Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
દેવદત્ત જોશી
મૂલવણી કરતા ગુજરાતી વિવેચકોમાં સ્પષ્ટ બે ભાગ પડી ગયા છે, કલાવાદી અને જીવનવાદી એમ કહી “જીવન જ કળામાત્રનો મૂળ સ્રોત છે, માટે સાચું સાહિત્ય કદાપિ જીવનથી છૂટા છેડા ન લઈ શકે. હા, શરત એટલી કે જીવન અને કલા બધું એકરસમાં રસાઈ જવું જોઈએ.” (પૃ. ૮૬) એમ સમન્વયાત્મક સૂર પ્રગટ કર્યો છે. આ પુસ્તકમાં શ્રી હરીશ મંગલમ્ દલિત સાહિત્યની વ્યાખ્યા આપતાં ઉદાર દષ્ટિકોણનો પરિચય આપે છે ત્યારે દલિત સાહિત્યની સ્વીકૃતિ બાબતમાં ભદ્રવર્ગ પોતાના સંકીર્ણ વલણનો ત્યાગ કરશે કે ? એવો પ્રશ્ન મૂકીને એ વલણનો ત્યાગ કરવા માર્મિક સંકેત કર્યો છે.
૧૨. મારે કવિ થવું નથી – ‘પ્રતિબિંબ” પ્રા. યશવંત વાઘેલા.
સાહિત્યના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં દલિત સાહિત્યને જોવા - મૂલવવાનો પ્રયાસ છે. “દલિતોની પીડાને વાચા આપવા માટે દલિત સર્જક પ્રતિબદ્ધ છે. આમ દલિતસાહિત્ય પ્રતિબદ્ધ સાહિત્ય છે. આથી અહીં નિર્ભેળ કલાની અપેક્ષા જ અસ્થાને છે. દલિત સાહિત્યના ઉચિત મૂલ્યાંકન માટે નવા માપદંડો અસ્તિત્વમાં આવવા જોઈએ” (પૃ. ૯૨) એવો મત પ્રગટ કર્યો છે.
બીજા વિભાગમાં એક ડઝન કવિઓના પ્રા. વાઘેલાએ કરાવેલા આસ્વાદની સમીક્ષા છે. કાવ્યાસ્વાદમાં સમાજશાસ્ત્રીય તથા અર્થશાસ્ત્રીય અભિગમ સર્વત્ર જોવા મળે છે એમ નોંધી સમગ્રતયા કલાની દષ્ટિએ દલિત કવિતા સ્વાભાવિક રીતે જ ઊણી ઊતરે છે એમ નિત્મિક અભિપ્રાય આપ્યો છે.
“સાહિત્ય આચમન'ના બાર સમીક્ષાત્મક લેખોનું અવલોકન કરતાં સ્પષ્ટ થાય છે કે પ્રા. તુલસીભાઈએ છેલ્લા બે દાયકાઓમાંની દલિત સાહિત્યક્ષેત્રની પ્રવૃત્તિને તપાસવાનું સ્વીકાર્યું છે. દલિત સાહિત્ય પ્રત્યે અકારણ ઉપેક્ષાવૃત્તિ ધરાવતા કહેવાતા શુદ્ધ કલાવાદીઓ જેવું વલણ એમનું નથી જ. પૂરા સમભાવથી જીવનનિષ્ઠા આ સાહિત્યમાં પ્રગટ થાય છે કે નહિ તેની ઝીણી નજરે તપાસ કરી શકયા છે.
૨૦૪, રાજલક્ષ્મી સોસાયટી, જૂના પાદરા રોડ, રેસકોર્સ, વડોદરા - ૩૯૦ ૦૦૭
દેવદત્ત જોશી
ઉપલબ્ધિ ' : પ્રા. ડૉ, ભાસ્કર દેસાઈ અભિનંદન ગ્રંથ, સંપાદન - ડૉ. નીતિન વ્યાસ, ડૉ. સુભાષ દવે, પ્રકાશક - ડૉ. બી. જી. ફાઉન્ડેશન, ૧૭, કીર્તિકુંજ, કારેલીબાગ, વડોદરા - ૩૮૦ ૦૧૮, ૧૯૯૭, પૃ. ૧૨ + ૪૮૪, મૂલ્ય રૂા. ૨૦૦.૦૦
એક શિક્ષકની જીવનની ઉપલબ્ધિ શું? પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષક કે કૉલેજના પ્રાધ્યાપકના જીવનની સાર્થકતા શું ? શિક્ષકનું સામાજિક કે વિશાળ ફલક પર રાષ્ટ્રને પ્રદાન શું ? આવા પ્રશ્નોના જવાબ મળે છે “ઉપલબ્ધિ'માં. પ્રા. ડૉ. નીતિન વ્યાસ અને પ્રા. ડૉ. સુભાષ દવેએ સંપાદિત કરેલ પ્રા. ડૉ. ભાસ્કર દેસાઈના મૌલિક તેમ જ સ્નેહીજનોના સંભારણાંના લેખોનો આ સંગ્રહ છે. શિક્ષક અધ્યયન અને અધ્યાપન
For Private and Personal Use Only