________________
૩૦૦
તત્વાર્થસૂત્રને અઢી ઉધાર સાગરોપમની સમયરાશિની બરાબર અસંખ્યાત સમજવું જોઈએ. આ ઉધાર સાગરોપમ ઉધાર પલ્યોપમથી નિષ્પન્ન થાય છે. જેમ કે-એક કેઈ પલ્ય આધારપાત્ર-જે એક એક ચેજન આયામવિષ્કલવાળું અર્થાત એક એજનનું લાંબુ તથા એક
જનનું પહોળું તથા એક એજનનું ઊંડું તથા આ માપથી થોડું વધારે ત્રણ ગણી પરિધિ ગોળાઈવાળું હોય, તે પલ્ય એક બે ત્રણ ઉત્કૃષ્ટથી સાત રાત્રિના ઉગેલા બાલાથી એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે જે બાલાઝને ન અગ્નિ બાળી શકે, ન વાયુ ઉડાવી શકે અને ન તે પાણી તેને ભીનું કરી શકે. આવી રીતે ઠાંસીને ભરેલા પાલ્યમાંથી પ્રતિ સમય એક એક બાલાગ્ર કાઢવામાં આવે તો જેટલા સમયમાં તે પલ્ય રિક્ત–ખાલી થાય તેટલા કાલ પ્રમાણનો એક ઉધાર પલ્યોપમ થાય છે આવા દસ કરડાકરેડ ઉધાર પલ્યોપમ થાય છે ત્યારે એક ઉધ્ધાર સાગરોપમ થાય છે. આ પ્રકારના અઢી ઉધાર સાગરોપમેમાં જેટલા સમય હોય છે તેટલાં જ દ્વીપ અને સમુદ્ર છે.
આ દ્વીપે અને સમુદ્રોની અવસ્થિતિ અનુકમથી આ પ્રકારે છે–પહેલા દ્વીપની પછી પહેલે સમુદ્ર છે, બીજા દ્વીપની પછી બીજો સમુદ્ર છે, ત્રીજા દ્વીપની પછી ત્રીજે સમુદ્ર છે ઈત્યાદિ કમથી પહેલા દ્વીપ પછી સમુદ્ર પછી દ્વીપ અને સમુદ્ર એવી રીતે અનુક્રમથી દ્વીપ અને સમુદ્ર છે. દાખલા તરીકે–સર્વપ્રથમ જમ્બુદ્વીપ નામક દ્વીપ છે તેને ચારે બાજુએથી ઘેરીને લવણદધિ નામક સમુદ્ર છે; ત્યારબાદ લવણદધિ સમુદ્રને ચારે તરફથી ઘેરીને ધાતકીખન્ડ નામનો દ્વીપ છે પછી કાલેદધિ નામક સમુદ્ર છે, ત્યાર બાદ પુષ્કરવર નામક દ્વીપ અને પુષ્કરદધિ સમુદ્ર છે પછી વરૂણવર દ્વીપ અને વરૂણોદધિ સમુદ્ર છે, પછી ક્ષીરવર નામક દ્વીપ અને ક્ષીરદધિ સમુદ્ર છે પછી વૃતવર નામક દ્વીપ અને ઘોદધિ સમદ્ર છે પછી ઈશ્કવર નામક દ્વીપ અને ઈક્ષુવરદધિ સમુદ્ર છે પછી નંદીશ્વર નામક દ્વીપ અને નદીશ્વરોદધિ સમુદ્ર છે પછી અરૂણવર નામક દ્વીપ અને અરૂણવરોદધિ નામક સમદ્ર છે આ ક્રમથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે.
બધાં જ દ્વીપે અને સમુદ્રોને નામે લેખ:કરીને ગણતરી કરવાનું શક્ય નથી કારણું છે તેઓ અસંખ્યય છે. જમ્બુદ્વીપ, અનાદિ કાળથી છે અને તેનું જમ્બુદ્વીપ એ નામ પણ અનાદિ કાળથી છે. જેની ચારે બાજુએ પાણી હોય તે દ્વીપ, આ વ્યુત્પત્તિ મુજબ ચારે તરફ જળથી ઘેરાયેલી જમીનને જે ભાગ હોય છે તે દ્વીપ કહેવાય છે.
જઅદ્વીપ તથા લવણસમુદ્ર આદિ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને આ જે સમહ છે, બધાં જ આ રત્નપ્રભા પ્રવિની ઉપર આવેલા છે. આટલી જ તિર્થંક લેકની સીમા છે. સ્વયંભૂરમણ સમુદ્રથી આગળ તિછ લોક નથી.
જીવાભિગમ સૂત્રમાં ત્રીજી પ્રતિપત્તિ, બીજા ઉદ્દેશક સૂત્ર ૧૮૬માં દ્વિીપપ્રકરણમાં કહેવામાં આવ્યું છે
પ્રશ્ન—-ભગવદ્ ! જમ્બુદ્વીપ કેટલા કહેવામાં આવ્યા છે ? ઉત્તર–ગૌતમ ! જમ્બુદ્વીપ નામથી અસંખ્યાત દ્વીપ કહેવામાં આવ્યા છે. પ્રશ્ન–ભગવન્! લવણસમુદ્ર કેટલાં કહેવામાં આવ્યા છે?
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧