Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨. નિત્યત્વનું નિરૂપણ . ૨૬
૧૪૫ છે. તે પ્રત્યભિજ્ઞાન નિહેક થઈ શકાતું નથી આથી પ્રત્યભિજ્ઞાનનું જે કારણ છે તે “સદૂભાવ” કહેવાય છે. દા. ત. ઘડો, દારૂ ઉદંચન વગેરેને મૃત્પિન્વભાવ, કટક, વલય, કુંડળ આદિનું સુવર્ણદ્રવ્ય તભાવ અર્થાત્ મૃત્પિન્ડ અગર સુવર્ણ આદિ રૂપથી વ્યય-વિનાશ ન થે અવ્યય અર્થાત્ નિત્ય કહેવાય છે.
ઘડા વગેરેમા તથા કુંડળ વગેરેમાં માટીનો પિન્ડો તથા સોનું વગેરે નિત્ય છે એ ચોકકસ થાય છે. માટીના પિન્ડથી ઉત્પન્ન થનાર ઘટ પર્યાય ગૌણ છે અને મૃત્પિન્વભાવ પ્રધાન છે આથી મૃત્તિકાપિન્વભાવથી ઘડે વગેરે વસ્તુ નિત્ય કહેવાય છે. તેની નિત્યત દ્રવ્યાર્થિક નયથી જ કદાચિત જાણવી જોઈએ. હંમેશાં નિત્યતાનો સ્વીકાર કરવાથી તે અન્યથારૂપ થવાને-પર્યાયનો અભાવ જ થઈ જશે. આવી સ્થિતિમાં આત્માને સર્વથા નિત્ય માની લેવાથી નર, નારકી, આદિ રૂપથી સંસાર અને તેની નિવૃત્તિરૂપ મેક્ષ પણ ઘટિત થઈ શકશે નહીં. પછી તે સંસારના સ્વરૂપનું કથન અને મોક્ષના સ્વરૂપનું કથન પણ વિરુદ્ધ થઈ જશે. આથી વસ્તુને કથંચિત નિત્ય જ માનવી જોઈએ. | ૨૬ છે
તત્વાર્થનિયુકિત–પૂર્વસૂત્રમાં, સત્ ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત હોય છે એ બતાવ્યું તેમાંથી આકાશ આદિ સત્ વસ્તુ નિત્ય છે અને ઘટ આદિ સત્ અનિત્ય છે આ રીતે સત્ પદાર્થોમાં નિત્યતા અને અનિત્યતા–બંને જેવાથી ઉત્પન્ન થનાર સંદેહનું નિવારણ કરવા માટે કહીએ છીએ–અથવા આ જ બીજા અધ્યાયના ત્રીજા સૂત્ર “દિવા રદિયા જવા માં નિત્ય કહેલ છે, ત્યાં સર્વ સત્ નિત્ય નથી કારણ કે સ્વરૂપનું ગ્રહણ કરેલ છે. આવી સ્થિતિમાં રૂપી વસ્તુની અનિત્યતા પ્રતીત થવા લાગે છે આથી સમસ્ત સત્ પદાર્થ ન નિત્ય અથવા ન અનિત્ય કહી શકાય છે આથી ધ્રૌવ્ય રૂપ અંશની અપેક્ષાથી રૂપી વસ્તુ પણ કથંચિત નિત્ય છે એ આશયને પ્રકટ કરવા માટે કહે છે–
“સન્માવવધ નિજ આ સૂત્રમાં તત્ શબ્દથી–સનું ગ્રહણ કરવું જોઈએ. સત વસ્તુને ભાવ “ભાવ” કહેવાય છે. તે સત્ વસ્તુ માટી જ શરાવ. ઉદંચન કપાલ-ઘડા વગેરે રૂપમાં અને સુવર્ણ જ કટક વલય કુંડળ આદિ રૂપમાં તથા જીવ જ દેવ વગેરેના રૂપમાં હોય છે. એવું કદી થતું નથી કે પોતાના મૂળ સ્વભાવ મૃત્તિકા-પિન્ડત્વ સુવર્ણત્વ અને જીવત્વને ત્યાગ કરીને તે બીજા રૂપમાં પરિણત થઈ જાય કારણ કે ઘટ કુન્ડલ અને દેવ વગેરેમાં મૃત્પિન્ડ સુવર્ણ અને જીવ તત્વન–અન્વય જોવાય છે. આથી ઘટ આદિ સદ્ વસ્તુ પિતાના મૌલિક સ્વભાવથી વિનષ્ટ થતી નથી. આ જ તેની નિત્યતા છે.
જે એવું ન માનીએ તે સત ઉત્પાદ વ્યય અને પ્રૌવ્યથી યુક્ત હોય છે, આ સતનું લક્ષણ અવ્યાપક થઈ જાય. કારણ કે ઘટ આદિમાં ઉત્પાદ અને વ્યય રૂપ પર્યાય જ માનવાથી ધ્રૌવ્ય અંશનું ગ્રહણ થશે નહીં. આ કારણે રૂપાદિમાન ઘટ આદિ સત્ વસ્તુ પણ માટી વગેરેને અન્વય હોવાથી ધ્રૌવ્ય અંશવાળી છે અને ઉત્પાદુ વ્યય અને ધ્રૌવ્ય લક્ષણથી યુક્ત છે. આથી ધ્રૌવ્ય અંશની અપેક્ષાથી કથંચિત્ નિત્ય કહેવાય છે. આ સૂત્રમાં ગૃહીત નિત્ય શબ્દથી પૂર્વ સૂત્રમાં કથિત ધ્રૌવ્ય અંશ સમજવાં જોઈએ. દ્રવ્યને તે અન્વયી અંશ કદાપી અને કયાંય પણ નષ્ટ થતો નથી.
૧૯
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૪૫