Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ.
અ. ૫. મિથ્યાત્વમેાહનીય ક`બંધના કારણેાનું નિરૂપણુ સૂ . ૫ ૨૭૭ વગેરેના દુ:ખા ભાગવે છે, તેએ કલહુપ્રિય છે, અસહનશીલ છે,તેઓએ પૂર્વભવમાં દાન આપ્યું નથી, પછીના જન્મમાં પણ દુ:ખ જ લાગવશે, વગેરે આ પ્રકારે જ સાધ્વીઓને અવર્ણવાદ પણ સમજવા અને શ્રાવક શ્રાવિકાઓના પણ અવણૅ વાદ આ ધેારણે જ સમજવાના છે.
અથવા સામાન્ય રૂપથી સંઘને—અવર્ણવાદ કરવા, જેમ—ગધેડા, શિયાળ, કાગડાં અને કુતરાઓના સમૂહ પણ સંઘ જ ગણાય છે પછી સંઘમાં કોઈ વિશેષતા જ શું છે ? સંઘમાં કઈ પણ ગૌરવની વાત નથી.
શ્રુતને અવર્ણવાદ જેવી રીતે—આગમ મૂર્ખાએની પ્રાકૃતભાષામાં લખાયું છે ! વ્રત દેહદમન પ્રાયશ્ચિત્ત, અને પ્રમાદના ઉપદેશની પુનરૂક્તિએ તેમાં ખડકેલી છે, ખાટા-ખેટા અપવાદો અતાવ્યાં છે, વગેરે—
પૂર્ણ રૂપથી હિંસા વગેરેથી વિરતિરૂપ પાંચમહાવ્રત હેતુક તથા ક્ષમા આદિ દસ લક્ષ્ણાવાળા ધમના અવણુ વાદ આવી રીતે થાય છે—સ્વર્ગ અને માક્ષના કારણ રૂપ કહેવામાં આવતા ધમ પ્રત્યક્ષ આદિ પ્રમાણેાથી જાણી શકાતા નથી ધ અપ્રાણિક છે એવું કહી શકાતું નથી. પુદ્ગલ ધર્મ આ પદના વાચ્ય હેાઈ ન શકે કારણ કે ધર્મ પુદ્ગલ હાઈ શકે નહી. ધમ આત્માનુ પિરણામ પણ થઈ ન શકે કારણ કે તેને જો આત્માનુ પરિણામ કહીશું તેા ક્રેયાદિ પરિણામ પણ ધર્મ કહેવાશે.
ભવનપતિ વાનન્યન્તર જયાતિષ્ક અને વૈમાનિક દેવાના અવણુ વાદ આ રીતે સમજવા જોઇ એ—ખીજા બળવાન દેવ અલપખળવાળા દેવેશને દૂર કરી પેાતાના કબ્જે કરી લે છે ? તેમની આંખા સ્થિર રહે છે આંખાની પાંપણ ફરકતી નથી તેએ અત્યંત અસભૂત દોષોને પ્રગટ કરાવાવાળા હાય છે.
આવી જ રીતે તીવ્ર મિથ્યાત્વરૂપ પરિણામથી ખોટા માર્ગોના એધ આપવા લેાકેાની બુદ્ધિમાં ભેદ ઉત્પન્ન કરવા અર્થાત્ તેમની શ્રદ્ધાને ઢીલી પાડવી, આવેશને વશ થઈ વગર વિચાયે અપકૃત્ય કરી બેસવું, અસંયમી પુરૂષોના ગુણગાન ગાવા—આ બધાં સંસાર–વૃદ્ધિના મૂળ કારણઅનત સંસારને વધારવાના દર્શનમાહનીય રૂપ મિથ્યાત્વ પાપકમ બાંધવાના કારણેા ગણાય.
સ્
સ્થાનાંગસૂત્રના સ્થાન ૫ ઉદ્દેશક ૨ માં કહ્યું છે--પાંચ કારણેાથી જીવ દુર્લભ ધિવાળા કર્માનું ઉપાર્જન કરે છે-(૧) અર્જુન્તાના અવણુવાદ કરવાથી (૨) અન્તે ભાખેલા ધના અવળુ વાદ કરવાથી (૩) આચાય અને ઉપાધ્યાયેાના અવર્ણવાદ કરવાથી (૪) ચતુવિ ધસ ંઘના અવર્ણવાદ કરવાથી (૫) પરિપકવ તપ અને બ્રહ્મચર્ય નું ફળ ભાગવનારા દેવાને અવણુ વાદ કરવાથી. પા
'तिव्यकसायजणियत्त परिणामेणं इत्याहि
સૂત્રા—તીવ્ર કષાયના ઉદયથી ઉત્પન્ન આત્માના પરિણામેાથી ચારિત્રમેહનીય કમ અંધાય છે. પ્રા
તત્ત્વાર્થં દીપિકા--પૂર્વસૂત્રમાં મિથ્યાત્વરૂપ દશ નમેાહનીય પાપકમ બાંધવાના કારણેાનુ સ્વરૂપ વર્ણવવામાં આવ્યું હવે અનન્તાતુબન્ધી ક્રોધ આદિ સાળ કષાયે। અને હાસ્ય વગેરે નવ અકષાયા માંધવાના કારણેા જોઈશુ.—
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२७७