Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 119
________________ Shri Mahavir Jain Aradhana Kendra ગ્રંથાવલોકન www.kobatirth.org પ્રાચ્યવિદ્યા મંદિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા. આલેખાયેલ મારાજશ્રીનો ફોટો તેમના વ્યક્તિત્વનો હૂબહૂ ચિતાર આપે છે. ભવિષ્યમાં આવા અનેક વિર્ભાગ્ય પુસ્તકો આપણને પ્રામ થતા રહે એવી આશા રાખીએ. - Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ સાહિત્યઆચમન' તુલસીભાઈ પટેલ, પ્ર. પોતે, ૧, ઉદયનગર સોસાયટી, મહેસાણા ૩૮૪ ૦૦૨, આ. ૧, ઓકટોબર ૧૯૯૧, પૃ. ૯૬ + ૮, મૂલ્ય ।. ૩૦.૦૦. ૨. ઉમા બ્રહ્મચારી “શબ્દસૃષ્ટિ', 'પરબ', 'નિરીક્ષક', 'નયામાર્ગ' વગેરે સામયિકોમાં પ્રગટ થયેલાં પુસ્તક અવલોકનોમાંથી પસંદ કરીને કેટલાંક અહીં સમાવ્યાં છે. જોસેફ મેકવાન તથા સુમન શાહ તરફથી એમની કૃતિઓની સમીક્ષા વિશે વિસ્તૃત પ્રતિભાવ પ્રાપ્ત થયા હતા તેમાંથી કેટલોક ભાગ સાભાર પ્રગટ કર્યો છે. ૧. લોહીલુહાણ વેદનાની કથા જોસેફ મેકવાનની ‘આંગળિયાત' નવલકથા. દલિતવર્ગ સામજિક રીતે ઉત્પતિ છે અને સાહિત્યમાં પણ ઉપેક્ષિત છે એવું વિધાન કરી એનાં કારણોની ચર્ચા કરી છે. ગુજરાતી સાહિત્યમાં જોસેફના આગમનને યુગપરિવર્તનકારી બનાવ ગમ્યો છે. ‘આંગળિયાત'નું કથાવસ્તુ આપી લેખકની કથા જીવતીજાગતી બને છે તેનાં કારણો દર્શાવ્યાં છે. ‘આંગળિયાત’ને ઉત્તમ નવલકથા ગણતા હોવા છતાં એમાંની મર્યાદાઓ દર્શાવી છે. For Private and Personal Use Only દાયિત્વપૂર્ણ સર્જન - રઘુવીર ચૌધરીની લઘુનવલ 'મનોરથ’. ૧૯૮૫ની યાત્રાની સાંજે લેખકને (શ્રી ચૌધરીની પ્રજાની સમવેત શક્તિ અંગે એક અનુભૂતિ થઈ હતી. નિજમંદિરમાં બિરાજેલા પરમાત્મા સાથે આપણું અનુસંધાન સધાય તો સર્વવ્યાપી માન્યના સ્વીકારની શક્તિ પ્રામ થાય; આ દર્શાવવાનો લેખકનો મનોરથ છે. 'મનોરથ' વિશુદ્ધ કલાકૃતિ છે ખરી ? એ પ્રશ્ન મૂકી આ લઘુનવલ કેવળ દસ્તાવેજ, અહેવાલ કે નિબંધ હોવાની સ્પષ્ટ છાપ પાડે છે એમ કહ્યું છે. વ્યક્તિવાચી નામો તથા કેટલાક પ્રસંગો પયાવતુ રજૂ થયા છે. એના ઉદાહરણો આપી કૃતિ સામયિક મૂલ્ય ધરાવતી સમસ્યા પ્રધાન કથા બની ગઈ છે. એમ લેખકને લાગે છે તેમ છતાં આ કૃતિ શુદ્ધ દસ્તાવેજ કે ઈતિહાસ પણ નથી. આ એક વિચારપ્રધાન સામાજિક કથા છે એમ કહી લેખકે આપેલી કૃતિઓળખનું સમર્થન કર્યું છે. ગુજરાતે ગાંધી સાથે છેડો ફાડી નાંખ્યાની વાત ખોટી છે એ રધુવીરના વિચાર સાથે અસંમત થઈ ગુજરાતમાં અનેક વખત થયેલાં હુલ્લડો અને રક્તપાતની લેખક વિગત આપે છે. સમસ્યાને યથાર્થ રીતે તપાસવી હોય તો ગાંધી' ને વચમાં ન લાવવા બ્રેઈને એમ શ્રી પટેલ માને છે.

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131