Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૨૮
તત્વાર્થસૂત્રને નથી. આપેક્ષિક-પૂલત્વ બેરની અપેક્ષાએ આમળામાં અને આમળાની અપેક્ષાએ દાડમમાં હેય છે પરમાણુઓના પ્રથમ પરિણામના અને અવયના વિકાસને ભૂલત્વ કહે છે. આ બન્ને પ્રકાર ના સ્કૂલત્વ પૌગલીક છે.
સંસ્થાનને અર્થ આકૃતિ છે. આકૃતિ અવયવોની અમુક પ્રકારની રચનાથી બને છે. સંસ્થાન બે પ્રકારના છે જીવનું અને અજીવનું પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ એકેન્દ્રિય જીવ છે અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દય તથા પંચેન્દ્રિય જીવ અનેક ઇન્દ્રિય છે આ પૃથ્વી, અપ તેજસ્કાય આદિ જેના શરીરનું સંસ્થાન ક્રમથી મસરની સમાન, તિબુક-ની સમાન, સૂચીકલાપની સમાન ધજાની જેમ તથા અનિત્થસ્થ હોય છે. આમા જે બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય નામના ત્રણ વિકલેન્દ્રિય જીવ છે તેમનું સંસ્થાન હંડક હોય છે. પંચેન્દ્રિયેના યથાયોગ્ય નામકર્મના ઉદયથી ઉત્પન્ન થનારા છ પ્રકારના સંસ્થાન હોય છે. સમચતુરસ્ત્ર, ચોધ, સાદિ, કુન્જક, વામન અને હુન્ડક, કહ્યું પણ છે– જે સંસ્થાન સમરસ હોય અર્થાત જેને ચારે બાજુથી માપવાથી સરખું હોય તે સમચતુરસ કહેવાય છે. જેમાં ઉપરના અવયવ મોટા હોય તે ન્યધ સંસ્થાન જેમાં નીચેનાં અવયવ મોટા હોય તે સાદિ જેમાં પેટ અંદર જતું રહ્યું હોય અર્થાત જે કુબડા હોય તે કુજક સંસ્થાન જે વંતી હેય તે વામન અને જે બધી જગ્યાએ વિષમ હોય–બેઠું હોય તે હંડક સંસ્થાન કહેવાય છે.
અજીવનું સંસ્થાન પાંચ પ્રકારનું હોય છે, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ આયત (લાંબું) અને પરિમન્ડલ. વૃત્ત સંસ્થાન યુગલ અને અયુગલના ભેદથી બે પ્રકારનું હોય છે. યુગ્મ સંસ્થાન પણ બે પ્રકારનું છે. પ્રતર અને ઘન એવી રીતે અન્ય સંસ્થાન પણ સમજી લેવા જોઈએ. જે સંસ્થાન વૃત્ત આદિ કોઈ રૂપમાં પણ ન કહી શકાય તે અનિત્થસ્થ કહેવાય છે. આ બધાં જ સંસ્થાન પદગલિક છે. | કઈ વસ્તુના એકત્વને ભંગ થઈ જ ભેદ કહેવાય છે. ભેદ પાંચ પ્રકારના છે. ઔકરિક, ખન્ડ, ચૌણિક, પ્રતર અને અનુત્તર ભેદ, વિભક્ત થનાશ પુદગલદ્રવ્યમાં જ થાય છે આથી તે પૌગલિક છે. તે પુદગલ સિવાય કંઈ પણ અન્ય દ્રષ્યમાં હેતે નથી.
ચીરવાવાળા લાકડા વગેરેમાં સ્કુરિક ભેદ હોય છે. કોઈ વસ્તુના સૂરે ચૂર થઈ જવા તે ચૌણિક ભેદ છે. માટીના પીંડાનિ જેમ ટુકડા-ટુકડા થવા તે ખડભેદ છે. અબરખ મગર ભેજપત્ર વગેરેની માફક પડના પડ જુદા જુદા થાય તે પ્રતર ભેદ છે. વાંસ અગર શેરડીની માફક કેઈની છાલ જુદી થઈ જાય તે અનુત્તર ભેદ છે. પૂર્વોક્ત યુકિત મુજબ આ બધા ભેદ પાગલિક છે. એવી જ રીતે અન્ધકાર, છાયા, તાપ તથા ઉદ્યોત પણ પુદગલદ્રવ્યના જ પરિણામ છે.
અન્ધકાર પુલનું જ પરિણામ છે કારણ કે તે જોવામાં અવરોધ નાખે છે જેમ દિવાલ અથવા આવરણ કર્તા હોવાના કારણે તે પટ વગેરેની જેમ પૌલિક છે. છાંયડે પણ પુદ્રલનું પરિણામ છે કારણ કે તે શીતલ અને સંતોષદાયક હોય છે જેમ પાછું અને હવા. એવી જ રીતે તાપ પણ સંતાજનક હોવાથી પરસેવો ઉત્પન્ન કરનાર હોવાથી અને ઉષ્ણ હોવાથી અગ્નિ આદિની માફક પૌલિક છે. એવી જ રીતે ચન્દ્રિકા આદિનો પ્રકાશરૂપ ઉદ્યોત પણ પલદ્રવ્યન પરિણામ છે, કેમકે તે આટલાક હોય છે જેમ અગ્નિ વગેરે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧
૧૨૮