Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોક્ન
૧ ૨૧
. આજે વૈશ્વિક હોય. લોકોનો દીધેકતિઓના
યાજ્ઞિકે એકલપંડે આવા મોટા ગજાના કામની જવાબદારી સ્વીકારી. તેમના પરિશ્રમના પરિણામ સ્વરૂપે કૃષ્ણચરિત, રામચરિત, પાંડવકથા, ઋતુચક્ર સંલગ્ન રચનાઓ અને જીવનચક્રસંલગ્ન રચનાઓ જેવા પાંચ દળદાર ગ્રંથો પ્રાપ્ત થાય છે. ‘ઋતુચક્ર સંલગ્ન લોકરચનાઓ' માં ૬૧૫ પૃષ્ઠોમાં કુલ ૪૪૫ જેટલી લોકકૃતિઓનું સંકલન થયું છે.
લોકરચનાઓમાં વિષયવસ્તુ, પ્રકાર, અભિવ્યક્તિ, ભાષાશૈલી વગેરેની દષ્ટિએ જોતાં અપાર વૈવિધ્ય જણાય છે. એના શિસ્તપૂર્ણ વિભાજન - સંપાદનનો પ્રશ્ન અભ્યાસીઓ માટે સતત પડકાર રૂપ રહ્યો છે. પ્રદેશ, વ્યવસાય, જાતિ, વિષય, ભાષા, અવસ્થા, અવસર આદિમાંથી કોઈ એક રીતિને ધ્યાનમાં રાખી આ પ્રકારનાં સંપાદિત પુસ્તકો આપણને પ્રાપ્ત થતાં રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિમાં સોળ સંસ્કારની આગવી પરિપાટી અને ઋતુઓ સાથેના તેના અવિચ્છિની સંબંધને કેન્દ્રમાં રાખી, હસુ યાજ્ઞિકે ઋતુચક્ર સંલગ્ન લોક રચનાઓ અહીં પુનઃ પ્રસ્તુત કરી છે. પ્રથમ વિભાગની દેવદેવી વિષયક રચનાઓમાં ભારતીય દેવીદેવતાઓ, ગર્ભદીપ, વેલડી, માંડવડી નિર્માણ, નવરાત્રી નિમિત્તે ગવાતી સાંસારિક સંબંધની રચનાઓ વગેરેનો સમાવેશ કર્યો છે. આપણાં વાર, તિથિ, મહિના, ઋતુએ ઋતુના ઉત્સવો, વ્રતો, ખેતીવિષયક વિવિધ કાર્યો સંલગ્ન રચનાઓ અલગ તારવીને જુદાં જુદાં શીર્ષક હેઠળ રજૂ કરી છે. ખાયણાં, ઉખાણાં, જોડકણાં, કોયડા, ભડલીવાક્યો, કહેવતો, વ્રતકથાઓ, ભવાઈના વેશ અને અન્ય સામગ્રીને પ્રકીર્ણ તરીકે મૂકી આપીને લોકસાહિત્યની વૈવિધ્યસભર સામગ્રી તેમણે એક સ્થળે હાથવગી કરી આપી છે.
લોકસાહિત્ય આજે વૈશ્વિક સ્તરના અભ્યાસનો વિષય બન્યું છે. આથી લોકરચનાઓના સંપાદન અભ્યાસનો ઉદ્દેશ માત્ર રસાનુભૂતિ ન હોય. લોકવિદ્યાના અભ્યાસ માટેની એક મૂલ્યવાન સંપત્તિ તરીકે આ સામગ્રીનું આગવું મૂલ્ય સમજીને, સંપાદકે ગ્રંથારંભે ૭૪ પૃષ્ઠોનો દીર્ઘ અભ્યાસલેખ આપ્યો છે. પોતાના શાસ્ત્રીય અભિગમ થકી કરાયેલા વર્ગીકરણ વિશે કેટલીક સ્પષ્ટતા કરી, લોકકૃતિઓના અધ્યયન, અવલોકન, અર્થઘટનનો તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. લોકસંસ્કૃતિને સમજવામાં સહાયક એવી તમામ વિગતો, લોકજીવન, તેનો સામાજિક સંદર્ભ, બૃહદ્ જનમાનસ અને તેમની પરંપરા પ્રજાકીય અભિગમ, અભિવ્યક્તિરીતિ વગેરે પર અહીં ભાર મૂકાયો છે. કેટલીક રચનાઓનો મર્મ ઉઘાડી આપી, તેમણે તેનો રસપ્રદ આસ્વાદ પણ કરાવ્યો છે. દા. ત. શિવ-જટાળો જોગીની રચનાએ ... , કયાંક સાહિત્યિક દષ્ટિએ કૃતિની તપાસ કરી છે. જેમકે મોતીના વૃક્ષનું ઘટક, ચીંચોડાનું રૂપક વગેરે ઉલ્લેખો. ગીતનો મુખડો બદલાય તો કેટલાંક ઘટકો નવાગીતની રચનાની શકયતાનાં દ્વાર ખોલી આપે છે એવા તારણ સાથે તેમણે ગીતોનાં વૈવિધ્યનો નિર્દેશ કર્યો છે. આપણી લોકવ્રતોની પરંપરા અને વ્રતકથાઓની, તેમાંનાં ભિન્ન ભિન્ન ઘટકો સંદર્ભ તુલનાત્મક સમીક્ષા કરી તેમણે કેટલાક વિચારણીય મુદ્દા તારવી આપ્યા છે. તેમાંની માર્મિક ટકોર અભ્યાસીઓ માટે દિશાનિર્દેશરૂપ છે. લોકરચનાઓને વિવિધ પરિપ્રેક્ષ્યમાં તપાસી શકાય તેમ છે તેની ચર્ચા કરી, જે કૃતિ | વિષયોમાં વિશેષ પરિશીલનની શકયતાઓ પડેલી છે તેની તેમણે યથાસ્થાને નોંધ પણ કરી છે. વેદકાળમાં શુભકાર્યના પ્રારંભે રાહુપૂજનની પ્રથા હતી જે પાછળથી ગણેશપૂજનમાં પરિણમી, સત્યનારાયણની કથાનો શીરો (પ્રસાદ) અને ઈસ્લામપંથનો મલિદોની સમાનતા તથા સત્યનારાયણની કથાનો ઉદ્ભવ દશામાની કથા અને નળદમયંતીની કથામાં મૂળ પરંપરા, લોકકથામાં નાનો કુંવર, નાની રાણી, દેરાણી વગેરે ‘નાના” તરફનો પક્ષપાત, હોળી યા લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં નૃત્ય સાથે ગીતની પરંપરા નારી સંવેદનોની અભિવ્યક્તિ જેવા ઘણા મુદ્દાઓ આ વિષયના અભ્યાસીઓ માટે પડકારરૂપ બની શકે તેમ છે.
લોકસાહિત્યના સ્વાધ્યાય માટે સંદર્ભ/ભૂમિકાની ગરજ સારે એવા આ લેખમાં, સંપાદિત લોકવ્રતકથાઓના
For Private and Personal Use Only