Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ વૈકિય શરીરનું અને તેના ભેદોનું નિરૂપણ સૂ. ૩૨ ૬૩ નની અવગાહનાવાળું હોય છે. જે ઉદાર છે તેજ દારિક કહેવાય છે. વૈક્રિય આદિ શરીર ઉત્તરોત્તર સૂક્ષમ હોય છે આથી એમનામાં આ પ્રકારની ઉદારતાની શક્યતા નથી. પ્રજ્ઞાપનાસૂત્રમાં ૨૧માં શરીરપદમાં કહ્યું છે
પ્રશ્નઃ–ભગવંત! દારિકશરીર કેટલા પ્રકારનાં છે ? ઉત્તરઃ—ગૌતમ ! બે પ્રકારનાં છે-સમૂર્છાિમ અને ગર્ભવ્યુત્કાન્તિક. ૩ર / 'वेउब्वियं दुवि उववाइयं लद्धिपत्तयं च । મૂળસૂત્રાર્થ –કિય શરીર બે પ્રકારનાં છે–પપાતિક અને લબ્ધિપ્રત્યય. / ૩૩ !
તત્વાર્થદીપિકા-પ્રથમ દારિક શરીરનું નિરૂપણ કરવામાં આવ્યું હવે વૈક્રિય શરીરનું પ્રતિપાદન કરીએ છીએ પૈકિયશરીરના બે ભેદ છે-ઔપપાતિક અને લબ્ધિપ્રત્યય. જે શરીર વિકયાથી ઉત્પન્ન થાય છે તેને વૈક્રિય કહે છે તે બે પ્રકારના છે ઔપપાતિક અને લબ્ધિપ્રત્યય. જે ઉપપાત જન્મમાં હોય તે ઔપપાતિક શરીર કહેવાય છે અને જે શરીર લબ્ધિ અર્થાત વિશિષ્ટ તપસ્યા વગેરેથી ઉત્પન્ન–દ્ધિવિશેષથી જન્મે છે તે લબ્ધિપ્રત્યય કહેવાય છે. - લબ્ધિપ્રત્યય મિશરીર કઈ-કઈ મનુષ્ય અને તિર્યંને હોય છે. તે ઉત્તર ક્રિય શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તની હોય છે. તીર્થકરના જન્મ વગેરે અવસરો પર દેને એવા કાર્ય કરવા પડે છે જે ઘણાં સમયમાં સંપન્ન થઈ શકે છે, ત્યારે તે કાર્યો કરવા માટે તેઓ વૈકિય શરીર બનાવે છે.
કમળના કન્દને તેડી નાખવામાં આવે ત્યારે તેના કકડાઓમાં જે તાંતણે લાગેલા હોય છે તે દ્વારા તે કકડા એકબીજાથી જોડાયેલા રહે છે તેજ રીતે ઉત્તર શરીરમાં અન્તર્મહત્તમાં તેઓ આત્મપ્રદેશને પૂરા કરે છે. આમ કરવાથી ઉત્તરકિયશરીર એગ્ય સમય સુધી ટકી રહે છે.
અહીં ઉપપાતનો આશય ઉપપાતજન્મથી છે. જે પૈકિય શરીર ઉપપાતજન્મમાં હોય તે ઔપપાતિક વૈકિય શરીર કહેવાય છે આ શરીર ઔપપાતિક જન્મની સાથે જ ઉત્પન્ન થાય છે. કારણ કે તેનું કારણ ઉપવાતજન્મ જ છે. નારકી અને દેવતાઓને જ ઔપપાતિક વૈક્રિય શરીર હોય છે, કેઈપણ બીજાં પ્રાણીને હેતું નથી. આના પણ બે ભેદ છે. ભવધારણીય અને ઉત્તરક્રિય.
ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય આંગળીના અસંખ્યાતા ભાગની અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હોય છે. ઉત્તર વક્રિયની જઘન્ય અવગાહના આંગળીનાં સંખ્યાતા ભાગ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ જનની હોય છે. - લબ્ધિ પ્રત્યય વૈકિય શરીર તિય અને મનુષ્યોને હોય છે. લબ્ધિ, તપસ્યા વગેરેથી ઉત્પન્ન થનારી એક પ્રકારની વિશિષ્ટ શક્તિ છે. જેને ઋદ્ધિ પણ કહે છે. એને કારણે જે કિ શરીર ઉત્પન્ન થાય છે તે લબ્ધિ પ્રત્યય કહેવાય છે. આ શરીર જન્મજાત હોતું નથી. પણ પાછળથી ઉત્પન્ન થાય છે. વિશિષ્ટ તપ વગેરેનાં અનુષ્ઠાનથી ઘણું ગર્ભજતિર્યંચે તેમ જ મનુષ્યને લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર હોય છે. તિયામાં બીજા કેઈને હેતું નથી. આમાં અપવાદ એક જ છે અને તે એ કે વાયુકાયને લબ્ધિ પ્રત્યય વૈકિય શરીર પણ હોય છે. સ્થાનાંગ સૂત્રનાં પ્રથમ સ્થાનનાં પ્રથમ ઉદ્દેશકનાં પંચોતેરમાં સૂત્રમાં કહ્યું છે
શ્રી તત્વાર્થ સૂત્ર ૧