Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૬૦.
તત્વાર્થસૂત્રને દ્રવ્યથી અનાદિ સમ્બન્ધ હોવા છતાં પણ આ તૈજસ અને કામણ શરીર શું બધાં સંસારી જીને હોય છે અથવા કઈ કઈને જ હોય છે ? આ પ્રશ્નના જવાબ એ છે કે બધાં સંસારી જીવેનાં તેજસ-કાશ્મણ શરીર હોય છે, એવું નથી કેઈને હોય અને કેઈને ન હોય.
પ્રશ્ન–જેમ તૈજસ અને કામણ શરીર અનાદિકાલીન સંબન્ધ હોવાથી બધા સંસારી જેને સાથેસાથે હોય છે તેવી જ રીતે શું અન્ય શરીર પણ એકી સાથે એક જીવને હેય છે નહીં ?
ઉત્તર–ભજનાથી એક જીવને એકી સાથે ચાર શરીર સુધી હોઈ શકે છે.(૧) એક જીવને એકી સાથે તૈજસ અને કામણબે શરીર હોય છે (૨) કોઈને તૈજસ કાર્પણ અને ઔદારિક હોય છે (૩) કોઈને તેજસ, કામણ અને વૈક્રિય હોય છે (૪) કોઈને તેજસ કામણ દારિક તથા વૈક્રિય હોય છે (૫) કેઈને તેજસ, કામણ, ઔદારિક તથા આહારક હોય છે (૬) કેઈને માત્ર કામણ જ હોય છે (૭) કેઈને કામણ અને ઔદારિક (૮) કાર્પણ અને વૈક્રિય (૯) કામણ, ઔદારિક અને વૈક્રિય (૧૦) કામણ, ઔદારિક, આહારક (૧૧) કોઈને કામણ, તેજસ, ઔદારિક તથા વૈક્રિય હોય છે. (૧૨) કઈને કામણ તૈજસ અને ઔદારિક હોય છે—
એક જીવને પાંચ શરીર કદી પણ હોઈ શકે નહીં કારણ કે આહારક અને વૈકિય શરીર સાથે-સાથે હેતા નથી, બંને લબ્ધિઓ એક જીવને એકી સાથે હોતી નથી.
આ બંને લબ્ધીઓ એકી સાથે એક જીવમાં વ્યકત રૂપમાં હઈ શકતી નથી. જે કાળમાં વૈકિયલબ્ધિને પ્રયોગ કરવામાં આવે છે તે સમયે આહારક લબ્ધિને પ્રયોગ થતું નથી–હા, આગળ પાછળ પ્રવેશ કરી શકાય પહેલા વૈકિય શરીર બનાવી તેના વ્યાપારથી નિવૃત્ત થઈ જાય પછી આહારક શરીર બનાવી શકે છે. આવી સ્થિતિમાં એક જીવનાં એકી સાથે પાંચ શરીર હોઈ શકે નહીં પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં શરીર પદમાં કહ્યું છે કે –
પ્રશ્ન–હે ભગવંત ! જે જીવને ઔદારિક શરીર છે તેમને ક્રિય અને વૈકિય શરીર હોય તેને દારિક શરીર હોય છે કે નહીં ?
ઉત્તર ગૌતમ ! જેને દારિકશરીર છે તેને ક્રિય શરીર કઈવાર હોય છે. કોઈ વાર હોતું નથી જેને વૈક્રિય શરીર છે તેને ઔદારિક શરીર હોય અગર ન પણ હોય.
પ્રશન–ભગવંત ! જેને દારિક શરીર છે તેને આહારક અને આહારકવાળાને દારિક શરીર હોય છે ?
જવાબઃ—ગૌતમ ! જેને દારિક શરીર હોય તેને આહારક શરીર કદાચિત હોય છે કદાચિત નથી પણ હોતું જેને આહારક શરીર છે તેને ઔદારિક શરીર નિયમથી હોય છે.
પ્રશ્ન—ઔદારિક શરીરવાળાને તૈજસ અને તેજસવાળાને દારિક શરીર હોય છે ?
જવાબ–જેને દારિક શરીર છે તેને તેજસ શરીર નિયમથી હોય છે પરંતુ તૈજસવાળાને ઔદારિક શરીર હોય પણ ખરું અને ન પણ હોય આવું જ કાર્પણ શરીર માટે સમજવાનું છે.
પ્રશ્ન-ક્રિય શરીરવાળાને આહારક અને આહારક શરીરવાળાને વૈકિય શરીર હોય છે ?
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧