Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. પરિણામનું નિરૂપણુ
૧૬૩
આમ પરિણામ કયાંક સ્વાભાવિક હોય છે તે કયાંક પ્રયોગિક અને કોઈવાર અને પ્રકારનાં હાય છે. કારણ કે સસ્તુ તેજ છે જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણવાળી હાય.
આવી રીતે અનેકાન્તવાદમાં રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી સાદિ પાિમ હેવા છતાં પણ કવચિત્ અનાદિ પરિણામ પણ ઘટિત થાય છે અને તેવી જ રીતે અરૂપી ધર્માદિ દ્રવ્યોમાં પ્રધાન રૂપથી અનાદિ પરિણામ હેાવા છતાં પણ કથંચિત્ સાદિ પરિણામ પણ ઘટિત
થાય છે.
કાઈ—કાઈ એ કહ્યું છે કે રૂપી પુદ્ગલ દ્રવ્યોમાં જ સાદિ પરિણામ થાય છે અરૂપી ધમ આદિ દ્રશ્યોમાં થતું નથી; તેમનું કથન યથા નથી તેમના મત અનુસાર અરૂપી દ્રવ્યોમાં પર્યાયાશ્રયી વ્યવહારના અભાવની મુશ્કેલી હાય છે અને આમ હેાવાથી ઉત્પાદ—ચય આદિ લક્ષણુની સંગતિ બેસતી નથી. આથી પરિણામના અભાવના જ પ્રસંગ થઈ જાય છે.
ધર્મ આદિ અરૂપી દ્રવ્યોને અપરિણામી માની લેવાથી તેમના સ્વરૂપ અચાક્કસ થઈ જશે, કારણ કે તેઓ સ્વતઃ ઉત્પાદ અને વ્યય પરિણામથી રહિત છે, આથી મૂત્ત અને અમૂ બધાં દ્રવ્યોમાં કોઈ પરિણામ સાદિ હાય છે. કોઈ અનાદિ હાય છે, એવું સ્વીકારવુ જોઈ એ.
અરૂપી જીવામાં જેમાં જીવત્વ ભવ્યત્વ અને અભત્વ એ અનાદિ પરિણામ છે તેવી જ રીતે ચેગ તથા ઉપયેગ આદિમાન પરિણામ પણ છે.
પુદ્ગલ દ્રવ્યના સંબંધથી આત્માના વી'નુ' સ્ફુરણ થવુ' યાગ કહેવાય છે. તે કાયા વચન અને મન રૂપથી આત્માની શક્તિ વિશેષની ઉત્પત્તિ છે. ચૈતન્ય સ્વરૂપ આત્માના જ્ઞાન દર્શન દ્વારા પ્રણિધાન આદિ રૂપ પાતાના વિષયને ગ્રહણ કરવાના જે વ્યાપાર છે તે ઉપયાગ કહેવાય છે. સમાધિને પણ્ ઉપયોગ કહે છે. તેના દ્વારા થનારા પદાના પરિચ્છેદ પણ ઉપયાગ કહેવાય છે. આ ઉપયોગના રૂપમાં આત્માનું પિરણામ થાય છે.
==
ઉપયાગ બાર પ્રકારના છે. જીવનેા સ્વભાવ જે ઉપયાગ છે તે મૂળમાં બે પ્રકારનો છે સાકાર અને અનાકાર બંનેના મળીને ખાર ભેદ થાય છે—(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મનઃ પયજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૬) મતિ-અજ્ઞાન અર્થાત્ કુમતિજ્ઞાન (૭) શ્રુત–અજ્ઞાન (૮) વિભ’ગજ્ઞાન અર્થાત્ કુઅવધિજ્ઞાન (૯) ચક્ષુદêન (૧૦) અચક્ષુ દર્શીન (૧૧) અવધિદર્શીન તથા (૧૨) કેવળદ ન.
ચેગના ૧૫ ભેદ આ છે—(૧) ઔદારિક કાયયેાગ (૨) વૈક્રિય કાયયોગ (૩) આહારક કાયયેાગ (૪) ઔદારિક મિશ્ર કાયયેાગ (૫) વૈક્રિયમિશ્ર કાયયેાગ (૬) આહારક મિશ્રકાયસેગ (૭) કામ ણુ કાયયાગ (૮) સત્યવચનયોગ (૯) અસત્યવચનયોગ (૧૦) મિશ્રવચનચેગ (૧૧) વ્યવહાર–અસત્યા મૃષાવચનયેાગ (૧૨) સત્યમનાયેાગ (૧૩) અસત્ય મનાયોગ (૧૪) મિશ્રમના યાગ અને (૧૫) અસત્યામૃષા મનાયોગ.
આત્મા કાયા વગેરે સેંકડા પ્રકારના પુદ્ગલાની સાથે સંબંધ હોવાના કારણે અનેક પ્રકારની ગતિકથન તથા ચિંતન વગેરે ક્રિયાઓ કરે છે. તે સમયે તેની તેજ રૂપમાં પિરણત થઈ જાય
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૬ ૩