Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 326
________________ ૩૧૨ તત્વાર્થસૂત્રને આદિ શબ્દથી કમશઃ તેમના વર્ણ આદિ સમજવા જોઈએ. આ છ વર્ષઘર પર્વતનું અર્થાત્ સુદ્રહિમાવાન, મહાહિમાવાન, નિષધ, નીલવંત, રૂકિમ અને શિખરી કમશઃ સ્વર્ણવર્ણ રનમય તપનીય વૈર્ય, રજત અને તેમના રંગના છે. આ છએ પર્વતને પાર્થભાગ મણિઓથી ચિત્ર-વિચિત્ર છે તથા તેમનો વિસ્તાર ઉપર અને નીચે બરાબરબરાબર છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાં ૭૨–૭૯-૮૩–૧૧૦ અને ૧૧૧ માં કહેવામાં આવ્યું છેજમ્બુદ્વીપમાં ક્ષુદ્રહિમવાન પર્વત પૂર્ણરૂપથી સ્વર્ણમય છે, સ્વચ્છ છે, ચિકણો–અર્થાત અતિ સુન્દર છે. મહાહિમવાન પર્વત સર્વ રત્નમય છે, નિષધ સર્વ તપનીયમય છે, નીલવાન પર્વત સર્વવૈર્યમય છે, રૂકિમ પર્વત, સર્વરૂધ્યમય છે અને શિખરી પર્વત સર્વ રત્નમય છે. સ્થાનાંગસૂત્રનાં દ્વિતીય સ્થાન, ત્રીજા ઉદ્દેશક, ૮૭માં સૂત્રમાં કહ્યું છે –“આ છ એ પર્વત આયામ, વિષ્કભ, અવગાહ સંસ્થાન (આકાર) તથા પરિધિની અપેક્ષા તદ્દન સમાન છે. તેમનામાં કેઈ ભિન્નતા નથી, જુદાપણું નથી, પરસ્પરમાં વિરોધાભાસી નથી. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિના સૂત્ર ૭રમાં કહ્યું છે...આ પર્વત બંને બાજુએ બે પદ્મવર વેદિકાએથી તથા બે વનખડેથી ઘેરાયેલા છે.” તે ક્ષુદ્રહિમવન્ત આદિ છએ વર્ષધર પર્વતની ઉપર ક્રમથી છ મહાહુદ છે જેમના નામ આ પ્રમાણે છે–પદ્યહુદ મહાપદ્માહુદ-તિગિચ્છાહુદ, કેસરીખુદ, પુંડરિકલ્હદ અને મહાપુન્ડરિકહુદ. આમાંથી પ્રથમ પહદ એક હજાર જન લાંબો છે, પાંચસો યોજન પહોળો છે અને દસ યોજન અવગાહવાળો (ઊંચાઈ) છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં પદ્મહદના પ્રકરણમાં કહ્યું છે–શુદ્રહિમવાનું પર્વતના સમતલ ભાગની વચ્ચે વચ્ચે એક વિશાળ પદ્ધહુદ નામનું સરોવર છે તે પૂર્વ-પશ્ચિમમાં લાંબું છે, ઉત્તરદક્ષિણમાં પહેલું છે. તેની લંબાઈ એક હજાર ચોજનની પહોળાઈ પાંચસો જનની અને ઊંડાઈ (નીચાઈ) દસ જનની છે તે સ્વચ્છ છે તે પડ્યહુદની મધ્યમાં એક જન લાંબુ અને પહોળું એક પુષ્કર નામનું કમળ છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૭૩ પદ્મહદના પ્રકરણમાં કહ્યું છે-- “તે પદ્યહુદની બરાબર મધ્યભાગમાં એક વિશાળ પદ્મ કહેવામાં આવ્યું છે. તે એક એજન લાંબુ-પહોળું છે અડધે જિન ઉંચું છે અને દસ યોજન ઊંડું છે પાણીથી બે ગાઉ ઉંચું છે તેનું સમગ્ર પરિ. માણ થોડું વધારે દસ ચાજનનું કહેવામાં આવ્યું છે. પધહદનું જે પરિમાણુ કહેવામાં આવ્યું છે તેની અપેક્ષા મહાપદ્યહુદનું અને મહાપબ્રાહદની અપેક્ષા તિબિચ્છખુદનું પરિમાણ બમણું–બમણું છે એવી જ રીતે તેમાં રહેલાં કમળનું પરિમાણ પણ બમણુબમણુ છે, જે પરિમાણ દક્ષિણ દિશાના આ હદે અને પુષ્કરોનું છે તે જ ઉત્તર દિશાના સરોવરો તથા કમળનું છે. જેમકે તિગિછની માફક શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૧ ૨

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344