Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૬
૩.
ઇરિશ મંગલમૂ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવદત્ત જોશી
એક ધ્યાનાકર્ષક સાહિત્યિક પ્રયોગ - ‘ગુજરાતી દલિત વાર્તા', સંપાદકો - મોહન પરમાર,
દલિત જનજીવન પર રચાયેલી પંદર વાર્તાઓની કાચી સામગ્રીને ચાર ભાગમાં વહેંચી છે. આ ચાર પ્રકારની વાર્તાઓ કઈ કઈ તે દર્શાવ્યું છે. જુદા જુદા લેખકોએ કરાવેલા દરેક વાર્તાના આસ્વાદને પણ તપાસીને વિવેચનનું તટસ્થ વિવેચન કર્યું છે.
પદદલિત અસ્પૃશ્યસમાજની પીડા વેદના આજપર્યંત સાહિત્યનો વિષય કેમ ન બની એનાં કારણોની ચર્ચા કરી સમર્થ દલિતસર્જક શ્રી જૈસેફ મેક્વાન આ વાર્તા સંગ્રહમાં ઉપેક્ષિત રહ્યા છે એની નોંધ લીધી છે.
For Private and Personal Use Only
૪. પન્નાલાલની સર્ગશક્તિનું પગેરું - જિંદગી સંજીવની' ભા. ૧ થી ૭, લે. પન્નાલાલ પટેલ.
“પન્નાલાલની કેટલીક નવલકથાઓનો અંગ્રેજીમાં યથાર્થ અનુવાદ થાય તો વિશ્વની આગલી હરોળના કથાકારોમાં પન્નાલાલને સ્થાન મળે એ વિશે કશી શંકા નથી." એવા મત હોરા પન્નાલાલ પ્રત્યેની મુખ્યા સભાનપણે પ્રગટ કરી છે. ‘મુગ્ધતા’ એ કદરદાનીનું લક્ષણ છે, ભોળપણ નથી એમ લેખક માને છે. પન્નાલાલને ક્યાં પરિબળોએ આવડા મોટા સર્જક બનાવ્યા ? પોતાના વાચકોની આ કુતૂહલવૃત્તિને આત્મક્થા દ્વારા સંતોષી શક્યા હોત પણ પન્નાલાલે જીવનઅનુભવોને નવલકથામાં ઢાળવા પ્રયત્ન કર્યો છે એમાંથી સર્જાયા છે. જિંદગી સંજીવની’ના સાત ભાગ. લેખકે પ્રસ્તુત પુસ્તકને આત્મકથા માનીને જ ચાલવાનું ઠીક માની પન્નલાલની સર્જક પ્રતિભાનાં મૂળ શોધવાનો ઉપક્રમ રાખ્યો છે.
૫. લીલાંછમ્મ તુલસીપત્ર
'તુલસીની માળા' છે. ઈમાર પરમાર,
ત્રીસ લઘુકથાઓને ‘વેદના અને વિષાદ’ની લઘુકથાઓ કહી કરુણાજનિત માંગલ્યને લગભગ બધી જ લઘુકથાઓનું સમાન લક્ષણ ગણાવ્યું છે. જુદી જુદી લઘુકથાઓનું વૈશિષ્ટય સોદાહરણ ચર્યું છે.
૬. ગીતાનું બુદ્ધિગમ્ય રસદર્શન - ‘કૃષ્ણનું જીવનસંગીત' લે. ગુણવંત શાહ,
ગીતાના અઢાર અધ્યાય પરનાં અઢાર પ્રકરણો છે. એમાં શ્લોકવાર વિવરણ નથી. ગીતાના ગંભીર તત્ત્વજ્ઞાનનું પરિશીલન કરતો આ ગ્રંથ સર્જનાત્મક કલાકૃતિનો દરજ્જો કેવી રીતે ધારણ કરે છે તે દર્શાવ્યું છે. “ભાગવત સમાહની જેમ હવે આ ગ્રંથનું પણ પારાયણ થવું ઘટે" (પૃ. ૫) જેવું ગુણવંત શૈલીનું ભાવુક્તા ભર્યું વાકય રમૂજ પ્રેરે છે.
૭. અંતરને અજવાળતા નિબંધો - બત્રીસે કોઠે દીવા' છે. ગુણવંત શાહ.
વિચારદ્રવ્યને સવ હળવાશમાં ગૂંથી લેવું એ શ્રી ગુણવંતભાઈના નિબંધોની વિશેષતા ગણાવી છે. ગુણવંતભાઈનો પ્રિય વિષય કયો ? એ પ્રશ્ન મૂકી જવાબ જડે છે. ‘માણસ', એમ કહી ગુણવંતભાઈને ‘માણસ’ માં રોમાંચ પ્રેરિત રસ છે એમ ગુણવંતભાઈના માણસરસને સમજવાનો પ્રયાસ કર્યો છે. નિબંધોને ‘ગદ્યમાં કવિતા' કહ્યા છે. મુક્તિરૂપ વિધાનોને શૈલીની વિશેષતા ગણાવી ઉદાહરણો આપવાની સાથે અલંકારોના પ્રયોગોનાં પણ ઉદાહરણો આપ્યાં છે. “ગુણવંતભાઈની શૈલી એ અનન્વય અલંકારનું ઉદાહરણ છે. અન્ય કોઈ ગુજરાતી સર્જક આ પ્રકારના શૈલી સૌંદર્ય વડે પોતાના નિબંધોને આભૂષિત કરી શક્યા નથી." (પૃ. ૫૭) લેખકના એ વિધાનના અનુસંધાનમાં એટલું જ જણાવવાનું કે માત્ર ગુણવંતભાઈ જ નહિ, એક રીતે તો કોઈ