________________
૧૯૨
તત્ત્વાર્થસૂને બાંધવામાં આવનારા પુદગલમાં જે કર્મના ઉદયથી કઈ વિશિષ્ટ આકૃતિ ઉત્પન્ન થાય છે તે સંસ્થાનકર્મ કહેવાય છે. જે સંસ્થાન સમરસ હોય તે સમચતુરસ કહેવાય છે (૧) માન, ઉન્માન તથા પ્રમાણુની અપેક્ષાથી તેમાં ન તો એછાયાણું હોય છે કે ન વધુપણું.
જેમાં નાભિ (ફૂટી)ના ઉપરના ભાગમાં બધા અવયવ ચતુરન્સ સમચતુષ્કોણ અર્થાત્ ગ્ય લક્ષણવાળા હોય પરંતુ તૂટીની નીચેના ભાગ ઉપર એ પ્રમાણે ન હોય તેને ચોધ પરિમંડળ સંસ્થાન કહે છે (૨) જેમાં પૂંટીથી નીચેના ભાગમાં બધા અવયવ સમચતુસ્ત્ર સમચતુષ્કોણ અર્થાત્ યથાયોગ્ય લક્ષણવાળા હોય પરંતુ ફૂટી ઉપરનો ભાગ નીચેના ભાગ જેવો ન હોય તેને સાદિ સંસ્થાન કહે છે. (૩) જેમાં ડેક, મસ્તક, હાથ અને પગ સમચતુષ્કોણ અર્થાત યથાયોગ્ય લક્ષણવાળા હોય પરંતુ શરીરને મધ્યભાગ-હદય, પીઠ આદિ ઘેડા વિકૃત હોય તેને કુન્જસ સ્થાન કહે છે. (૪) જેમાં શરીરને મધ્યભાગ તથા મસ્તક–ગર્દન, હાથ તથા પગ સમચતુષ્કોણ અને યથારૂપ લક્ષણવાળા હોય પરંતુ પ્રમાણમાં નાના હોય તેમને વામન–સંસ્થાન કહે છે. (૫) જેમાં હાથ પગ આદિ અવયવે પ્રમાણસરના હતાં નથી તેમને હુંડ સંસ્થાન કહે છે (૬).
વર્ણ નામ કમ પાંચ પ્રકારના છે—કૃષ્ણવર્ણનામકર્મ , નીલવર્ણન.મકમ, રક્તવર્ણનામકર્મ પીતવર્ણનામકર્મ, શુકલવર્ણનામકર્મ
ગન્ધ નામકર્મના બે ભેદ છે–સુરભિગંધનામકર્મ અને દુરભિગધ નામકર્મ.
રસ નામકર્મના પાંચ ભેદ છે—તિકતરસ નામકર્મ, કટુકરસ નમકર્મ, કષાયરસ નામકર્મ, અસ્ફરસ નામકર્મ અને મધુરરસ નામકર્મ. | સ્પર્શ નામકર્મ આઠ પ્રકારના છે–કર્કશસ્પર્શ નામકર્મ, મૃદુસ્પર્શ નામકર્મ, ગુરુસ્પર્શ નામકર્મ, લઘુમ્મશ નામકર્મ, શીતસ્પર્શ નામકર્મ, ઉષ્ણસ્પર્શ નામકર્મ, સ્નિગ્ધસ્પર્શ નામકર્મ અને રૂક્ષસ્પર્શ નામકર્મ.
આ વર્ણ–ગ-રસ-સ્પર્શ નામક નામકર્મ શરીરમાં અમુક-અમુક પ્રકારનાં વર્ણ ગંધ આદિને ઉત્પન્ન કરે છે –
અગુરુલઘુ નામ કમ તે છે જે શરીરની અગુરુલઘુતાને નિયામક હોય છે. ગુરુતા, લઘુતા અને ગુરુલઘુતા આ ત્રણ પ્રકારના પરિણામના નિષેધક જે પરિણામ છે તે અગુરુ લઘુ કહેવાય છે. સારાંશ એ છે કે જે કર્મના ઉદયથી બધાં ના શરીર ને તે ઘણા મોટા હોય છે, ન ઘણા નાના હોય છે પરંતુ અગુરુલઘુ પરિણામવાળા હોય છે તે અગુરુલઘુ નામ કર્મ કહેવાય છે. બધાં દ્રવ્ય, સ્થિતિ આદિ અનેક સ્વાભાવથી પરિણત થાય છે તેમાથી અગુરુ લઘુ પરિણામને નિયામક અગુરુ લઘુ નામ કમ છે.
જે નામ કર્મના ઉદયથી પિતાના જ શરીરના અવયવ પિતાને જ દુઃખદાયક હોય છે તે ઉપઘાત નામ કમ છે. બીજાને ત્રાસ અથવા પ્રતિઘાત આદિ ઉત્પન્ન કરવાવાળું એ પરાઘાત નામ કર્મ છે. જે કર્મના ઉદયથી કેઈ વિદ્વાન દર્શનમાત્રથી એજસ્વી પ્રતીત થાય છે અને કોઈ સભામાં પહોંચી જઈને વાક ચાતુર્યથી અન્ય શ્રોતાઓને ત્રાસ ઉત્પન્ન કરે છે અથવા બીજાની પ્રતિભાને પ્રતિઘાત કરે છે તે પરાઘાત મામ કર્મ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
૧૯૨