________________
ગુજરાતી અનુવાદ ક્ષેત્રમાં મનુષ્ય અને પંચેદ્રિયાના આકાષ્યનું નિરૂપણ સૂ. ૩૪ ૩૨૯
મનુષ્ય અને તિયાની સ્થિતિ બે પ્રકારની કહેવામાં આવી છે–ભાવસ્થિતિ અને કાયસ્થિતિ મનુષ્યને અથવા તિર્યંચને જન્મ પામીને જીવ તે જન્મના જેટલા કાળ સુધી જીવિત રહે છે તે તેની અવસ્થિતિ કહેવાય છે. કોઈ જીવ મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને જીવિત રહે છે. પછી આયુષ્યને અન્ત આવવાથી મૃત્યુ પામે છે અને પુનઃ મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે આ રીતે જેટલા કાળ સુધી તે લગાતાર મનુષ્ય ભવ કરે છે. આ કાળમર્યાદાને કાયસ્થિતિ કહે છે. એવી જ રીતે તિર્યંચ જેટલા ભવ સુધી લગાતાર તિર્યંચપર્યાયમાં ચાલુ રહે છે તે તેની કાયસ્થિતિ કહેવાય છે. આ કાયસ્થિતિ મનુષ્ય અને તિર્યંચની જ હોય છે કારણ કે એમના જ લગાતાર અનેક ભવ થઈ શકે છે. દેવતા અને નરકના લગાતાર અનેક ભ હોતાં નથી અર્થાત્ દેવ મરીને પુનઃ દેવ અને નરકના જીવ મરીને ફરીવાર નારક થતાં નથી આથી તેમની ભવ સ્થિતિથી જુદી કે કાયસ્થિતિ હોતી નથી. જેટલી ભવસ્થિતિ છે તેટલી જ એમની કાયસ્થિતિ હોય એમ કહેવાનું છે.
મનુષ્યની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પાપમની અને જઘન્ય અન્તર્મુહર્તાની છે. ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત-આઠ ભવગ્રહણ પ્રમાણ સમજવી જોઈએ.
ધારો કે કરોડ પૂર્વ આયુષ્યવાળો મનુષ્ય મરીને કરડ પૂર્વ આયુષ્યવાળા મનુષ્યના રૂપમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થાય તો તે લગાતાર સાત વાર જ થાય છે. આઠમી વાર દેવકુરુ-ઉત્તર કુરુમાં ઉત્પન્ન થાય છે અને ત્યારબાદ દેવલોકમાં ગમન કરે છે.
તિર્યંચોની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પલ્યોપમની અને જઘન્ય અન્તર્મુહુર્તની સમજવી જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રના અધ્યયન ૩૬ની ગાથા ૧૯૮માં કહ્યું છે--
મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમ અને જઘન્ય અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે.
પ્રજ્ઞાપના સૂત્રના ચોથા પદમાં કહ્યું છે- હે ભગવાન ! મનુષ્યની સ્થિતિ કેટલા કાળની કહેવામાં આવી છે ?
ઉત્તર–હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્તાની ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની.
સમવાયાંગ સૂત્રના ત્રીજા સમવાયમા પણ કહેવામાં આવ્યું છે-“અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પાપમની કહેવામાં આવી છે.”
ઉત્તરાધ્યયનના ૩૬માં, અધ્યયનમાં કહ્યું છે–સ્થળચર તિનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું અને જઘન્ય અન્તર્મુહૂર્તનું કહેવામાં આવ્યું છે--
પુનઃ પ્રજ્ઞાપના સૂત્રનાં ચોથા પદમાં કહ્યું છે–ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર પંચેન્દ્રિય તિયાના વિષયમાં પૃચ્છા અર્થાત્ તેમનું આયુષ્ય કેટળા કાળનું છે ?
ઉત્તર---જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પાપમ.
૪૨
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૩૨૯