________________
ગુજરાતી અનુવાદ અ. ૨ કાકાશમાં પુગલોના અવગાહનું નિરૂપણ સૂ. ૩૫ ૧૦૩
શંકા–અમૂર્ત હોવાના કારણે ધર્મ અને અધર્મ દ્રવ્યનું એક જ આકાશપ્રદેશમાં વિના વિરોધ અવસ્થાન હોવું તે શકય છે પરંતુ રૂપી પુદ્ગલદ્રવ્ય એક જ સ્થાન ઉપર કઈ રીતે રહી શકે છે? મૂત્ત દ્રવ્ય પરસ્પર પ્રતિઘાતી હોય છે.
સમાધાન–પિતાના અવગાહન સ્વભાવના કારણે તથા સૂક્ષ્મ રૂપમાં પરિણત થવાના કારણે મૂર્તિમાન પુદ્ગલેને પણ એક જગ્યાએ અવગાહ થવામાં કઈ વિરોધ નથી. જેમ એક ઓરડામાં અનેક દીવાઓના પ્રકાશનું હોવું પ્રત્યક્ષથી સિદ્ધ છે તેવી જ રીતે એક જ આકાશપ્રદેશમાં અનેક પરમાણુ સમૂહ રૂપ સ્કંધ પણ રહી શકે છે. આ સિવાય આગમની પ્રમાણુતાથી પણ આને સ્વીકાર કરવો ઘટે.
નિવિભાગ હોવાના કારણે પરમાણુ પ્રદેશવિહીન હોય છે તેમાં કોઈ પ્રદેશ હોતું નથી, તે સ્વતંત્ર અને અખંડ હોય છે. સંખ્યાત પરમાણુઓના પ્રચયથી સંખ્યાતપ્રદેશી સ્કંધ બને છે. અસંખ્યાત પરમાણુઓના મીલનથી અસંખ્યાત પ્રદેશી સ્કંધનું નિર્માણ થાય છે અને અનંતપ્રદેશી સ્કંધના મિલનથી અનન્તપ્રદેશી સ્કંધની ઉત્પત્તિ થાય છે.
પરમાણુમાં પ્રદેશોને અભાવ હોવાથી તે આકાશના એક જ પ્રદેશમાં અવસ્થિત થાય છે. બે પરમાણુઓથી બનેલ દ્વયશુક જે બદ્ધ હોય તે એક જ આકાશ પ્રદેશમાં સમાઈ જાય છે અને જે બદ્ધ ન હોય તે બે આકાશપ્રદેશમાં સમાય છે. એવી જ રીતે ત્રણ પરમાણુઓથી નિમિત વ્યણુંક જે બદ્ધ હોય તે એક જ આકાશપ્રદેશમાં રહી શકે છે અને જે અબદ્ધ હોય તે બે અગર ત્રણ પ્રદેશને ઘેરે છે. એવી જ રીતે બદ્ધ અને અબદ્ધ ચતુરાક આદિની અવગાહના એક, બે આદિ સંખ્યાત-અસંખ્યાત પ્રદેશમાં યથાયોગ્ય સમજવી ઘટે. અલબત્ત એટલું યાદ રાખવું જોઈએ કે કાકાશના પ્રદેશ અસંખ્યાત જ છે, અનન્ત નહી, આથી અનન્ત તથા અનન્તાનન્ત પ્રદેશવાળા સ્કંધ પણ એક, સંખ્યાત અગર અસંખ્યાત આકાશપ્રદેશમાં જ અવગાઢ થાય છે. આ પુદ્ગલના પરિણમનની વિચિત્રતા છે. ૧૨
'जीवाणं लोगस्स असंखेजरभागे' इत्यादि
મૂળસત્રાર્થ-જીવદ્રવ્યનો અવગાહ લેકનાં અસંખ્યામાં ભાગમાં થાય છે. જેમ દીપકને પ્રકાશ પથરાય છે અને સંકોચાય પણ છે તેવી જ રીતે જીવપ્રદેશ પણ પ્રસરે છે અને સંકેચાય છે. ૧૩ છે
તત્વાર્થદીપિકા-જીવને અવગાહ કેટલા ક્ષેત્રમાં થાય છે એવી જિજ્ઞાસા થવા પર કહીએ છીએ–
જેને અવગાહ લેકાકાશના અસંખ્યાતમાં ભાગમાં થાય છે. કદાચિત કાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં કદાચિત્ બે અસંખ્યાત ભાગમાં અને કદાચિત ત્રણ અસંખ્યાત ભાગોમાં અવગાહ થાય છે.
શંકા–સરખા પરિમાણવાળા પટ આદિના અવગાહમાં વિષમતા જણાતી નથી તો પછી બધાં જીવોનાં પ્રદેશમાં સરખાપણું હોવા છતાં પણ કઈ જીવની અવગાહના લેકના એક અસંખ્યાતમાં ભાગમાં, કોઈની છે તે કોઈની ત્રણ ભાગમાં અવગાહના થાય છે. આ વિષમતાનું શું કારણ છે ?
સમાધાન-દીપકના પ્રકાશની જેમ સરખાં જીવનમાં પ્રદેશોમાં સંકોચ અને વિસ્તાર થાય છે આથી કઈ જીવ છેડા પ્રદેશોમાં અને કેઈ ઘણું પ્રદેશમાં અવગાહે છે. કે ૧૩ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧