________________
ગુજરાતી અનુવાદ અ. ૫ બેબેની સંખ્યા પુષ્કરદ્વીપમાન કહેવાનાકારણની પ્રરૂપણા સૂ. ૩૨ ૩૨૭
તાત્પર્ય એ છે કે પુષ્કરાર્ધમાં બે-બે ભરત આદિ ક્ષેત્રનું તથા હિમાવાન આદિ પર્વતેનું અસ્તિત્વ કહેવામાં આવ્યું છે; સંપૂર્ણ પુષ્કરદ્વીપમાં કહેલું નથી. આમ મનુષ્ય લેક માનુષત્તર પર્વતથી પહેલા–પહેલાનો જ ભાગ કહેવાય છે અને તેમાં જમ્બુદ્વીપ, ધાતકીખણ્ડ દ્વીપ અને અડધો પુષ્કરદ્વીપ. એ અઢી દ્વિપ અને લવણ સમુદ્ર તથા કાલેદધિ સમુદ્ર નામક બે સમુદ્ર સમ્મિલિત છે. તેમાં પાંચ મન્દર પર્વત છે, પાંચ-પાંચ ભરત ક્ષેત્ર આદિ સાતે ક્ષેત્રે હોવાથી ૭+૫ = ૩૫ ક્ષેત્ર છે, પાંચપાંચ હિમવન્ત આદિ પર્વત હોવાથી કુલ ૬૮૫= ૩૦ પર્વત છે, પાંચ દેવકુરુ છે, પાચ ઉત્તરકુરુ છે, ૧૬૦ ચક્રવતી-વિજય છે, બસો પંચાવન જનપદ છે અને છપન અન્તદ્વીપ છે.
મનુષ્યલોકની સીમા નકકી કરનારો, મહાનગરના મહેલ જેવો, સોનેરી, પુષ્કરદ્વીપના અડધા-અડધા બે વિભાગ કરનારો, એક હજાર સાતસો એકવીશ જન ઉંચે, ચારત્રીસ પૂર્ણાક એક ચતુર્ભાશ (૪૩૦ચું) જન પૃથ્વી તળમાં ઘસેલે અને ઉપરના ભાગમાં વિસ્તીર્ણ એ માનુષાર પર્વત છે.
મનુષ્ય બે પ્રકારના હોય છે—સંમૂર્ણિમ અને ગર્ભજ, સંમૂચ્છિમ ચૌદ પ્રકારના છે. ઉચ્ચાસ્વા વગેરે ગર્ભજ ત્રણ પ્રકારના છે. કર્મભૂમિ અકર્મભૂમિ અને અન્તર દ્વીપજ કર્મભૂમિ મનુષ્ય પંદર પ્રકારના છે, પાંચ ભરત, પાંચ ઐરવત અને પાંચ મહાવિદેહ અકર્મભૂમિ ત્રીસ પ્રકારની છે, પાંચ હૈમવત પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ પાંચ રમ્યકવાસ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તર કુરુ એ ત્રીસ અકર્મભૂમિના મનુષ્ય છે, છપ્પન અંતદ્વીપના મનુષ્ય છે, અદ્ધિ પ્રાપ્ત અનેક પ્રકારના છે, તીર્થકર ચક્રવર્તી આદિ અવૃદ્ધિ પ્રાપ્ત અનેક પ્રકારનાં છે, કલાચાર્ય, શિલ્પાચાર્ય..આદિ ૩રા
મમ્મી મg પ્રવ’ ઇત્યાદિ સુત્રાર્થ–ભરત, ઐરાવત અને વિદેહ ક્ષેત્ર કર્મભૂમિ છે. આની સિવાયના બધાં ક્ષેત્ર અકર્મભૂમિ છે. ૩૩
તરવાથદીપિકાઆની પહેલાં કર્મભૂમિજ મ્યુચ્છનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે તે કર્મભૂમિ ક્યાં છે ? આ જિજ્ઞાસાના સમાધાન અર્થે કહે છે–
ભરત, એરવત અને વિદેહક્ષેત્ર કર્મભૂમિ છેઆ સિવાય હૈમવત વર્ષ, હરિવર્ષ, રમ્યકવર્ષ, હરણ્યવત વર્ષ, દેવકુરુ અને ઉત્તર કુરુ આ છ ક્ષેત્ર અકર્મભૂમિ –ભેગભૂમિઓ છે.
આ પ્રકારે અઢી દ્વિીપના પાંચ ભરત પાંચ એરવત અને પાંચ મહાવિદેહ આ પંદર કર્મભૂમિ કહેવાય છે. પાંચ હૈમવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક વર્ષ, પાંચ હૈરણ્યવત વર્ષ, પાંચ દેવકુરુ તથાં પાંચ ઉત્તર કુરુ એમ ત્રીસ તથા છપન્ન અખ્તઢીંપ અકર્મભૂમિ અથવા ભોગભૂમિ છે. ૩૩
તવાર્થનિર્યુકિત–પાછલા સૂત્રમાં કર્મભૂમિજ સ્વેચ્છનું પ્રરૂપણ કરવામાં આવ્યું હવે અત્રે કર્મભૂમિઓની પ્રરૂપણા કરવામાં આવી રહી છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૩૨૭