Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના ભેદનું નિરૂપણ સૂ. ૨૧ ૧૩૧
જેના હોવાથી કાર્ય થાય છે અને જેના અભાવમાં નથી જ થતું એ પ્રકારની અટકળ કરવી અજુગતી છે કારણ કે કણેરની ઉત્પત્તિ લાલ કમળના ફળથી પિતાની શાખાથી અને પિતાના બીજથી પણ જોઈ શકાય છે. દૂબ (ઘાસ વિષેશ)ની ઉત્પત્તિ ગાયના રૂંવાડાથી અને ઘેટાંના રૂંવાડાથી થાય છે અને છાણ આદિથી વીંછીની ઉત્પત્તિ જોઈ શકાય છે એનું સમાધાન થઈ જાય છે.
કારણના હેવા પર જ કાર્યની ઉત્પત્તિ થાય છે આ નિયમ સર્વત્ર લાગુ પડે છે. તે-તે કાર્યોના જનક હોવાથી લાલ કમલ આદિ અને છાણ આદિ પણ કારણ જ સિદ્ધ થાય છે. એવી જ રીતે અહીં પણ પરમાણુઓના હોવા પર જ દ્રયકાદિ થાય છે અને આત્માના હવા પર જ જ્ઞાન થાય છે. આ અભાવ છે.
કારણના અભાવમાં અગર વિકલતામાં કાર્યની–ઉત્પત્તિ થતી નથી, જેમ ઝેરમાં મારણ શક્તિ હોવા છતાં પણ જો તે શકિત મંત્ર દ્વારા પ્રતિબદ્ધ થઈ ગઈ હોય તો તેના દ્વારા મારણ કાર્ય થતું નથી. કર્તા રૂપ નિમિત્તની અપેક્ષા રાખનાર કુંભાર દંડ આકાશ આદિ કારણનું નિરૂપણ પણ પૂર્વોકત પ્રકારથી જ કરી લેવું જોઈએ.
આપણે પરમાણુની સૂક્ષમતા આગમથી જાણી લઈ દ્રવ્યાર્થિકનયની અપેક્ષાથી નિત્યતા સમજવી જોઈએ. પરમાણુથી અધિક નાનું કોઈ દ્રવ્ય નથી એ કારણે જ તે પરમાણુ કહેવાય છે. એ આ પરમાણુ તીખે ખાટ, મધુર કડા તથા કસાયેલા રસમાંથી કોઈ એક રસથી યુકત હોય છે. સુરભિ અને દુરભિ ગંધોમાંથી એક ગંધવાળો હોય છે, સફેદ, કાળ, લીલ પીળે અને રાત--આ પાંચ રંગેમાંથી એક રંગવાળે હોય છે અને ચાર સ્પર્શ યુગલમાંથી અવિરેધી બે સ્પર્શોથી યુક્ત હોય છે.
બાદર પરિણામવાળા અનેક પ્રકારના પુદ્ગલ આદિ કાર્યોથી જે આપણને પ્રત્યક્ષ દેખાય છે, પરમાણુનું અનુમાન કરવામાં આવે છે. આથી તે કાર્યલિંગ કહેવાય છે સ્કન્ધપુદ્ગલ સાવયવ બાદર અને પ્રત્યક્ષ દ્રશ્ય હોય છે. પરમાણુ અબધ્ધ હોય છે. સ્કંધમાં આઠે સ્પર્શ મળી શકે છે અને તે પરમાણુઓના પિન્ડ હેવાથી બદ્ધ જ હોય છે.
સૂક્ષ્મ પરિણામવાળા સ્કંધ ચાર સ્પર્શવાળા હોય છે તથા પરમ સંહતિથી વ્યવસ્થિત હોય છે. આ રીતે પ્રદેશમાત્ર ભાવી સ્પર્શ આદિ પર્યાના ઉત્પત્તિસામર્થ્યથી પરમાગમમાં જે કાર્યરૂપ લિંગ દ્વારા મેળવાય છે–સતરૂપમાં પ્રતિપાદન કરવામાં આવે છે–તે આણુ કહેવાય છે પરમ અણુને પરમાણુ કહે છે અત્યન્ત સૂક્ષ્મ હોવાને લીધે તે જાતે જ પોતાને આદિ મધ્ય અને અન્ત છે. કહેવાનું એ છે કે એક અપ્રદેશી હેવાના કારણે તેમાં આદિ મધ્ય અને અન્તના વિભાગ હતા નથી વળી કહ્યું પણ છે –
જે દ્રવ્ય આદિ મધ્ય અને અન્તના વિભાગથી રહિત હોય જે ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્ય નથી તથા જે નિવિભાગ છે તેને પરમાણુ સમજવા જોઈએ
જે પુદગલ સ્કૂળ હોવાને લીધે ગ્રહણ કરી શકાય, રાખી શકાય અન્યાન્ય વ્યવહારમાં આવી શકે તે સ્કન્ધ કહેવાય છે, જે કે દ્વયક આદિ કઈ-કઈ સૂફમ સ્કન્ધ ગ્રહણ નિક્ષેપ આદિ વ્યવહારને ગ્ય હોતા નથી તથાપિ રૂઢિ અનુસાર તે પણ કબ્ધ કહેવાય છે પુદ્ગલેના
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧ ૩૧