરૂપથી એક અને અખંડ છે.
શંકા—નિત્ય હેાવાના કારણે આકાશમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કેવી રીતે ઘટીત થઈ શકે છે ? આ લક્ષણ ન હેાવાથી તે વસ્તુ પણ થઈ શકે નહીં. કારણકે જેમાં ઉત્પાદ વગેરે હેય તેને જ વસ્તુ કહી શકાય છે.
સમાધાન—આકાશમાં સ્વાભાવિક પરિણમન થાય છે આથી તેમાં પણ ઉત્પાદ થય અને પ્રૌન્ય ઘટીત થાય છે. જીવા અને પુદ્ગલામાં પ્રયાગ—પરિણામથી પણ ઉત્પાદ આદિ થાય છે. પ્રજ્ઞાપનાના ત્રીજા પદ્મનાં ૪૧માં સૂત્રમાં કહ્યું છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૯ ૬