Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 321
________________ ગુજરાતી અનુવાદ અ. ૫ વિભાજીત થયેલા સાતક્ષેત્રોની પ્રરૂપણ સૂ૦ ૨૨ ૩૦૭ સ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનમાં કહ્યું છે–જબૂદ્વીપમાં સાત વર્ષ–ક્ષેત્ર કહેવામાં આવ્યા છે તે આ પ્રકારે–ભરત, ઐરાવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યકવર્ષ તથા મહાવિદેહ.” (૧) ભરતવર્ષ હિમવાન પર્વની દક્ષિણમાં અવસ્થિત છે તેની દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વમાં ત્રણે બાજુ લવણસમુદ્ર છે તે ધનુષ્યના આકારનો છે. તાત્ય નામક પર્વત અને ગંગા-સિધુ નામની બે મહાનદિઓથી વિભાજિત હોવાથી તેના છ ટુકડા થઈ ગયા છે. (૨) હૈમવતવર્ષ–ચુલ્લહિમવાન પર્વતથી ઉત્તરમાં અને મહાહિમવાન પર્વતથી દક્ષિણમાં હૈમવતવર્ષ છે તેની પૂર્વ તથા પશ્ચિમે લવણસમુદ્ર છે. (૩) હરિવર્ષ–નિષધ પર્વતથી દક્ષિણમાં અને મહાહિમવાનું પર્વતથી ઉત્તરમાં સ્થિત છે. એની પૂર્વ તથા પશ્ચિમે લવણ સમુદ્ર છે. (૪) મહાવિદેહવર્ષ-નિષધ પર્વતથી ઉત્તરમાં અને નીલપર્વતથી દક્ષિણમાં મહાવિદેહ ક્ષેત્ર છે. એની પૂર્વ તથા પશ્ચિમે લવણસમુદ્ર છે. (૫) રમ્યકવર્ષ–નીલ પર્વતથી ઉત્તરમાં અને રુકિમ પર્વતથી દક્ષિણમાં, પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રની વચમાં છે. () હૈરણ્યવત-રુકિમ પર્વતથી ઉત્તરમાં અને શિખરી પર્વતથી દક્ષિણમાં પૂર્વ– પશ્ચિમ લવણસમુદ્રની મધ્યમાં સ્થિત છે. (૭) એરવતવર્ષ–શિખરી પર્વતથી ઉત્તરમાં છે. આ ત્રણ દિશાઓમાં લવણસમુદ્રથી ઘેરાયેલું છે. વિજયાર્ધ પર્વત તથા રક્તા અને રક્તદા નામની નદિઓથી વિભક્ત થવાના કારણે એના છ ખડ થઈ ગયા છે. સારાંશ એ છે કે આગળ ઉપર કહેવામાં આવનારા છ કુલ પર્વતથી વિભક્ત થવાના કારણે ઉક્ત સ્વરૂપવાળા સાત ક્ષેત્ર જમ્બુદ્વીપમાં છે. ૨૨ જમ્બુદ્વીપનું સ્વરૂપ લંબાઈ-પહોળાઈ આદિ પહેલાં જ વર્ણવવામાં આવી ગયેલ છે તેમાં રહેલાં સાત ક્ષેત્રના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે સૂત્ર કહીએ છીએ– “વિમા' ઈત્યાદિ સૂવાથ–ઉક્ત સાત ક્ષેત્રને વિભાજિત કરનારા, પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા ચુલ્લ– હિમવન્ત, મહાહિમવન્ત, નિષધ, નીલવન્ત, રુકિમ અને શિખરિ નામક છ વર્ષધર પર્વત છે. ૨૩ - તવાથદીપિક–પૂર્વસૂત્રમાં જમ્બુદ્વીપમાં વિદ્યમાન ભરતવર્ષ આદિ સાત ક્ષેત્રનું નિરૂપણ કરવામાં આવ્યું હવે તે ક્ષેત્રોને વિભક્ત કરનારા ચુલ્લહિમવન્ત આદિ છ વર્ષધર પર્વતની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ— જમ્બુદ્વીપમાં સ્થિત ભરતવર્ષ આદિ ક્ષેત્રનું વિભાજન કરવાવાળા, પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્ર સુધી ફેલાયેલા, પિતાના પૂર્વ તથા પશ્ચિમ છેડાઓથી લવણસમુદ્રને સ્પર્શ કરવાવાળા શુદ્રહિમવાન, મહાહિમાવાન, નિષધ, નીલ, રુકિમ અને શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ३०७

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344