Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 126
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ૨ અરુણા બક્ષી સાર આપવા પાછળ લેખકને શું અભિપ્રેત હશે તે સમજાતું નથી. એ જ રીતે, લોકસાહિત્ય અને સાહિત્ય' વચ્ચેના ભેદની તેમણે અહીં ચર્ચા કરી છે, કતૃત્ત્વના મુદ્દાથી પણ તેઓ પરિચિત છે, છતાં કેટલીક એવી રચનાઓનો આ ગ્રંથમાં સમાવેશ થયો છે જે ચિત્ય છે. દળ, વલ્લાય કૃત ગરબો, વિવિધ દેવદેવીઓનાં અષ્ટકો વગેરે. કેટલીક પુનરાવૃત્ત લાગતી, યાંત્રિક યા નિઃસત્ત્વ કૃતિઓના પુનઃસંપાદનનો પ્રશ્ન પણ વિચારણીય છે. જેમકે ક્રમાંક ૭૩-૭૪ની તથા ૫૫-૫૭ની રચનાઓ. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન-સંપાદન કાર્યનો પ્રારંભ કર્યો તે સમયે, ઉપલબ્ધ તે બધીજ સામગ્રીના સંપાદનનું મુગ્ધ વલણ હોય તે સમજી શકાય. પરંતુ આજે આટલાં વર્ષો બાદ પણ આપણે એકાદ ડગલું આગળ ન વધી શકીએ ? ‘સમયનાં બંધનોને લઈ વિવિધ અભ્યાસોમાં ઊંડા ન ઉતરતાં “ધસ ફાર' રાખવાની' આવા સંપાદનની વૃત્તિ કેટલે અંશે સહ્ય ગણાય ? લોકસાહિત્યના વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ બાબતે આપણે મોડા અને મોળા તો છીએ જ, છતાં થોડો વધારે સમય, અને શક્તિ કામે લગાડીને દષ્ટિપૂર્વકનું લક્ષ્ય રખાયું હોત તો તે વધુ આવકાર્ય બનત. બાકી લોકસાહિત્યમાળાના મણકા ૧ થી ૧૪નું જ પુનર્મુદ્રણ કરીને, પ્રસ્તાવના રૂપે અભ્યાસલેખની પૂર્તિ પણ કરી શકાતી ને ? ‘ઈસા', શાંતિકુંજ સોસાયટી નં. ૧, દીપચેમ્બર પાસે, માંજલપુર, વડોદરા - ૧૧ અરુણા બક્ષી બાવળ વાવનાર અને બીજી વાતઓ : લેખક : જનક ત્રિવેદી, પ્ર. : ડૉ. હસું યાજ્ઞિક, મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, અભિષેક બિલ્ડિંગ, પ્રથમ માળ, સેકટર ૧૧, ગાંધીનગર - ૩૮૨૦૧૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૫, પૃ. ૧૮ + ૧૨૧, મૂલ્ય રૂા. ૫૦.. છેલ્લા બે દાયકાથી વાર્તાલેખન પ્રત્યે સક્રિય એવા શ્રી જનક ત્રિવેદીનો આ પ્રથમ વાર્તાસંગ્રહ ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ' ભાષાસંવિધાન અને સામાજિક પ્રતિબદ્ધતાને કારણે રસપ્રદ બને છે. શ્રી જનક ત્રિવેદી વાર્તાકાર તરીકે ગુજરાતી સાહિત્યરસિકોમાં ઠીક ઠીક જાણીતા છે. પોતીકા અનુભવોનો અવાજ એમની વાર્તાઓમાં સંભળાય છે. ગ્રામ્યજીવન-શહેરીજીવન, મનુષ્યજીવનનું વૈવિધ્ય, દલિતો-શોષિતો પ્રત્યેની સહાનુભૂતિ, સૌરાષ્ટ્રીબોલીનો બળુકો પ્રયોગ અને નીજી અનુભવોની ભરમાર આ વાર્તાસંગ્રહનાં આગળ તરી આવતાં લક્ષણો છે. લેખક રેલ્વે સ્ટેશનમાં સહાયક સ્ટેશન માસ્તર તરીકે ફરજ બજાવતા રહ્યા છે એટલે રેલ્વેના વાતાવરણનો પાસ એમની મોટાભાગની વાર્તાઓમાં જોવા મળે છે. સંગ્રહની પ્રથમ વાર્તા “ઓગાન'માં છલકાયેલાં આંસુઓ દરિયામાં ઠલવાય ને દરિયો છલકાય ત્યારે એને માર્ગ કરી આપવા ઓગાન બનાવતા વૃદ્ધની વેદનાનો મર્મ ચોટદાર બની રહે છે. “પાસ ઘૂ' માં સામગ્રીની રજૂઆત કવિતાશાઈ ઢબે થાય છે. લેખક છોકરા-છોકરીનું તારામૈત્રક ને અંતમાં વેદના પણ ઠીક ઠીક આલેખી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131