Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વા સૂત્રના
શંકા—જો પરમાણુ પ્રતિઘાતરહિત છે તે સ્થૂળ દ્રવ્યની નિષ્પત્તિ કેવી રીતે થશે ? ચાગ થવાથી મીલન થાય છે અને સંચાગના અર્થ છે અપ્રાપ્તની પ્રાપ્તિ અને નહી કે એકબીજામાં સમાઇ જવું.
૧૩૬
સમાધાન— સ્થૂળ દ્રવ્યની ઉત્પત્તિ વખતે પરમાણુઓનુ અપ્રતિઘાતિ હવું અમને સિદ્ધ નથી. પરમાણુઓના પ્રતિઘાત ભગવાન ત્રણ પ્રકારના માને છે. અન્યપરિણામ ઉપકારાભાવ અને વેગ. અન્ધપરિણામ પ્રતિઘાત સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે થાય છે. ઉપકારાભાવ પ્રતિઘાત, ધર્મ, અધમ અને આકાશની ગતિ, સ્થિતિ અને અવગાહ રૂપ ઉપકારના પ્રકરણમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લેાકની અહાર જીવા અને પુદ્ગલાની ગતિને પ્રતિઘાત થઇ જાય છે કારણ કે ત્યાં ગતિનું નિમિત્ત કારણ હાજર નથી; જેમ માલા અને મગર વગેરેની ગતિ પાણીથી બહાર નિમિત્ત કારણ (પાણી)ના અભાવમાં થતી નથી. આથી જ લેાકના અન્તમાં પરમાણુના પ્રતિઘાત થઈ જાય છે, એજ રીતે જ્યારે કોઈ પરમાણુ સ્વાભાવિક ગતિ કરતા થકા વેગમાં હાય છે અને તે વચ્ચે આવી જાય છે તે તેના વેગના કારણે પરમાણુના પ્રતિઘાત થાય છે.
વેગયુક્ત ગતિ કરતા થકા પરમાણુ, વેગવાન પરમાણુના જ પ્રતિઘાત કરે છે કારણ કે તે વેગવાન હેાવાસાથે સ્પવાન અને મૂર્ત્તિમાન હૈાય છે, જેમ પ્રબળ વેગવાળા પવન ખીજા પવનના સામના કરે છે આનાથી પરમાણુના વેગના કારણે પ્રતિઘાત થાય છે તેમ પ્રતિત થાય છે.
ઉપર કહેલા પ્રકારથી પરમાણુના વિષયમાં પ્રતિઘાતિત્વ અને અપ્રતિધાતિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પરિણમનની વિશેષતાના કારણે પુદ્ગલામાં આ ખને જ ઘટિત થઈ જાય છે. દા. ત. શબ્દ દીવાળ વગેરે દ્વારા પ્રતિહત થઈ જાય છે અથવા જો પ્રતિહત (પડથા) ન પડે તા કાને સાંભળી શકાય છે અને તે જ શબ્દ કદી કદી પવન દ્વારા પ્રેરિત થઈને પ્રતિદ્વૈત થઈ જાય છે કારણ કે જે પ્રતિકૂળ વાયુની દિશામાં સ્થિત થાય છે તેને તે સંભળાતા નથી અને અનુકૂળ વાયુની દિશામાં બેઠેલાને સંભળાય છે. આથી એ સાબીત થાય છે કે જેમ ગન્ધને વાયુ પ્રેરિત કરે છે તેવી જ રીતે શબ્દને પણ પ્રેરિત કરે છે.
આવી જ રીતે પરમાણુઓના સઘાત રૂપ એકત્વથી સ્કન્ધાની ઉત્પત્તિ થાય છે એમ જે કહ્યું તે ચેાગ્ય જ કહ્યું છે. ત્રણ પરમાણુઓના સંધાત થવા પર અથવા દ્વિપ્રદેશી સ્કન્ધની સાથે એક પરમાણુના સંધાત થવાથી ત્રિપ્રદેશી સ્કન્ધ (ત્ર્યણૂક)ની ઉત્પત્તિ થાય છે. આ જ સત્ય સંખ્યાત પ્રદેશી અને અસંખ્યાત પ્રદેશી સ્કન્ધની ઉત્પત્તિના વિષયમાં સમજી લેવુ' જોઈ એ. અસંખ્યાતથી પણ આગળ ઘણા વધારે ઘણા અને વધુમાં વધુ પરમાણુઓના પ્રચય રૂપ અનન્ત પ્રદેશીમાં પણ એકત્વરૂપ સઘાતની વાત સમજી લેવાની છે તાત્પય એ છે કે જેટલા પ્રદેશવાળા પુદ્ગલાના સંધાત થશે તેટલા પ્રદેશવાળા જ સ્કન્ધ ઉત્પન્ન થશે. એ રીતે અનન્તાનન્ત પ્રદેશવાળા પુદ્ગલેના સંધાતથી અનન્તાનન્ત પ્રદેશી સ્કન્ધ ઉત્પન્ન થાય છે.
પરંતુ પરમાણુઓની ઉત્પત્તિ સધાતથી નહીં પૃથક્ત્વથી જ થાય છે.
શંકા-—સ્નિગ્ધતા અને રુક્ષતા દૂર થવાથી, સ્થિતિના ક્ષય થવાથી જ્યારે કોઈ દ્રવ્યથી ભેદ થાય છે અને સ્વભાવ ગતિથી યણુક આદિ સ્કન્ધાના ભેદ થાય છે અને તે વખતે ઉત્પન્ન થનાર પરમાણુ, કા હેાવા જોઈ એ. જ્યારે પરમાણુ હ્રયણુક આદિમાં મળેલા હતા ત્યારે તે પરમાણુના રૂપમાં હતા નહીં પરંતુ સ્કન્ધના રૂપમાં હતાં. જ્યારે તેના સ્કન્ધરૂપ પૂ પર્યાયના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૩૬