Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ સી. વી. ઠકરાલ प्रशस्तं वतं ब्रह्मचर्य वतेषु स्मृतौ दिष्टमेतत्स्फुटं मानवानाम् । भवेत्तेजसो हानिरित्यादि शब्दैः वतं ह्येतदाज्ञापितं योगशास्त्रे ।। ५० ।। આગળ ચાલતાં કવિ ગૃહસ્થાશ્રમ માટે અન્ય શાસ્ત્રોની શીખ દર્શાવતાં કહે છે : प्रजातन्तुविच्छेदरोधाय नूनम् गृहस्थाश्रमं नेन्द्रियाणां सुतृप्त्यै । समादिश्यवाक्यैः सुशास्त्राणि तानि विधि ब्रह्मचर्य वदन्ति प्रकामम् ।। ५१ ।। પ્રગતિનું મા એવચ્છ :- એ ઉપનિષદ્ વાકયને કવિએ પોતાની રીતે ઢાળીને ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ છે, એ વાતનું સુંદર પ્રતિપાદન કર્યું છે. ધવંતરિ, સુશ્રુત, ચરક આદિ આયુર્વેદવિશારદોએ પણ બ્રહ્મચર્યનો મહિમા ગાયો છે. ભર્તુહરિનો દાખલો કવિ માને છે કે રસજ્ઞ રાજા ભર્તુહરિએ સુખની પ્રાપ્તિ યોગમાં જ કરી હતી : राजा धनी सकलशक्तिसमृद्धिशाली आवेष्टितः शशिमुखीभिरसौ रसज्ञः । त्यक्त्वा सुखं विषयजं सुलभं सुपूर्णम् योगं हि भर्तृहरिराश्रितवान्सुखाय ।। ५४ ।। શૃંગારશતકના ઉગાતાની વૈરાગ્યશતક સુધીની વિચારયાત્રાનું કેટલું માર્મિક આલેખન ! આરોગ્ય બ્રહ્મચર્ય પર આધારિત છે આરોગ્યના પાયામાં બ્રહ્મચર્ય રહેલું છે, એવું પ્રતિપાદન કરતાં કવિ કહે છે : बुद्धिजन्यं सुखं श्रेयो विषयोत्थात्सुखात्परम् । बुद्धिरारोग्यजन्या स्यादारोग्यं ब्रह्मचर्यजम् ।। કવિ આગળ ચાલતાં દર્શાવે છે કે પાશ્ચાત્ય લોકોએ પ્રબોધેલું સુપ્રજનનશાસ્ત્ર (Eugenics) આ જ સિદ્ધાન્ત પર રચાયેલું છે. આપણને આશ્ચર્ય થાય એ રીતે કવિએ અર્થશાસ્ત્રવેત્તા માલ્યુસનો હવાલો પણ પોતાના સિદ્ધાન્તના સમર્થનમાં આપ્યો છે : સુપ્રજનનશાસ્ત્રનો સારાંશ यदि जनको जननी च स्यातां बलिनावुभौ तथारुग्णौ । अपत्यमपि जायेत सर्वेन्द्रियसौष्ठवेन युक्ततरम् ।। ५८ ।। प्रजा या भवेद्वयक्तिभिः सुप्रपन्ना शरीरेण बुद्ध्या दृढाभिगुणैश्च । भवेत्साग्रगण्या प्रजानां समूहे यतो व्यक्तयोऽगानि सन्ति प्रजानाम् ।। ५९ ।। અહીં સારી પ્રજા માટે પણ બ્રહ્મચર્યનું પાલન આવશ્યક શરત છે, એવું પ્રતિપાદન કવિ સફળ રીતે કરી શકયા છે. સમાજ વ્યક્તિઓનો બનેલો છે, એમ દર્શાવવામાં કવિનું સમાજશાસ્ત્રીય જ્ઞાનવિષયક પાસું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131