Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 336
________________ ૩૨૨ તત્વાર્થસૂત્રને કાળના ત્રીજા આરાની શરૂઆતમાં મનુષ્ય એકસોવીસ વર્ષની આયુષ્યવાળા અને સાત હાથ ઉંચા શરીરવાળા હોય છે. ઉત્સર્પિણીના ચોથા આરાની શરૂઆતમાં મનુષ્ય કરોડ પૂર્વની આયુષ્ય અને પાંચસે ધનુષ્યની શરીરની અવગાહનાવાળા હોય છે. ઉત્સર્પિણીના પાંચમાં આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય એક પોપમનું અને શરીરની ઉંચાઈ એક ગાઉની હોય છે. ઉત્સપિણીકાળના છઠ્ઠા આરાની શરૂઆતમાં બે પલ્યોપમનું આયુષ્ય હોય છે અને બે ગાઉનું શરીર હોય છે આ છઠ્ઠા આરાના અન્તમાં મનુષ્યનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની હોય છે. ઉત્સપિણીકાળના ચોથા પાંચમા અને છઠ્ઠા આરામાં એક પ્રકારની પણ ઈતિ હોતી નથી. મનુષ્ય બધાં પ્રકારના ઉપદ્રવોથી રહિત હોય છે. સ્થાનાંગસૂત્રના દ્વિતીય સ્થાનના સૂત્ર ૮માં કહ્યું છે–જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બંને કુરુક્ષેત્રમાં અર્થાત્ દેવકુરુ અને ઉત્તરકુરુમાં મનુષ્ય સુષમસુષમા રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભેગ કરતા થકાં વિહાર કરે છે. જમ્બુદ્વીપના બે વર્ષોમાં અર્થાત હરિવર્ષ અને રમ્યક વર્ષમાં મનુષ્ય સદા સુષમા રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભોગ કરતા થકાં રહે છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બે વર્ષોમાં અર્થાત્ હૈમવત્ અને હિરણ્યવત નામક ક્ષેત્રોમાં મનુષ્ય સદા સુષમદુષમ રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને ઉપભોગ કરતા રહે છે જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બે ક્ષેત્રોમાં અર્થાત્ પૂર્વવિદેહ અને અપર વિદેહમાં મનુષ્ય સદૈવ દુષમસુષમ રૂપ ઉત્તમ ઋદ્ધિને પ્રાપ્ત કરીને તેને પરિગ કરતા થકાં વિચરે છે. જમ્બુદ્વીપ નામક દ્વીપમાં બે ક્ષેત્રોમાં મનુષ્ય છ પ્રકારના કાળને અનુભવ કરે છે આ બે ક્ષેત્ર છે–ભરત અને ઐરવત ભગવતીસૂત્રના પાંચમાં શતકમાં પ્રથમ ઉદ્દેશકમાં પણ કહ્યું છે—જમ્બુદ્વીપ નામક દ્વીપમાં સુમેરૂ પર્વતથી પૂર્વ અને પશ્ચિમમાં ન તો ઉત્સર્પિણી કાળ હોય છે કે નથી આવસર્પિણી કાળ. ત્યાં કાળ સદૈવ અવસ્થિત અર્થાત્ એક સરખો રહે છે . ૨૯ દિમવાદ કરાયુig' ઇત્યાદિ સવાથ–હૈમવત ક્ષેત્રથી લઈને ઉત્તરકુરુ સુધી દક્ષિણ અને ઉત્તરમાં મનુષ્ય એક, બે, ત્રણ પપિયમની સ્થિતિવાળા તથા બંને વિદેહ ક્ષેત્રમાં સંખ્યાત કાળના આયુષ્યવાળા હોય છે ૩૦ તત્વાર્થદીપિકા–અગાઉ કહેવામાં આવ્યું છે કે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના નિમિત્તથી ભરત અને અરવતક્ષેત્રમાં મનુષ્યનાં ઉપભોગ, આયુષ્ય તથા શરીરની અવગાહના આદિમાં વૃદ્ધિ, અને હાસ થતાં રહે છે. હવે હંમવત હરિવર્ષ રમ્યક વર્ષો હેરવત, દેવકુરુ ઉત્તરકુરુ તથા પૂર્વ વિદેહ અને પશ્ચિમ વિદેહમાં મનુષ્યની સ્થિતિની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ– હૈમવતથી લઈને ઉત્તરકુરુ પર્યન્ત અર્થાત્ હૈમવત, હરિવર્ષ, રમ્યકવર્ષ,-હરણ્યવત દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં યથાક્રમથી મનુષ્ય એક, બે અને ત્રણ પલપમની આયુષ્ય શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૩૨૨

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344