Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 304
________________ ૨૯૦ તત્વાર્થસૂત્રને વગેરેમાં પણ ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના એટલી જ હોય છે. ઉત્કૃષ્ટ અવગાહના રત્નપ્રભામાં સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ આંગળની છે. આ પરિમાણ જે બતાવવામાં આવ્યું છે તેને તેનાથી અડધા આંગળની અપેક્ષાથી સમજવું જોઈએ. પરમાણુ આદિના કમથી આઠ યવમધ્યને એક આંગળ કહે છે. ચોવીસ આંગળને એક હાથ થાય છે અને ચાર હાથને એક ધનુષ્ય થાય છે. રત્નપ્રભા વૃશ્વિમાં શરીરની જેટલી ઉત્કૃષ્ટ અવગાહના દર્શાવાઈ છે તેનાથી બમણી શર્કરાપ્રભામાં હોય છે. શર્કરા પ્રભાથી બમણી વાલુકાપ્રભામાં, એવી રીતે સાતમી પૃથિવ સુધી બમણુંબમણું અવગાહના થતી જાય છે. નારકોના ઉત્તર વૈકિય શરીર આ રીતના હોય છે– રત્નપ્રભા પૃથ્વિમાં જઘન્ય આંગળના સંખ્યામાં ભાગ પ્રમાણ અને શર્કરામભા વગેરેમાં પછીની છએ પૃથ્વિએમાં પણ આગળના સંખ્યામાં ભાગની જઘન્ય અવગાહના હોય છે. તાત્પર્ય એ છે કે નારક જીવ અગર નાનામાં નાના શરીરની વિક્રિયા કરે તો તે આગળના સંખ્યામાં ભાગની હોય છે ! ૧૩ છે “અvorumોટીરિયડુવાર’ સૂત્રાર્થ–નારક છે અંદરો અંદર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરતા રહે છે ૧૪ તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં નારકના સ્વરૂપનું અને તેમને કંઠી, ગરમીથી થતાં દુઃખનું પ્રરૂપણ કરવામાં આવ્યું. હવે એ પ્રતિપાદિત કરીએ છીએ કે તેમને બીજી રીતે પણ દુઃખને અનુભવ થાય છે – નારક જીવ પરસ્પરમાં પણ એક-બીજાને દુ:ખ ઉપજાવતાં રહે છે. નારક જીવ શા માટે અ ન્ય દુઃખ ઉત્પન્ન કરે છે ? એવા પ્રશ્નનો જવાબ એ છે કે તેઓ ભવપ્રત્યાયિક અવધિજ્ઞાન દ્વારા અને મિથ્યાદર્શનના ઉદયથી વિર્ભાગજ્ઞાન દ્વારા દૂરથી જ દુઃખના કારણોને જાણીને પરસ્પરમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે જ્યારે એક નારક બીજા નારકની સમીપ આવે છે ત્યારે એકની બીજા ઉપર નજર પડતાંની સાથે જ તેને ક્રોધાગ્નિ ભડકે બળવા લાગે છે તેમને પૂર્વભવમાં બાંધેલા વેરનું સ્મરણ થઈ આવે છે, તેઓ પરસ્પર તીવ્ર વૈરભાવવાળા થઈ જાય છે અને તેઓ કુતરા અને શિયાળની જેમ તથા ઘોડા અને ભેંસની માફક પરસ્પરમાં આઘાત પ્રત્યાઘાત કરવા લાગે છે. પિતાની વિક્રિયાશક્તિ દ્વારા તેઓ તલવાર, ભાલા, બરછી, શક્તિ, તેમર કુન્ત તથા અયોઘન વગેરે શાની વિકિયા કરીને એક-બીજાને માંહોમાહે અત્યન્ત તીવ્ર દુઃખની ઉદીરણું કરે છે–દુઃખ ઉત્પન્ન કરે છે . ૧૪ તત્ત્વાનિયુકિત-આની પહેલાં નાક જીની પ્રરૂપણ કરવામાં આવી. સાત નરકભૂમિઓમાં કેટ-કેટલાં નરકાવાસ છે, તેમનામાં ક્યાં અને કઈ જાતની અશુભ લેશ્યા હોય છે, તેમના સ્પર્શાદિ પરિણામ ભવધારણીય અને ઉત્તર ક્રિય શરીર, તીવ્ર વેદના વિઝિયા વગેરેનું નિરૂપણ કરી ગયા. હવે એ બતાવીએ છીએ કે નાક જીવ પૂર્વભવમાં બાંધેલા વેરનું મરણ કરીને અંદરોઅંદર એકબીજાને દુઃખ ઉત્પન્ન કરે છે– નારક જીવ આપસ આપસમાં એક બીજાને દુઃખ ઉત્પન્ન કરે છે. તાત્પર્ય એ છે કે નરકક્ષેત્રના સ્વાભાવિક અનુભવથી ઉત્પન્ન થનારા અશુભ પુદ્ગલ પરિણામથી તથા પૂર્વભવમાં બાંધેલાં શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧ ૨૯૦

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344