Book Title: Tattvartha Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૭૦
તત્વાર્થસૂત્રને પર્યત લાંબી આકાશ શ્રેણીમાં અવગાહન કરે છે-સ્થિતિની દૃષ્ટિથી પણ શરીરમાં ભેદ છે. ઔદારિક શરીરની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. વૈકિય શરીર તેત્રીસ સાગરેપમ સુધી રહે છે. આહારકની સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની છે. તૈજસ અને કાર્મણ શરીર પ્રવાહની અપેક્ષા અનાદિ અને અભવ્યની અપેક્ષા અનન્ત તથા ભવ્યની અપેક્ષા સાંત હોય છે.
અપબહૂર્વની અપેક્ષાથી પણ ભેદ છે– આહારક શરીર સહુથી ઓછાં છે કદાચિત્ હોય છે, અને કદાચિતું નથી પણ હતાં તેમનું અખ્તર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ બેમાસનું છે. આહારક શરીર જે હોય તે જઘન્ય એક હોય અને વધારેમાં વધારે એક સાથે નવ હજાર સુધી હાઈ શકે છે-આહારકની અપેક્ષા વૈકિય શરીર અસંખ્યાતા છે–અસંખ્યાતા ઉત્સર્પિણી અને અવસપિણી કાળની સમય રાશિની બરાબર છે અને બધાં નારક તથા દેવને વૈકિય શરીર જ હોય છે. વૈકિયની અપેક્ષા દારિક શરીર અસંખ્યાત અસંખ્યાતા ઉત્સર્પિણ-અવસર્પિણી કાળની સમય રાશિ બરાબર છે.
શંકા–તિર્યંચ અનન્ત છે, એવી સ્થિતિમાં તેમના શરીર અસંખ્યાત જ કેમ કહેવામાં આવ્યા ?
સમાધાન–પ્રત્યેક શરીરી તિર્યને અસંખ્યાત શરીર હોય છે. જો કે સાધારણ નિગોદકાયના તિર્યંચ અનન્ત સંખ્યક છે, પરંતુ તેમના જુદાં જુદાં શરીર હોતા નથી પરંતુ અનન્ત સાધારણ જીવેને એક શરીર જ હોય છે. આથી જીવ અનન્ત હોવાં છતાં પણ તેમના શરીર અસંખ્યાતા જ હોય છે, અન નહીં.
દારિક શરીરની અપેક્ષા તૈજસ અને કામણ શરીર અનન્તગણું છે. કારણકે એ બંને શરીર સમસ્ત સંસારીજીને હોય છે અને બધાને અલગ અલગ હોય છે. દારિક શરીરની જેમ અનન્ત જીવોને એક જ તેજસ અથવા કાર્મણ શરીર હોતું નથી.
આ રીતે ઔદારિક વગેરે શરીરમાં ઉકત નવ આધારોથી ભેદ હોય છે.
અહીં સમજી લેવું જોઈએ કે-વિગ્રહ ગતિ સમ છે માત્ર તેજસ અને કામણ બે શરીર હોય છે, ભવસ્થ દશામાં તેજસ, કાર્પણ અને ઔદારિક એ ત્રણ અથવા તૈજસ કાર્પણ અને વૈક્રિય હોય છે. તિર્યો અને મનુષ્યને તેજસ કાર્પણ અને ઔદારિક શરીર સાથે જ્યારે લબ્લિનિમિત્તક વેકિય શરીર પણ પ્રાપ્ત થાય છે તે એકી સાથે ચાર શરીર પણ હોઈ શકે છે. ચૌદપૂર્વધારિ મુનિને આહારકલબ્ધિ પ્રાપ્ત હોય અને તે આહારક શરીર બનાવે ત્યારે તેજસ કાર્પણ અને ઔદારિક શરીરની સાથે આહારકશરીરના હોવાથી પણ ચાર શરીર હોઈ શકે છે.
જ્યારે એક જીવમાં ચાર શરીર એકી સાથે હોય છે તે જીવન પ્રત્યેક પ્રદેશની સાથે ચારે શરીરને સંબંધ હોય છે. આ પ્રકારે લબ્ધિરહિત સંસારી જીવને ત્રણ શરીર હોય છેતેજસ, કાર્મણ, ઔદારિક અગર તે જે દેવ અગર નારક હોય તે દારિની જગ્યાએ વક્રિય શરીર હોય છે. વૈકિય લબ્ધિથી રહિત અને આહારક લબ્ધિથી યુકત ચૌદ પૂર્વધારી મનુષ્યને તૈજસ, કામણ ઔદારિક તથા આહારક એ ચાર શરીર હોય છે. જે એક મનુષ્ય અથવા તિર્યંચને વૈકિય લબ્ધિ પ્રાપ્ત હોય તે તેના તેજસ, કાર્મણ દારિક તથા વૈકિય એ ચાર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧