Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 121
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલોકન ૧૧૭ પણ લેખકની શૈલી એ અનન્વય અલંકારનું ઉદાહરણ હોવું જોઈએ. “ગુણવંતભાઈના નિબંધોના મૂલ્યાંકનમાં ગુજરાતી વિવેચકોએ કૃપણતા બતાવી છે.” જેવું વિવાદાસ્પદ વિધાન કર્યું છે. ૮. અક્ષરની આંગળીએ કૈલાસ-માનસરોવર યાત્રા – “ચલોરે મનવા માનસરોવર' લે. અરુણા ચોકસી. કૈલાસ માનસરોવરની યાત્રાના વર્ણનના પુસ્તકનો આસ્વાદમૂલક પરિચય કરાવતાં યાત્રામાં માત્ર કષ્ટ વેઠવા જ નથી જતાં, મનને વધુ ઉત્તમ, ઉન્નત બનાવવા જઈએ છીએ એવા લેખિકાના અભિગમને સ્વીકારવા યોગ્ય લેખી પરાપૂર્વથી ચાલતી આવેલી માન્યતાની સામે લેખિકાના મત “થોડો આરામ, થોડી સુવિધાઓ, થોડી સગવડો યાત્રાને આનંદભરી બનાવી શકે” (પૃ. ૬૦) નું સમર્થન કર્યું છે.” આપણું યાત્રાસાહિત્ય પ્રમાણમાં દરિદ્ર અવસ્થામાં છે એવી નોંધ સાથે કાકાસાહેબનું “હિમાલયનો પ્રવાસ' તથા સ્વામી આનંદનું ‘ઉત્તરાપથની યાત્રા' એ ઉત્કૃષ્ટ કોટિનાં પ્રવાસવર્ણનોમાં કૈલાસ માનસરોવરની યાત્રાનું નિરૂપણ ન હોવાથી આ પુસ્તકને એ પુસ્તકોની ક્ષતિપૂર્તિરૂપ ગણાવ્યું છે. ૯. બાજબાજી : શુદ્ધ કળાનો નમૂનો ? “બાબાજી' લે. સુમન શાહ. શુદ્ધકળાની વિભાવના પ્રચારિત કરવામાં સુરેશ જોશીના મૂલ્યવાન પ્રદાનની નોંધ લઈ સુરેશ જોશીની સ્કૂલના સુમન શાહની બીજી નવલકથા ‘બાજબાજી'ની સમીક્ષા કરતાં શુદ્ધ કળાના કસોટીના પત્થર પર કસી જોતાં આપણને ભારે નિરાશા સાંપડે છે એમ કહી શુદ્ધ સુવર્ણને ઠેકાણે રોલ ગોલ્ડ મળે છે એવો અભિપ્રાય આપી શુદ્ધ કળાના નમૂનારૂપ આ નવલકથા કહેવાય ખરી ? એવો પ્રશ્ન કર્યો છે. એને શુદ્ધ કળાનો નમૂનો ગણીએ તો શુદ્ધ કળા વિશે ફેરવિચારણા કરવી પડે એમ જણાવી પરંપરાગત કળાથી શુદ્ધ કળા કઈ રીતે જુદી પડે છે ? શુદ્ધ કળાનાં વ્યાવર્તક લક્ષણો કયાં છે ? જેવા પ્રશ્નો રજૂ કરી સુરેશ જોશીએ “કાવ્યનો આસ્વાદ” નિબંધમાં “કળાકૃતિમાં સંવેદનાની કાચી ધાતુનું રૂપાંતર થાય છે જે એક અપૂર્વ અનનુભૂત વસ્તુની લહાણ કરે છે” આપેલ અભિપ્રાય ટાંકી એ કસોટી પર ‘બાજબાજીમાં મહદંશે કાચી સામગ્રી જ પ્રાપ્ત થાય છે. કાચી સામગ્રીનું કળામાં રૂપાંતર સાધવામાં નવલકથાકારને સફળતા સાંપડી નથી એમ કહી અશ્લીલ પ્રસંગો, દ્વિઅર્થી અશ્લીલ સંવાદો, પાત્રોની જાતીય વિકૃતિ જેવી મર્યાદાઓ દર્શાવી છેલ્લે “અશ્લીલ વર્ણનો દ્વારા લેખક શું વાચકોનો કામરસ સંતોષવા માગતા હશે ? જો એમ જ હોય તો વાચકે આ નવલકથા શા માટે વાંચવી ? કામશાસ્ત્રનું જ કોઈ પુસ્તક શા માટે ન વાંચવું ? કહી પુસ્તકની નિરર્થકતા બતાવી છે. ૧૦. ગાગરમાં સાગર – ‘બહુજન સાહિત્ય” સંપાદક પ્રા. યશવંત વાઘેલા. લેખકે દલિતો વિશે લખાતા સાહિત્યના નામકરણનો મુદ્દો ચર્ચો છે. “સમાજના કચડાયેલા વર્ગ વિશે લખાતા સાહિત્ય માટે ‘દલિત સાહિત્ય' શબ્દ વાપરો કે “બહુજન સાહિત્ય' શબ્દ વાપરો : એથી ખાસ કશો ફેર પડતો નથી” એમ કહ્યા પછી આગળ કહ્યું છે “શબ્દ પસંદગીના વિવાદમાં મૂળ ભાવના વીસરાઈ ન જાય તે જોવું પડશે. નહીંતર ઘઉં ફેંકી દઈને કાંકરા સાચવી રાખવા જેવી સ્થિતિ થશે.” (પૃ. ૭૭) ૧૧. જીવતર સાથે વફાદારી – ‘વિદિત' લે. પ્રા. હરીશ મંગલમ્. દલિત સાહિત્ય વિશેના અગિયાર વિવેચનલેખોના સંગ્રહની સમીક્ષા કરતાં દલિત સાહિત્યના ઉજળા ભાવિની આગાહી કરી છે. ‘વિદિત'ના પ્રથમ મુખપૃષ્ઠ પરનું શ્રી. જોસેફ મેકવાનું વિધાન “અમે કલા પ્રમાણી છે, પણ જીવતરને ધોખો નથી દીધો” ટાંકી ગુજરાતી સાહિત્યની પ્રવર્તમાન વિવેચન પ્રવૃત્તિના સંદર્ભમાં એની For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131