Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પ્રીતમલાલ નૃસિંહલાલ કચ્છીવિરચિત “વહુવર્યશતજ - મનોવૈજ્ઞાનિક અધ્યયન
૯૩
પ્રાણાયામ દ્વારા આ યોગસાધના કરી શકાય છે, એવું પ્રતિપાદન કર્યા પછી કવિ આ સાધનામાં કોનું ધ્યાન ધરવું તે વિશે વાત કરે છે :
सत्यमेकं शिवं शान्तं नित्यं ज्योतिर्मयं तथा । ध्यायेदात्मानमन्तःस्थं विश्वात्मायमिति स्मरन् ।। ८२ ।।
આ પ્રકારની યોગસાધનાની ફલશ્રુતિ દર્શાવતાં કવિ નિર્દેશ કરે છે કે તેથી ૧. પાપનો નાશ થાય છે, ૨. કામ, ક્રોધ તથા ભય નાશ પામે છે, ૩. બુદ્ધિની સ્થિરતા સધાય છે, ૪. મનની શુદ્ધિ સાધી શકાય છે.
આ રીતે સાધવામાં આવેલી સદસવિવેકબુદ્ધિ મોટા માનસબલ સાથે જોડાઈને કઠિન કાર્યોને પણ સાધી શકે છે અને સાધક કર્મયોગમાં રત, લોકસંગ્રહતત્પર, સ્વતંત્ર અને બંધનમુક્ત થઈ જાય છે. વળી આ સાધનાથી માયાનું મૂળ જ નાશ પામે છે અને પરમ જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આગળની સિદ્ધિઓનો નિર્દેશ કરતાં કવિ કહે છે : शरीरं भवेद्विश्वकर्तुविभूति: जगञ्चापि दृश्येत तस्यैव लीला । न शोको न चिन्ता भयं वापि कस्मात् परब्रह्मणैक्यं भवेद्यस्य दृष्टम् ।। ८७ ।। પરંતુ કવિ વસવસો વ્યક્ત કરતાં કહે છે કે કમભાગી મનુષ્યો ઈન્દ્રિયમિ માટે દોડાદોડી કરે છે.
બ્રહ્મચર્ય અને જ્ઞાનની ફલશ્રુતિ
ગ્રંથસમામિમાં કવિ પ્રસ્તુત વિષયની ફલશ્રુતિ રજૂ કરે છે. ટૂંકમાં તેનું અવલોકન કરીએ તો
વ્રવક્તવેડૂ: +ાતરોsfપ || ૨૦ || ब्रह्मचर्याद्भवेद्प्राज्ञो मूर्योऽपि ।। ९१ ।। ब्रह्मचर्या भवेत्स्वस्थो रुग्णोऽपि ।। ९२ ।।
કવિની નમ્રતા
સમામિમાં કવિ નમ્રતાપૂર્વક રજૂઆત કરે છે કે : रहस्यं मुनीनामिदं यत्नसाध्यम् स्वमत्या समुद्घाटितं वर्ततेऽत्र । नवीनं न किचिन्मया प्रोक्तमस्मिन् भवत्येतदस्मज्जनानां सुखाय ।। ९३ ।।
બ્રહ્મચર્યપાલનના ઉજ્જવલ ઉદાહરણો
અત્તમાં કવિ કેટલાક મહાનુભાવોનો તેમના બ્રહ્મચર્ય માટે નિર્દેશ કરે છે અને વંદન કરે છે :
For Private and Personal Use Only