________________
ગુજરાતી અનુવાદ અ. ૩ મોહનીય નામનીમૂળ કર્મપ્રકૃતિના ભેદોનું નિરૂપણ સૂ. ૯ ૧૮૩
નારકી તિર્થચ, મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિ તથા જન્મ જરા મરણરૂપ અનન્ત સંસાર ને અનુબન્ધ કરવાવાળે કષાય અનન્તાનુબન્ધી કહેવાય છે. ક્રોધ, માન, માયા, અને લાભ એના ચાર ભેદ હોય છે.
આમાંથી ક્રોધનું લક્ષણ અપ્રીતિ છે. માનનું લક્ષણ ગર્વ છે, માયાનું લક્ષણ લુચ્ચાઈ છે અને લેભનું લક્ષણ લેભ-આસકિત છે. કહ્યું પણ છે–
જે કષાય જીવને અનન્ત ભવેથી સાજિત કરે છે તેને અનન્તાનુબંધી અથવા સજના કષાય કહે છે કે ૨
અનન્તાનુબન્ધી કષાયેના પર્વતમાં પડેલી ફાટ, પથ્થર, વાંસની જડ અને કરમીઓ રંગ એ ચાર ઉદાહરણો છે. કહેવાનું એ છે કે જેમ પર્વતની ફાટ કદી પણ સંધાતી નથી તેમ જ ક્રોધ જીવનપર્યત કયારે પણ ન મટે તેને અનન્તાનુબધી ક્રોધ સમજવું જોઈએ. જેમ પથ્થર કદી પણ નમતું નથી તેવી રીતે જે માન આજીવન દૂર ન થાય તે અનન્તાનુબન્ધી માને છે. જેવી રીતે વાંસની જડમાં અત્યન્ત વક્રતા હોય છે તેવી જ રીતની વક્રતા અનન્તાનુબન્ધી માયામાં હોય છે. જેમ વસ્ત્રમાં લાગેલે કરમીઓ રંગ અન્ત સુધી દૂર થતું નથી તેવી જ રીતે જે લાભ જીવનના અન્ત સમય સુધી ન છૂટે તે અનન્તાનુબધી લાભ કહેવાય છે અર્થાતુ અનન્તાનુબન્ધી કોઈને સ્વભાવ પથરાની લકીર બરાબર, માનને સ્વભાવ વજીના થાંભલા, માયાને સ્વભાવ વાંસની જડ તથા લેભને સ્વભાવ કરમીઆ રંગ જે હોય છે.
અપ્રત્યાખ્યાન કષાય પણ ક્રોધ આદિના ભેદથી ચાર પ્રકારના છે. પ્રત્યાખ્યાન બે પ્રકારના હોય છે–દેશવિરતિ રૂપ અને સર્વવિરતિરૂપ. આમાંથી દેશવિરતિ પ્રત્યાખ્યાન અ૮૫ હેવાના કારણે અપ્રત્યાખ્યાન કહેવાય છે તેને આવૃત કરનાર અર્થાત્ ઉત્પન્ન ન થવા દેનાર કષાય અપ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. જે કષાય સ્વલ્પ પ્રત્યાખ્યાન પણ થવા દેતું નથી તે સર્વવિરતિપ્રત્યાખ્યાનને પણ અટકાવે છે એમાં કેઈ આશ્ચર્યની બાબત નથી. કહ્યું પણ છે-જે કષાય જીવના સ્વલ્પ (એકદેશીય) પ્રત્યાખ્યાનને પણ રેકે છે તે સામાન્યતયા અત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. જેના
આ અપ્રત્યાખ્યાનાવરણ કષાયોને ઉદય થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થવા છતાં પણ સર્વ વિરતિ અથવા દેશવિરતિ પ્રત્યાખ્યાન થતું નથી.
જે કષાય સર્વવિરતિ પ્રત્યાખ્યાનનું આવરણ કરે છે અથાત્ સર્વવિરતિ ચરિત્ર થવા દેતું નથી તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે. હું કઈ પણ જીવની આજીવન, મન, વચન અને કાયાના યેગથી હીંસા કરીશ નહીં, કરાવીશ નહીં તેમજ કઈ કરતું હશે તેને અનુમોદન ટેકો આપીશ નહીં આ પ્રકારનું પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) સર્વવિરતિ પ્રત્યાખ્યાન કહેવાય છે. આને જે ઉત્પન્ન ન થવા દેતે પ્રત્યાખ્યાનાવરણ કષાય છે. કહ્યું પણ છે–જેમાં કષાયના ઉદયથી જીવ ઈચ્છવા છતાં પણ સર્વવિરતિ પ્રત્યાખ્યાન કરી શક્તો નથી, તે સામાન્યતા પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય છે કે ૧ છે
સંજવલન કષાય સમસ્ત પાપસ્થાનેથી વિરત સર્વવિરતિથી સમ્પન્ન સાધુને પણ દુષ્કર પરીષહ આવવાથી એકદમ સંવલિત (કષાયાવિષ્ટ) કરી નાખે છે આથી તેને–સંજ્વલન કષાય કહે છે-કહ્યું પણ છે–
*
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧