Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુદ્ગદક છન્દ ૨૧ નાટ્યશાસ્ત્ર ઉપર અનેક ટીકાઓ લખાઈ છે પણ હાલમાં કાશમીરી વિદ્વાન અભિનવગુમની અભિનવભારતી' નામની એકમાત્ર ટીકા ઉપલબ્ધ થાય છે. નાટ્યશાસ્ત્રને સમજવામાં તે ઘણી જ આધારભૂત મનાય છે. અધ્યાય ૩૨ ઉપરની ટીકામાં અભિનવગુમ દરેક છન્દનું લક્ષણ ગણનામની મદદથી સ્વરચિત સંગ્રહશ્લોકમાં રજૂ કરે છે અને ઉદાહરણના ચાર પાદમાંથી કોઈ એક પાદને ઉદ્ગત કરે છે. બુબુદક અંગેની ટીકામાં તેને નજર ગણમાપનો નવ અક્ષર ધરાવતો છન્દ તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને ઉદાહરણમાંથી. ચોથું પાદ આપવામાં આવ્યું છે. ટૂંકમાં અભિનવભારતી અનુસાર બુબુદક નવ અક્ષરનો છન્દ છે અને તેનું ગણમાણ ‘નજર' છે. કા.મા. સંસ્કરણ મહદંશે ગા.ઓ.સી.ને અનુસરે છે. તેમાં બુબુદકનું લક્ષણ ગા.ઓ.સી. મુજબનું જ છે પરન્તુ ઉદાહરણનો પાઠ તદન અશુદ્ધ છે. તેનું મુદ્રણ પણ ક્ષતિયુક્ત છે. ઉદાહરણને અન્ત ત્રુટિત ભાગ દર્શાવતું ચિહ્ન કરવામાં આવેલ છે પરન્તુ સંપાદકની પાદટીપની નોંધ મુજબ કા.માં.ની આધારરૂપ બેમાંથી એકેય હસ્તપ્રતોમાં આ ત્રુટિત અંશ અંગે માહિતી આપેલી નથી. કા.મા.માં ઉદાહરણને આ પ્રમાણે આપવામાં આવ્યું છે. तडिगुणावदविवओ सेदखगपसोहिदो णभसि गजो। સમુI મૌર્વવર ઉપસકે તું .......... | કા.મા. ૩૨.૨૮૫ ઉદાહરણના અશુદ્ધ પાઠને કારણે જ કા.મા.માં તેની સંસ્કૃત છાયા આપવાનું શકય બન્યું નથી. ગા.ઓ.સી.ના પાઠ સાથે તેની તુલના કરીને અશુદ્ધિઓ દૂર કરી શકાય તેવી છે. પૂર્વાર્ધના અંતે રહેલા પાંચ અક્ષરો વાસ્તવમાં તો ઉત્તરાર્ધના પ્રારંભે મુકવાના છે. હસ્તપ્રતોની લેખન-પરમ્પરામાં પાઠ કેટલી બધી હદે ભ્રષ્ટ થઈ શકે છે તે અહીં જોઈ શકાય છે. ઉપરના ઉદાહરણમાં ત્રુટિત અંશની જગ્યાએ કોઈજ અંશ લુમ થયો જણાતો નથી. ગા.ઓ.સી. અનુસાર આ ઉદાહરણને થોડા અક્ષરોનો ફેરફાર કરીને લખી શકાય તેમ છે. ૨. તેર અક્ષર, અતિજગતી પ્રકાર, સનસતગ ગણમાપ : કા.સં.સી.માં ખુબુદકનું લક્ષણ અનુષ્ટ્રમ્ છન્દમાં છે પરંતુ તેમાં તેનું અક્ષર-સ્વરૂપ તદ્દન અલગ છે. તે મુજબ તેર અક્ષરના અતિજગતી પાદમાં ત્રીજો, નવમો, દશમો, અગિયારમો અને અંતિમ અક્ષર ગુરુ હોય તો તેને બુદ્દબુદક છન્દ કહેવાય છે. तृतीयं दशमं चान्त्यं नवमेकादशं गुरु । बुद्दबुदं चातिजगती विज्ञेयं नत्कुटं तथा ।। સુરપweviઈ fa fોન કેન ઈદ તરસ સંઘ ઘૂમઃ | TERMITષ્ય પર્વ ઉત્તરામ // ના.શા. (ગા.ઓ.સી.), ભાગ-૪, પૃ. ૩૦૮. નગર યુદ્રમ્ | વિવ૬ ઈસ | ના.શા. (ગા.ઓ.સી.) ભાગ-૪, પૃ. ૩૫૫. ગુfમfcfs | સં. પંડિત કેદારનાથ, નાટ્યશાસ્ત્ર, કાવ્યમાલા સિરિઝ, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ, ઈ.સ. ૧૯૪૩, પૃ. ૫૮૪ તથા જુઓ પાદટીપ નં. ૧. સં. શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ, નાટ્યશાસ્ત્ર, કાશી સંસ્કૃત સિરિઝ નું ૬૦, ચૌખમ્બા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, દ્રિતીય સંસ્કરણ, ઈ.સ. ૧૯૮૦, ૩૨. ૩૧૦. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131