Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ છવિરચિત ‘બધશતક - મનોવૈજ્ઞાનિક અધ્યયન
૮૫
આપણને તેની મહત્તાનો ખ્યાલ હોય તો ઊંડા અધ્યયન અને અન્તતોગત્વા આચરણ માટે પ્રેરણા મળે છે. કવિ આ વાત સારી રીતે જાણે છે અને તેથી કહે છે :
તેના માહાભ્યનું કથન શેષનાગ પણ કરી ન શકે.
કામનો પ્રભાવ અને વ્યાપકતા
કવિ બ્રહ્મચર્યની મીમાંસા રજૂ કરતાં પહેલાં કામની પ્રભાવોત્પાદકતા વિશે વાત કરે છે :
गन्धर्वदेवासुरमानवानाम् कंदर्पकोदण्डरवस्य भीतिः ।
यो बाणवृष्टीः सुमनोमिषेण वजेण तुल्याः सततं हिनोति ।। ४ ।।
બ્રહ્મચર્યનો ભંગ થવાની ભીતિ ગંધર્વ, દેવ, અસુર અને માનવ સૌને લાગે છે. કામદેવ પુષ્પબાણ (ક કુસુમાયુધ) છે, એ વાતને કવિ સ-રસ રીતે રજૂ કરે છે. અને તે છતાં તેની ઘાતકતાનું પણ યોગ્ય રીતે પ્રતિપાદન કરી દે છે. તેનાં કુસુમો પણ વજૂ જેવાં ઘાતક બની રહે છે.
આપણે જાણીએ છીએ કે મદનદહન સાથે ભગવાન શંકરનું નામ જોડાયેલું છે. પરંતુ તેમણે આ યોગ્ય કાર્ય નથી કર્યું, એવું વ્યંગમાં કહેતાં કવિ ગાય છે :
न कार्य समीचीनमेतच्छिवस्य त्रिकालादिदृष्टमापि युक्तस्य नूनम् ।
तपोयोगयुक्तोऽपि कान्तार्धदेह: कथं भावयेच्चेष्टितं हृच्छयस्य ।। ७ ।।
ત્રિકાલજ્ઞાની હોવા છતાં ભગવાન શંકર પોતાના કાર્યની અયોગ્યતા જાણી ન શકયા ! કવિ એ વાતને rationalize કરતાં કહે છે કે આ વાત બરાબર છે, કારણ કે તેઓ પોતે તો અર્ધનારીશ્વર છે. આથી તેમને માટે તો વિયોગનો પ્રસંગ ઊભો થવાનો ભય જ નથી ! આથી અન્ય લોકોની શી સ્થિતિ થાય છે, તેની તેમને કલ્પના ન આવી શકે !
કામદેવની પ્રવૃત્તિને અનિર્વાચ્ય કહીને કવિ તેની ગહનતાનું પ્રતિપાદન કરે છે :
अत्यंतानिर्वाच्या यस्य कृतिभ्रान्तिकारिणी विषमा । देवस्यापि न गम्या सुलीलया सा कथंजिता मुनिमिः ।। ८ ।।
દેવ જેવા દેવ પણ તેને સહેલાઇથી સમજી શકતા નથી, એવી એ ભ્રાન્તિ ઊભી કરે તેવી છે, તો પછી ઋષિમુનિઓનું તો પૂછવું જ શું ?
તો પછી પ્રશ્ન એ થાય કે તો પછી કવિ શા માટે આ પ્રયત્ન કરે છે ? આ પૃચ્છા (કે શંકા) કલ્પીને
For Private and Personal Use Only