Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ સત્ દ્રવ્યના લક્ષણનું નિરૂપણ સૂ. ૨૫ ૧૪૧ ભિન્ન છે, પરંતુ દ્રવ્યાર્થિક નયથી જુદા જુદા ઉપલબ્ધ ન હોવાથી ભિન્ન નથી બલ્ક તન્મય જ છે. ૨૫ /
તત્વાર્થનિર્યુક્તિ–પહેલા ધર્મ આદિ દ્રવ્યોનું સામાન્ય લક્ષણ સત્ કહેવામાં આવ્યું છે પરંતુ સત કોને કહે છે એ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ
ઉત્પાદ્ધ વ્યય અને પ્રૌવ્યથી યુક્ત વસ્તુ સત કહેવાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ સ્વભાવવાળું સત હોય છે. નિયમથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણે ભેગા થઈને જ સત્ત્વના બેધક હોય છે. સારી વસ્તુથી જ ઉત્પત્તિ વગેરે થાય છે. જે સર્વથા અસતુ છે, આકાશ પુષ્પની જેમ નિસ્વરૂપ છે તેમાં ઉત્પત્તિ વગેરે થતાં નથી કારણ કે આકાશલ આદિ કઈ પણ સ્વરૂપથી કરી શકાતાં નથી. જે કવચિત્ ધ્રુવ નથી તે ન તે ઉત્પન્ન થાય છે કે ન તે નાશ તેને થાય છે, તે સતું પણ હેતું નથી, અસત્ હેાય છે દા. ત. સસલાનું શિંગડું, વાંઝણીને પુત્ર, આકાશ પુષ્પ તથા કાચબાનું દૂધ વગેરે.
આ રીતે આ સૂત્ર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી સમજવું જોઈએ. દ્રવ્યાર્થિક નય સામાન્યનું ગ્રાહક અને પર્યાયાર્થિક નય વિશેષનું ગ્રાહક છે. આ બંને નય નિગમ સંગ્રહ અને વ્યવહાર નાના મૂળ છે કારણ કે નૈગમનય સામાન્ય અને વિશેષ બંનેના ગ્રાહક હોવાથી સંગ્રહ અને વ્યવહારનયમાં જ અન્તગત થઈ જાય છે.
દ્રવ્યાર્થિકનય ઉત્સર્ગ વિધિ, વ્યાપકતા અપ્રતિષેધ સામાન્ય અથવા દ્રવ્યને જ ગ્રહણ કરે છે. તે વિશેષ અગર ભેદને સ્વીકાર કરતા નથી. વિશેષમાં બીજાને નિષેધ કરીને કોઈ વસ્તુની ભિન્નતાનું પ્રતિપાદન કરે છે. અભાવ કેવળ નિષેધ-માત્રશૂન્યરૂપ નથી જેમ–ઘડાને પ્રાગુભાવ માટીને પિન્ડ છે ઘડાની ઉત્પત્તિ પહેલા જે ઘડાનો અભાવ છે તે માટીને પડે જ છે જેમાં ઘડા પર્યાયની ઉત્પત્તિ થઈ નથી. ઘડાને વિનાશભાવ-તેના ઠીંકરી થઈ જાય છે–વિનાશભાવ પણ વસ્તુ સ્વરૂપ જ છે, ઘડાની કપાલ અવસ્થા થઈ જવી જ તેને વિનાશ છે. એ રીતે થાંભલે કુંભ વગેરે એક જ દ્રવ્યની વિભિન્ન પર્યાયમાં જે પરસ્પર ભિન્નતા હોય છે. તે અ ન્યાભાવ છે. જેમ થાંભલે, ઘડો નથી અને ઘડો થાંભલો નથી. આ પણ અવસ્તુરૂપ–શૂન્ય નથી કારણ કે જેટલાં વસ્તુપર્યાય છે. બધાં અ ન્યાભાવ રૂપ છે. એવી જ રીતે એક દ્રવ્યનું બીજું દ્રવ્યરૂપ ન હોવું અત્યન્તાભાવ છે. આ પણ એકાન્ત નિરૂપાખ્ય નથી, જેમ ચેતન અચેતન નથી અને અચેતન ચેતન નથી.
બધી વસ્તુઓ દ્રવ્ય, ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષા રાખે છે. તેઓ કદી પ્રત્યક્ષ આદિ પ્રમાણેથી ઉપલબ્ધ થાય છે અને કદી ઉપલબ્ધ થઈને પણ દ્રવ્ય આદિના વિપકર્ષના કારણે ઉપલબ્ધ હોવા ગ્ય રહેતી નથી. મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ રૂપ કારણ સમૂહના હાજર રહેવા છતાં પણ આત્મા પરમાણું ઢયણુક આદિ તથા વૈકિય શરીર આદિ વિદ્યમાન રહેતા હોવા છતાં પણ ઉપલબ્ધ હોતા નથી એનું કારણ તે વસ્તુનું પરિણમન છે.
દિવસે તારા દેખાતા નથી. અનાજના ઢગલામાં નાખેલું બીજ ઉપલબ્ધ થતું નથી. કેઈકઈ વસ્તુ ક્ષેત્રની આ હેવાના કારણે અત્યન્ત નજીકના કારણે અથવા આડ આવી જવાના કારણે પણ ઉપલબ્ધ થતી નથી.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧
૧૪૧