________________
ગુજરાતી અનુવાદ. અ. ૩. જ્ઞાનાવરણ વિ. કર્મપ્રકૃતિના અનુભાવ બંધનું નિરૂપણ ૨૧ ૨૦૧
સંહનન, સંસ્થાન, વર્ણ, સ્પર્શ, રસ, ગંધનામકર્મ, અંગોપાંગનામકર્મ, સર્વ શરીર નામ કર્મ, અગુરુ લઘુ પરાઘાત, ઉપઘાત, આતપ, ઉદ્યોત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભનામ કર્મ, તથા એમનાથી વિપરીત અર્થાત્ સાધારણ શરીર અસ્થિર અને અશુભ નામ કર્મ આ બધી કર્મ પ્રકૃતિએ પુદ્ગલ વિપાકિની છે. આયુષ્યકર્મની ચારેય પ્રકૃતિએ ભાવવિપાકી છે, અનુપૂર્વ કર્મ ક્ષેત્રવિપાકી છે અને બાકીની બધી પ્રવૃતિઓ જીવવિપાકી છે.
પ્રશ્ન—-અન્ય પ્રકારથી બાંધેલા કર્મ અન્ય પ્રકારથી કંઈ રીતે ભગવાય છે?
ઉત્તર–ઉકત કારણથી ઉત્પન્ન થયેલ વિપાકરૂપ અનુભાવ બે પ્રકારથી પ્રવૃત્ત થાય છે. સ્વમુખે અને પરમુખે જ્ઞાનાવરણ આદિ બધી મૂળ પ્રકૃતિને અનુભાવ સ્વમુખે જ થાય છે, પરમુખે નહીં. જ્ઞાનાવરણ કર્મ, દર્શનાવરણ કર્મના રૂપે ફળ આપતું નથી; એવી જ રીતે કઈ પણ મૂળ પ્રકૃતિનું બીજી મૂળ પ્રકૃતિમાં સંક્રમણ થતું નથી પરંતુ એક જ કર્મની ઉત્તરપ્રકૃતિઓ સજાતીય અન્ય પ્રકૃતિના રૂપમાં પરિણત થઈ જાય છે એવી જ રીતે તેમને વિપાક પરમુખે પણ થાય છે જેમ કે મતિ-જ્ઞાનાવરણને શ્રુતજ્ઞાનાવરણના રૂપમાં વિપાક થઈ જાય છે અને શ્રુતજ્ઞાનાવરણનું મતિજ્ઞાનાવરણના રૂપમાં સંક્રમણ થઈ શકે છે. આમ જ્ઞાનાવરણ કર્મની પાંચે ય પ્રકૃતિઓ પરમુખે અર્થાત રૂપાંતરથી પણ ફળ પ્રદાન કરે છે.
પરંતુ ઉત્તર પ્રવૃતિઓના સંક્રમણમાં પણ શેડો અપવાદ છે. ચાર પ્રકારની આયુષ્યકમની પ્રકૃતિનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી અર્થાત કોઈ પણ એક આયુષ્ય બીજા આયુષ્યના રૂપમાં પરિવર્તન કરી શકાતું નથી એવી જ રીતે દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય, છે તે એક મેહનીય કર્મની જ ઉત્તર પ્રકૃતિએ પરંતુ તેમનું પણ એક બીજામાં સંક્રમણ થઈ શકતું નથી, દા. ત. નરકાયુ તિર્યંચાયુના રૂપમાં બદલી શકાતું નથી અને દર્શન મેહનીય ચારિત્ર મેહનીયના રૂપમાં પિતાનું ફળ આપતું નથી તથા ચારિત્ર મેહનીય દર્શનમોહનીયના રૂપમાં પરિપાક થઈ શકતો નથી.
આવી રીતે કર્મ વિપાકફળનો અનુભવ કરતે થકે જીવ કર્મના કારણે જ અનાગ વીર્ય પૂર્વક કર્મનું સંક્રમણ કરે છે.
આવી જ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય પરિણતિવાળો આત્મા જ્ઞાનાવરણ વગેરે કર્મોના વિપાકને અનુભવ કરતો થકે કર્મના કારણે, અન્ય નિમિત્ત વગર જ અનાગ વિર્ય પૂર્વક કર્મનું સંક્રમણ કરે છે. નિમિત્તહીન અનાભોગ જ્ઞાનાવરણ વગેરેનો ઉદય કહેવાય છે. આભેગ કરવાવાળા અર્થાતુ કર્મફળ વિપાકને ભેગવવાવાળા આત્માની વિશેષ ચેષ્ટા આભોગવીર્ય કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઈરાદાપૂર્વક જે પ્રયત્ન કરવામાં આવે છે તેને આગવીય કહે છે અને વગર વિચાર્યું, અજાણતામાં જે ચેષ્ટા થાય છે તે અનાગ વીર્ય કહેવાય છે.
જીવ અનાભગ વીર્યપૂર્વક જ કર્મ સંક્રમણ કરે છે. આવી રીતે કોઈ ઉત્તર પ્રવૃતિઓને પિતાની સજાતીય ઉત્તરપ્રવૃતિઓમાં સંક્રમણ થાય છે, બધાંને નહીં. તે સંક્રમણ માત્ર સજાતીય ઉત્તર પ્રવૃતિઓમાં જ થાય છે, વિજાતીય પ્રકૃતિમાં નહીં. જેમ જ્ઞાનાવરણ કર્મની મતિજ્ઞાનાવરણ કર્મ આદિ પાંચ પ્રકૃતિઓનું શ્રુતજ્ઞાનાવરણ વગેરે ચાર પ્રકૃતિના રૂપમાં સંક્રમણ થાય છે, દર્શનાવરણની વિશિષ્ટ પ્રકૃતિ ચક્ષુદર્શનાવરણ વગેરેમાં નહીં.
૨૬
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૨૦૧