Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra ગ્રંથાવલોકન www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ દ્વારા એક આખી પેઢી તૈયાર કરવાનું કાર્ય કરે છે તેનાં પરિણામ તાત્કાલિક બતાવી શકાતાં નથી. એનાં હળ લાંબે ગાળે જ જોઈ શકાય. એક ડૉકટર પોતાના કાર્યનું પરિણામ તાત્કાલિક બતાવી શકે છે એવું પોતાના કાર્યનું પરિણામ શિક્ષક તત્કાલ ન બતાવી શકે પણ વિદ્યાર્થીના જીવનમાં અને બહુજનસમાજમાં એ જે મૂલ્યબોધ દ્વારા મૂલ્યોની સ્થાપના કરે છે, મૂલ્યોનું સંવર્ધન કરે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય અમૂલ્ય હોય છે. નવી પેઢીનું સંસ્કરણ ઘડતર કરીને એ રાષ્ટ્રનું ઘડતર કરે છે અને એ રીતે રાષ્ટ્રની સેવા કરે છે. જુદા જુદા ક્ષેત્રે નવાં સંશોધનો થયાં એમાંના ઘણાં બધાં સંશોધનો શિક્ષકોએ કર્યાં છે. એ સંશોધકની પ્રતિભાના બીજની માવજત કોઈ શિક્ષક કે પ્રાધ્યાપકે કરેલી એ વાત સમાજના ધ્યાન પર આવે ત્યારે શિક્ષકના કાર્યની પરિણતિ જોવા મળે. એ શિક્ષકના જીવનની શિક્ષકને માટે અને સમાજને માટે મોટી ઉપલબ્ધિ ગણાય. ડૉ. ભાસ્કર દેસાઈ જેવા પ્રાધ્યાપક વિદ્યાર્થીને માટે માનદંડ બની છે. શિક્ષઝ, સમાજ, સાહિત્ય, રાજકારણ જેવાં જીવનનાં ઘણાં ક્ષેત્રે એમની પ્રતિમાનાં તેજ પથરાયેલાં જોવા મળે છે. પુસ્તકમાં ત્રણ વિભાગ છે. વિભાગ ૧માં ડૉ. બી. જી. દેસાઈ જેઓ વડોદરાની મ. સ. યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના તત્ત્વજ્ઞાન વિભાગના અઘ્યક્ષ તરીકે નિવૃત્ત થયા તેમના કેટલાક લેખો સમાવિષ્ટ છે. જેમાં લેખકની વિદ્વત્તા સાથે કોઈ પણ સમસ્યાનું પૃથક્કરણ કરી તેનો ઉકેલ આપવામાં એક સાચા શિક્ષકની સમાજ પ્રત્યેની જવાબદારી જોવા મળે છે. વિભાગ ૨ અર્થમાં વિવિધક્ષેત્રની વ્યક્તિઓએ પ્રા. દેસાઈના વ્યક્તિત્વનાં અનેકવિધ પાસાંને સ્પર્શતા ૭૮ જેટલા ગુજરાતી-અંગ્રેજી લેખો છે. યુવાનીમાં ગાંધીસત્યાગ્રહના સમયગાળા દરમ્યાન 'જેલભરો'નો સાદ સાંભળી જેલવાસ ભોગવી દેશદાઝની પ્રતીતિ કરાવનાર, સારા ખેલદિલ ક્રિકેટર, શિક્ષક અને લેખક તરીકે વિજ્ઞાન, વહીવટકર્તા તરીકે નિપુણ એવા ડૉ. દેસાઈ એન. સી. સી.ના અધિકારી તરીકે સક્રિય છે તો બીજી બાજુ નૃત્ય, નાટક, ગીત જેવી સાંસ્કૃતિક પ્રકૃત્તિઓમાં રસ લઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. ડૉ. દેસાઈએ યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિમાં વાળવાના પ્રયત્નરૂપે ‘વેસ્મા યુવાક સંઘ'ની સ્થાપના કરી હતી. ૧૯૬૫થી તેઓ મ. સ. યુનિવર્સિટી યુનિયનના પ્રમુખ હતા. પ્રા. દેસાઈ નવનિર્માણ આંદોલનમાં નેત્ત્વ પૂરું પાડે છે પણ આંદોલન હિંસક ન બને તેની કાળજી રાખે છે. જ્ઞાતિમાં પ્રવર્તતાં સામાજિક દૂષણો જેવાં કે વાંકડો, પહેરામણી સામે એમણે હંમેશાં બંડ પોકાર્યું. સયાજીગંજમાં રહેતા હતા ત્યારે ‘સયાજીગંજ સેવા સમાજ' નામની બિન રાજકીય સંસ્થા સ્થાપી હતી. ચોરીના ઉપદ્રવને ખાળવા યુવાનોની એક સંરક્ષણાત્મક ટુકડી ઊભી કરી. કેટલાક યુવાનોને લઈને વિશ્વામિત્રી નદીનાં કોતરોમાં સાહસ કરીને ચોરોની ટુકડીને પકડવા પ્રયત્ન કરતા. સમાજગંજના વેરાન રસ્તા પર નના ોનમે ચોરને પકડીને પોલીસને હવાલે કરેલો. For Private and Personal Use Only એમના એક વિદ્યાર્થી પ્રો. દામુભાઈ ગાંધી (પૂર્વ અધ્યક્ષ, તત્ત્વજ્ઞાન વિભાગ, એચ. કે. આર્ટ્સ કોલેજ, અમદાવાદ) લખે છે “અધ્યાપક તરીકેના મારા આ સમયગાળા દરમ્યાન અભ્યાસસમિતિઓ, જ્ઞાનગોષ્ઠિઓ, પાઠય પુસ્તકની કાર્યશાળા અને વિવિધ કક્ષાની યુનિવર્સિટીઓની પરિક્ષાઓમાં મને અનેક વખત ભાસ્કરભાઈની નિશ્રામાં કામ કરવાનું સદ્ભાગ્ય પ્રામ થયું છે. આ સમયે તેમની વહવટી કાબેલિયત, સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક અભિગમ, મૂળગામી તત્ત્વદષ્ટિ, વ્યવસ્થિત સર્વગ્રાહી રજૂઆત, તટસ્થ અને સમતુલિત વ્યવહાર તથા હાથ પર લીધેલા કામ પ્રત્યેની ધગશ અને નિષ્ઠા દ્વારા મને ઘણું ઘણું શીખવા મળ્યું છે.” (પૃ. ૨૧૬) એક અન્ય

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131