Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉષા બ્રહ્મચારી પણ નિર્વિવાદ એ છે કે ભક્તિ સહિતનું જ્ઞાન જ મુક્તિનું સાધન છે. ચોથા નિબંધમાં ગીતાની સાત મુખ્ય ગ્રંથિઓ ઉકેલવાનો તર્કપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં સમજાવ્યું છે કે સુખદુઃખ અનિત્ય છે પણ જીવ અને ધર્મ નિત્ય છે આથી નિત્ય જીવનો સાથ નિત્ય એવો ધર્મ જ આપી શકે બીજી કોઈ અનિત્ય વસ્તુ નહીં. પાંચમા નિબંધમાં વેદમાં નવધાભક્તિ તથા પંચભાવોને વૈદમૂલક તરીકે સિદ્ધ કરવાનો સફળ પ્રયાસ કરાયો છે. ભગવાનની બાબતમાં ભક્તોની વિશ્વાસપ્રધાન ભાવના સુધી તર્કની શક્તિ પહોંચી શકતી નથી. પ્રભુમાં પરમ અનુરક્તિ, પ્રભુ માટે આત્મસમર્પણની ઉત્કટ અભિલાષા અને પ્રભુએ સર્જેલ અને પ્રભુનું સ્વરૂપ એવી આ સૃષ્ટિ પ્રત્યે સર્વાત્મભાવે સેવાની વૃત્તિ - આ ત્રણેય ભાવોની હ્રદયમાં એકસાથે ઉપસ્થિતિ એ જ ભક્તિનું અત્યંત જળું અને વાસ્તવિક સ્વરૂપ છે. છઠ્ઠા નિબંધમાં ગીતા અને ભારતીય સંસ્કૃતિના મુખ્ય અંશોની ચર્ચા કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા એની ધર્મમૂલતા છે. ગીતામાં વર્ણવેલ ધર્મગ્લાનિ અર્થાત્ ધર્મનું લુપ્ત થયું તેમ જ તેની પુનઃસ્થાપનાર્થે ભગવાને અવતાર ધારણ કરવો પડે છે. આમ કાળની દૃષ્ટિએ ભારતીય સંસ્કૃતિની અનાહિતા સ્વતઃ સિદ્ધ થાય છે. ગીતામાં વૈદિક કર્મોની ફ્લાસક્તિનો જ નિષેધ છે, કર્માંશનો નહિ. તેથી જ ગીતા નિષ્કામ કર્મ કરવાનું અને ભગવાનને સઘળા કર્મો અર્પણ કરવાનું સૂચવે છે. આમ અહીં સાતમા નિબંધમાં ગીતાને વૈદશાસ્ત્ર વિરોધી બતાવનારાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. આઠમા નિબંધમાં ગીતામાં વર્ણવેલ કર્મ, કર્મ અને વિકર્મનું શાસ્ત્રીય વિવેચન કરાયું છે. કર્મોની સાથે વિકર્મ ભળવાથી નિષ્કામતા આવે છે. અને કર્મ દિવ્ય જણાય છે. એનાથી કાાિરોટ થાય છે અને એમાં કર્મનું નિર્માણ થાય છે. કર્મ કરવા છતાં કર્મનો ભાર જણાતો નથી. આમ કર્મમાં વિધર્મ જોડાવાથી તે અકર્મ બને છે. નવમા નિબંધમાં ગીતામાં વર્ણવાયેલ વાદિ દ્વાદશ યજ્ઞોનું વિવેચન છે. ત્યાર પછીના પાંચ નિબંધોમાં ગીતાના અધ્યાય દસ, બાર, પંદર અને અઢારના કેટલાંક શ્લોકોનું વિવરણ પ્રાપ્ત થાય છે. પંદરમાં નિબંધમાં ગીતાની વિશ્વતોમુખતાનું દર્શન થાય છે. સોળમા નિબંધમાં ગીતાના અંતિમ રહસ્ય તરીકે 'કર્મયોગ' ને દર્શાવ્યો છે. અહીં લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતાદર્શન કરાવ્યું છે. સત્તરમા નિબંધમાં ગીતાને સામ્રાજ્યવાદની કટ્ટર વિરોધિની તરીકે દર્શાવી ત્યારપછીના નિબંધમાં ગીતાના આધ્યાત્મવાદનું વિવરણ કરવામાં આવ્યું છે. અંતિમ ત્રણ નિબંધોમાં ગીતાનું બહિરંગ પરીક્ષણ કરતાં ગીતાનો સમય, શ્લોક સંખ્યા, તેના સંબોધનો ઉપર વિગતે વિચાર કરવામાં આવ્યો છે. અંતિમ છ પરિશિષ્ટોમાં ગીતાનો વિષયવિભાગ, ગીતામાં વપરાયેલા છંદોનો પરિચય, અર્જુનનાં ૨૯ પ્રશ્નો, પ્રયોજાયેલ સંબોધનો, કર્મ, ભક્તિ અને જ્ઞાનયોગની વિશેષતા તથા અંતે ભિન્ન ભિન્ન ટીકાકારો દ્વારા પ્રયુક્ત ગીતાના અધ્યાયોની નામાવલી જેવાં વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. For Private and Personal Use Only આ પુસ્તકનું સમગ્રતયા અવલોકન કરતાં જણાય છે કે ગીતાની અદ્ભુત વિશેષતા એ છે કે કુરુક્ષેત્રની સમરાંગણ જેવી કર્મભૂમિ ઉપર ગીતા એકતરફ માનવમુક્તિ અર્થાત્ શાશ્વતશાંતિના એકમાત્ર સાધન તરીકે જ્ઞાનનો સંદેશો આપે છે તો બીજી તરફ અર્જુનને યુદ્ધરૂપી કર્મ કરવા પ્રવૃત્ત કરે છે. આમ યુદ્ધભૂમિ ઉપર કૃષ્ણ દ્વારા જ્ઞાન અને કર્મનો સુભગ સમન્વય સધાયો છે. ‘ગીતામંદાકિની’ માં મહારાજશ્રી ગંગેશ્વરાનંદજીએ ભગવદ્ગીતા ઉપરના અન્ય ટીકાકારોના મંતવ્યોનો પરિશ્રમપૂર્વક પૂર્ણતયા અભ્યાસ કરીને સમગ્ર પુસ્તકમાં ગીતા વિષયક પોતાના વિચારોની ખુબ જ ઝીણવટપૂર્વક છણાવટ કરીને વેદોના સંકલન સાથે આવરી લીધા છે. મહારાજશ્રીના આ અથાગ પરિશ્રમનો લાભ ગુજરાતની પ્રજાને આપવા માટે મૂળ હિન્દી ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તક રૂપે પ્રસ્તુત કરવાનો પુરુષાર્થ કરનાર અનુવાદક શ્રીમતી નિલમબેન પટેલ તેમજ સંપાદક શ્રી ડૉ. ગૌતમભાઈ પટેલ અને પ્રકાશક સંસ્થા સંસ્કૃત સેવા સમિતિ એમ આ સર્વે અભિનંદનને પાત્ર છે, તદુપરાંત મુખપૃષ્ઠમાં

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131