Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્ત્વાર્થ સૂત્રના
૨૮
આથી હમેશા અભ્યાસ રૂપમાં પૌષ્ટિક રસાના સેવનના ત્યાગ કરવા જોઈએ. બ્રહ્મચર્યંની રક્ષા માટે આ બધાના ત્યાગ આવશ્યક છે.
(૨૧-૨૫) આવી જ રીતે બાહ્ય તથા આભ્યંતર પરિગ્રહથી રહિત શ્રમણે મનેજ્ઞ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની પ્રાપ્તિ થવાથી રાગ અને અમનેજ્ઞ રૂપ આદિની પ્રાપ્તિ થવાથી દ્વેષ કરવા જોઇએ નહી'. આ ભાવનાએથી અપરિગ્રહમહાવ્રતમાં દઢતા આવે છે.
સમવાયાંગસૂત્રના પચીસમાં સમવાયમાં કહે છે-પાંચ મહાવ્રતાની પચ્ચીસ ભાવનાઓ કહી છે તે આ પ્રમાણે છે—(૧) ઇર્યાસમિતિ (૨) મનેાગુપ્તિ (૩) વચનગુપ્તિ (૪) આલેક્તિપાનભાજન (૫) આદાનભાણ્ડમાત્રનિક્ષેપણા સમિતિ (૬) અનુવીચિભાષણ (૭) ક્રોધિવવેક (૮) લેવિવેક (૯) ભયવિવેક (૧૦) હાસ્યવિવેક (૧૧) અવગ્રહાનુજ્ઞાપનતા (૧૨) અવગ્રહસીમાજ્ઞાનતા (૧૩) સ્વયમેવાવગ્રહાનુગ્રહણુતા (૧૪) સાધામિકાની અનુમતિ લઈ ને આહાર વગેરે ભાગવવા (૧૫) સામાન્ય આહાર પાણીની અનુમતિ લઇને ભાગવવા (૧૬) સ્ત્રી-પશુ–પંડકરહિત શયનાસનના ત્યાગ કરવા (૧૭) સ્ત્રીકથાના ત્યાગ (૧૮) પૂર્વે ભાગવેલા ભાગેાનુ સ્મરણ ન કરવું (૧૯) સ્ત્રીઓની ઇન્દ્રિયાના અવલાકનના ત્યાગ કરવા (૨૦) પ્રણીતાહારવન (૨૧) શ્રોત્રે ન્દ્રિયરાગેાપરિત–શબ્દના વિષયમાં રાગ ન કરવા (૨૨) ચક્ષુરિન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા (૨૩) ઘ્રાણેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા (૨૪) જીભઇન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા અને (૨૫) સ્પર્શીનેન્દ્રિયના વિષયમાં રાગ ન કરવા. ૫૧૨૫
'हिंसादिसु उभयलोगे घोरदुहं चउगइभमणं च '
સૂત્રા—હિંસાદિ પાપ કરવાથી આ લાકમાં અને પરલાકમાં ધાર દુઃખ થાય છે અને ચારે ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે ૫૧૩૫
તત્વા દીપિકા—પૂર્વ સૂત્રમાં પ્રાણાતિપાતવિરમણ આદિ પાંચ મહાવ્રતામાંથી દરેકની પાંચ-પાંચ ભાવનાઓની પ્રરૂપણા કરવામાં આવી હવે—આવી ભાવનાઓનું નિરૂપણ કરીએ છીએ જે બધાં જ વ્રતાની સ્થિરતા માટે સમાન છે—
પ્રાણાતિપાત મૃષાવાદ, સ્તેય, અબ્રહ્મચય, અને પગ્રિહ એ પાંચ આસવાનું સેવન કરવાથી અને લોકોમાં અર્થાત્ આ લાકમાં અને નરક આદિ પરલેાકમાં ભયંકર પરિતાપના ભાગવવી પડે છે. આ આસવના ફલ સ્વરૂપ નરક આદિમાં ભય ંકર યાતના ભગવવી પડે છે. એ પ્રકારની ભાવના ભાવવી જોઈએ અર્થાત્ વારવાર એવા વિચાર કરવા જોઇએ.
આશય એ છે કે જે જીવ જ્ઞાનપૂર્વક ક્રિયાનું અનુષ્ઠાન કરે છે અને હિંસા આદિ પાપેાના આચરણથી આ લેાક અને પરલેાક સંબધી અનર્થાં થવાનુ ચિ'તન કરે છે નરક વગેરેમાં થનારા અત્યંત તીવ્ર યાતનાઓના વિચાર કરે છે તેની હિંસા આદિ કાર્યાંમાં પ્રવૃત્તિ થતી નથી આથી એવી ભાવના કરવી જોઈએ કે હિંસા આદિ પાામાં સર્વાંત્ર દુઃખ જ દુઃખ છે. આ પાપેાનુ’ સેવન કરવાવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા–આ ચાર ગતિએમાં ભ્રમણ કર્યાં કરે છે. ૫૧૩મા
તત્વા નિયુકિત—આની પહેલાં પૂર્ણ રૂપથી હિંસા આદિથી વિરમવા રૂપ પાંચ મહાવ્રતા અને દેશવિરતિ રૂપ પાંચ અણુવ્રતામાંથી દરેકની સ્થિરતા માટે પાંચ-પાંચ ભાવનાઓનુ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२२८