Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ પુદ્ગલના રૂપિપણાનુ નિરૂપણ સૂ. ૪
૮૯
તત્વા દીપિકા—પુદ્ગલ વર્ણ, ગંધ રસ અને સ્પથી યુક્ત હેાવાના કારણે, આંખ દ્વારા ગ્રાહ્ય હેાવાના કારણે અને મૂત્ત હેાવાથી રૂપી છે-તેએ અરૂપી નથી. પુદ્ગલ જો અરૂપી હાત તેા નેત્ર દ્વારા તેમને જોવું શકય ન હાત સ્થાનાંગસૂત્રના પાંચમાં સ્થાન ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં કહ્યું છે—પુદ્ગલાસ્તિકાય રૂપીકાય છે, ભગવતી સૂત્રના સાતમાં શતકનાં દેશમાં ઉદ્દેશકમાં પણ કહ્યુ છે-પુદ્દગલાસ્તિકાય રૂપીકાય છે ॥ ૪ ॥
તત્વાથ નિયુકિત-પૂર્વસૂત્રમાં સામાન્ય રૂપથી દ્રવ્યાને અરૂપી કહેવામાં આવ્યા હતા પરંતુ વિશેષરૂપથી પુદ્ગલાસ્તિકાયની અરૂપતાના નિષેધ કરીને તેમને રૂપી પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ—
પુદ્ગલ રૂપી છે—અરૂપી નહીં. નિત્યતા અને અવસ્થિતતા તે પુદ્ગલામાં જ હોય છે કારણ કે તે પોતાના પુદ્ગલ સ્વભાવને કયારેય પણ ત્યાગ કરતાં નથી. સર્વાંદા રૂપાદિમાન જ રહેવાના કારણે તે અવસ્થિત પણ છે. માત્ર અરૂપીપણું તેમનામાં હેતુ નથી.
શકા—પુદ્ગલદ્રવ્ય ઉત્પન્ન અને વિનાશ પામતા હાવાથી તેમને અનિત્ય માનવું જ યેાગ્ય લેખાશે તેમનામાં અનિત્યતાથી વિરૂદ્ધ નિત્યતા હાઈ શકતી નથી.
સમાધાન—નિત્યતા એ પ્રકારની કહેવામાં આવી છે (૧) અનાદિ અનન્તતા અર્થાત્ આદિ પણ ન હેાય અને અન્ત પણ ન હેાય (૨) સાવધિનિત્યતા-અવધિયુકત નિત્યતા. પ્રથમ પ્રકારની નિત્યતા લેાકની જ છે, તેને આદિ પણ નથી કે નથી અન્ત. તેના પ્રવાહના કદી પણ વિચ્છેદ થતા નથી તે પેાતાના સ્વભાવને કયારેય પણ ત્યાગ કરતા નથી વિવિધ પ્રકારના પરિણમનેા ને ઉત્પન્ન કરવાની શક્તિથી યુકત છે આ જ અનાદિ-અનન્ત નિત્યતા છે.
ખીજા પ્રકારની નિત્યતા શ્રુતાપદેશની છે શ્રુતના ઉપદેશ ઉત્પત્તિમાન અને પ્રલયવાન છે તે પણ તે અવસ્થિત રહે છે. પંત, સમુદ્ર વલય વગેરેનું અવસ્થાન પણ સાવધિ નિત્યતામાં પરિમિત છે.
એવી જ રીતે અનિત્યત્વ પણ બે પ્રકારના છે (૧) પરિણામાનિત્યત્વ (૨) ઉપરમાનિત્યત્વ માટીના પિન્ડો સ્વભાવથી અને પ્રયત્નથી પેાતાની પૂર્વ–અવસ્થાને ત્યજી દઈ નવીન અવસ્થાને પ્રત્યેક સમયે પ્રાપ્ત થતા રહે છે. આ પ્રકારની અનિત્યતાને પરિણામા નિત્યતા કહે છે.
ઉપરમાનિત્યત્વ ભવાચ્છેદ–સ'સારના અંત આવવા તેમ છે. ચારે ગતિમાં પરિભ્રમણને અત થયા પર પન્તવત્તી જે અવસ્થાન છે તે ઉપરમાનિત્યત્વ છે અત્યન્તાભાવવત્તી નથી.
આમાંથી પરિણામનિત્યત્વની દૃષ્ટિથી પુદ્ગલ દ્રવ્ય અનિત્ય કહેવાય છે અને પેાતાના પુદ્ગલપણાના ત્યાગ ન કરવાના કારણે નિત્ય પણ માનવામાં આવે છે. અને પ્રકારના વ્યવહાર જોવામાં આવે છે આથી કાઈ વિરેધ આવતા નથી. પ્રત્યેક વસ્તુમાં ઉકત બંને જ પ્રકારની અર્થાત્ નિત્યતા અને અનિત્યતાની વ્યવસ્થા છે અને એજ પ્રકારની પ્રતીતિ થાય છે. હા, કદી અનિત્યતાને ગૌણ કરીને નિત્યતાની પ્રધાનતાથી વિવક્ષા કરવામાં આવે છે અને કયારેક નિત્યતાની પ્રધાનતા કરીને અનિત્યતાને ગૌણ કરી દેવામાં આવે છે. આ રીતે પુદ્ગલમાં અનિત્યતા અને નિત્યતા બંને જ ધમ રહે છે એવું માનવામાં લગીર પણ મુશ્કેલી નથી.
૧૨
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૮૯