Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપીમાહાભ્ય – એક પરિચય
મુકુંદ લાલજી વાડેકર*
પ્રાસ્તાવિક :
સંસ્કૃત વાભયના ઈતિહાસમાં પુરાણોનું ખૂબ મોટું અને મહત્ત્વનું સ્થાન છે. સૌથી વિશાળ, લોકપ્રિય અને લોકભોગ્ય બનેલું આ વાડ્મય છે. પ્રાચીનકાળથી અસ્તિત્વ ધરાવતું આ વાડ્મય ક્રમશઃ વિકાસ પામતું આવ્યું છે. એમાં અનેક પ્રક્ષેપો અને પરિવર્તનો પણ કાલક્રમે થતાં ગયાં છે. વૈદિકકાળમાં મૂળ પુરાણરૂપે અવતરેલું અને પછીથી અનેક પુરાણોમાં પરિણત થયેલું આ સાહિત્ય વિશાળ છે. ૧૮ મહાપુરાણો સાથે કેટલાંક ઉપપુરાણોનો પણ પછીથી પ્રાદુર્ભાવ થવા માંડ્યો. ઉપ એટલે ખરેખર તો પૂરક (supplementary) એવું એમનું સ્વરૂપ છે. વિશિષ્ટ જ્ઞાતિ, ધર્મસંપ્રદાય તથા વિશિષ્ટ સ્થળનું માહાભ્ય વર્ણવતાં ઉપપુરાણો કે જેમને જ્ઞાતિપુરાણો કે સ્થળમાહાભ્ય અથવા સ્થળપુરાણો પણ કહેવાય છે, એમનો વિસ્તાર થવા માંડ્યો. સ્થળ માહાભ્યમાં કોઈ વિશિષ્ટ સ્થાન, નદી, પર્વત, તીર્થ વગેરેનું વર્ણન અને એની સાથે સંકળાયેલી પૌરાણિક કથાઓનું નિરૂપણ કરી છે તે પ્રદેશનું અને ત્યાંના તીર્થસ્થાનોનું મહત્ત્વ બતાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે રેવામાહાભ્ય, નર્મદામાહાભ્ય, અર્બુદમાહાભ્ય, વિશ્વામિત્રીમાહાભ્ય, સાભ્રમતી માહાભ્ય વગેરે. આવા માહાભ્ય ગ્રંથોમાં ગણનાપાત્ર તાપીનદીના મહત્ત્વનું વર્ણન કરતું, એના કાંઠાના પવિત્રસ્થાનોનો ઉલ્લેખ કરી, પૌરાણિક કથાઓનું નિરૂપણ કરતું તાપીમાહાભ્ય રમે એક મહત્ત્વનું સ્થલપુરાણ છે, જેનો કેવળ પરિચય પ્રસ્તુત લેખમાં આપવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.
તાપીમાહાસ્ય એ એક સ્કંદપુરાણનો ભાગ હોવાનું માનવામાં આવે છે. તાપીમાહાભ્યની પુપિકામાં ‘તશ્રીવન્દ્રપુરાને તીરે' એવો ઉલ્લેખ મળે છે. પ્રો. આર. સી. હાજરા એમના ગ્રંથમાં નોંધે છે કે તાપીમાહાસ્ય સ્કંદપુરાણનો ભાગ હોવાનું કહેવાય છે, પણ ઉપલબ્ધ પ્રકાશિત સ્કંદપુરાણમાં તે મળતું નથી New catalogus catalogorum માં તાપીમાહાભ્યની એકવીસ જેટલી હસ્તપત્રોનો ઉલ્લેખ છે, જેમાથી કલકત્તા સંસ્કૃત કૉલેજ લાયબ્રેરીની અને વડોદરાની પ્રાચ્યવિદ્યામંદિરની હસ્તપ્રત ઉપલબ્ધ થઈ છે.
તાપી નદીને આ માહાભ્યગ્રંથમાં “વિટશ પુત્રી, ‘મનુના, ‘તપતી તેમજ તાપી એવા નામોથી વર્ણવામાં આવી છે. એટલે જ એ સૂર્યની પુત્રી છે, તે સ્પષ્ટ છે. સુરતનું પ્રાચીન નામ સૂર્યપુર તરીકે જે છે, તે આ સંદર્ભમાં નોંધપાત્ર છે. ગ્રંથનો પ્રારંભ નીચેના શ્લોકથી થાય છે -
पूर्वापरौ पावयनी पयोधी तीर्थैरशेषैः परिमण्डिता च । अनेकजन्मान्तरपापही पुत्री दिवाटस्य पुनाति लोकान् ।।
આ ભાનુજા - ઉદ્ભવ માહાભ્ય પ્રથમ શંકરભગવાને કૈલાસ પર્વત ઉપર બધા દેવોની હાજરીમાં પડાનન એટલે સ્કંદ-કાર્તિકેયને કહ્યું. એની પાસેથી રોમશે સાંભળ્યું. રોમશે ગોકર્ણને કહ્યું પછી પૃથ્વી પરના મુનિઓએ ‘સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૬૩-૬૬.
સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને મહિલા આર્ટસ અને કોમર્સ કૉલેજ, નવસારીના સંયુક્ત ઉપક્રમે તારીખ ૭-૮ માર્ચ, ૧૯૯૮ના દિવસોમાં નવસારી ખાતે યોજાયેલ “સંસ્કૃત સાહિત્યમાં દક્ષિણ ગુજરાતનું પ્રદાન” પરિસંવાદમાં રજૂ કરેલ શોધપત્ર. પ્રાચ્યવિદ્યામંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા.
For Private and Personal Use Only