Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભારતીય સાહિત્યશાસ્ત્રમાં વાચ્યવ્યત્ર્ય સ્વરૂપભેદનો સૌપ્રથમ વિચાર કરનારા આનંદવર્ધન હતા. પરંતુ આનંદવર્ધન અને તેમના અનુગામી આચાર્યો મમ્મટ, વિશ્વનાથ વગેરેની તુલનામાં હેમચંદ્રાચાર્યનું વાચ્યવ્યાસ્વરૂપભેદનિરૂપણ વિશેષ નોંધપાત્ર છે.
www.kobatirth.org
આનંદવર્ધને ધ્વન્યાલોકમાં (૧) વસ્તુનિ (૨) અલંકારધ્વનિ અને (૩) રસધ્વનિ એવા ધ્વનિના ત્રણ ભેદ આપેલા છે. તેમાં ધ્વનિના પ્રથમ ભેદ વસ્તુધ્વનિના નિરૂપણમાં વાચ્યવ્ય સ્વરૂપભેદ દર્શાવતાં માત્ર પાંચ જ ઉદાહરણો આપ્યાં છે. (૧) ભ્રમ છાર્મિક એ પદ્યમાં વાચ્યાર્થ વિધિ૫૨ક છે જ્યારે વ્યજ્ગ્યાર્થ નિષેધપક છે. (૨) ‘શ્વભૂત્રએ પદ્યમાં વાચ્યાર્થ નિષેધપરક છે જ્યારે વ્યગ્યાર્થ વિધિપ૨ક છે. (૩) વ્રજ્ઞ’એ પદ્યમાં વાચ્યાર્થ વિધિપ૨ક છે જ્યારે વ્યજ્ગ્યાર્થ અનુભય૫૨ક છે. (૪) પ્રાર્થય એ પદ્યમાં વાચ્યાર્થ નિષેધપરક છે જ્યારે વ્યજ્ગ્યાર્થ અનુભયપરક છે. (૫) ‘સ્ય વા એ પદ્યમાં વાચ્યથી વ્યગ્યનો વિષય ભિન્ન છે.
⭑
૧.
આનંદવર્ધનના અનુગામી અને ધ્વનિના પ્રબળ સમર્થક મમ્મટાચાર્યે કાવ્યપ્રકાશમાં વાચ્યાર્થથી વ્યગ્યાર્થના સ્વરૂપભેદનાં માત્ર ત્રણ જ ઉદાહરણ પ્રસ્તુત કર્યાં છે.” નિઃશેષદ્યુતવન્દ્રન એ પદ્યમાં વાચ્યાર્થ નિષેધરૂપ છે જ્યારે વ્યગ્યાર્થ વિધિરૂપ છે (૨) ‘માત્સર્ય એ પદ્યમાં વાચ્યાર્થ સંશયરૂપ છે જ્યારે વ્યગ્યાર્થ નિશ્ચયરૂપ છે. (૩) થર્ એ પદ્યમાં વાચ્યાર્થ નિન્દારૂપ છે જ્યારે વ્યજ્ગ્યાર્થ સ્તુતિરૂપ છે. વિશ્વનાથ કવિરાજ સાહિત્યદર્પણમાં આનંદવર્ધન અને મમ્મટે આપેલાં બે જ ઉદાહરણોનો ઉલ્લેખ કરીને સંતોષ માને છે. હેમચંદ્રાચાર્યના અનુયાયી અને અનુગામી નરેન્દ્રપ્રભસૂરિના નિરૂપણમાં કંઈક પ્રકર્ષ સધાયેલો જોવા મળે છે. તેઓ વાચ્યાર્થવ્યગ્યાર્થસ્વરૂપભેદના નવ જેટલા પ્રકારો આપે છે. ઉદાહરણ સાથે આપેલા આ પ્રકારોમાં વિધિથી નિષેધ, નિષેધથી વિધિ, વિધિથી વિધ્યન્તર, નિષેધથી નિષેધાન્તર, વિધિથી અનુભય, નિષેધથી અનુભય, સંશયથી નિશ્ચય, નિન્દાથી સ્તુતિ અને વાચ્યથી વ્યજ઼્યના વિષયભેદનો સમાવેશ થાય છે. જો કે એ નોંધવું જોઈએ કે આમાંથી મોટા ભાગનાં ઉદાહરણો હેમચંદ્રાચાર્યને અનુસરે છે.
૨.
3.
૪.
હેમચંદ્રાચાર્યનો વાચ્ચવ્યય-સ્વરૂપભેદ વિચાર
એ. એમ. પ્રજાપતિ
‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૩૫-૪૦,
સંસ્કૃત અને ભારતીયવિદ્યા, ઉત્તર ગુજરાત યુનિ., પાટણ.
આતંવર્ધન, ધ્વન્યાલોઃ - વ્યા. માર્ય વિશ્વેશ્વર, પ્રજા, ગૌતમ બુર્જ ડીપો, નરૂં મડળ, વિલ્હી, પ્રથમ સરળ, अगस्त १९५२, पृ. २०
તઃવ પૃ. ૨૦-૨૧.
તત્રેવ પૃ. ૨૦-૨૧
મમ્મટ, વાવ્યપ્રાશ, વ્યા. ક્ષતીર વામનમટ્ટ, પ્રા. નિર્ણયસાગર પ્રેસ, મુમ્બર્ફ, દ્વિતીય સંસ્કરણ, ૧૦૬, પૃ. ૨૪૨-૨૪૪.
વિશ્વનાથ, સાહિત્યવર્ષળ : વ્યા, ડૉ. સત્યવ્રતસિદ્, પ્રા. ચૌરવમ્બા વિદ્યાપવન, વારાળસી, તૃતીય સંસ્કારળ, વિ. સ. ૨૦૨૬, પૃ. ૨૪૧
૫.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬.
नरेन्द्रप्रभसूरि, अलंकारमहोदधिः, संपा. लालचन्द्र भगवानदास गांधी जैनपंडित, प्रका. સીરીન, વડીલ, ૧૪૨, પૃ. ૬-૮
For Private and Personal Use Only
गायकवाड ओरियण्टल